Republic News India Gujarati
સુરત

જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો


લોકશાહીને જીવંત રાખતા યુવા અને વયોવૃદ્ધ મતદારો

સુરતઃ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીવનના પ્રથમવાર મતદાનનો લ્હાવો લેતા યુવાઓનો ઉત્સાહ પણ અનેરો જોવા મળ્યો હતો. પાલ સ્થિત વેસ્ટર્ન સિટી એપાર્ટમેન્ટમાં રહેતી ૨૦ વર્ષીય દિવ્યા અશોકભાઈ કોટક પ્રથમવાર મતદાન કરવાં અડાજણની એલ.પી.સવાણી સ્કુલના મતદાન મથક પર પહોંચી ત્યારે ખુબ જ ખુશ હતી, કહે છે કે, ‘લોકશાહી દેશમાં મતદાન કરવું એ માત્ર આપણી ફરજ જ નથી, પરંતુ દેશના નાગરિક તરીકે જવાબદારી છે. જો પાંચ વર્ષમાં એક વાર મતદાનની ફરજ પણ ન અદા કરી શકીએ તો શિક્ષિત હોવાનો શો અર્થ?’

‘પ્રથમ વાર મતદાન કરવાથી અનેરો આનંદ થયો છે. અને હવે હું હરહંમેશ મતદાન કરીશ. મતાધિકારનો ઉપયોગ કરી દેશના વિકાસમાં ભાગીદાર બનવાનો આ અવસર છે’ આવા શબ્દોથી ઉમંગ અને ઊર્જાથી ભરેલી ૨૨ વર્ષીય પ્રિયાંશી ગઢિયાએ અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી. સમ્રાટ કેમ્પસ અડાજણમાં પરિવાર સાથે રહેતી અને સ્કેટ એન્જિનિયરીંગ કોલેજમાં ઈલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશનનો અભ્યાસ કરતી પ્રિયાંશી પિતા પ્રફુલભાઈ અને માતા રિતાબેન સાથે મતદાન કરવાં આવી હતી. તેણે જણાવ્યું કે, ‘મોટી સંખ્યામાં મતદાન થાય એ જ દેશની જાગૃત્તિ કહી શકાય. હવે યુવાનો પણ મતદાન પ્રત્યે જાગૃત્ત બન્યાં છે. મેં મારી સોસાયટીમાં તેમજ સગાસંબંધીઓને એમ સૌને મતદાન કરવાંની અપીલ કરી હતી.

પ્રથમવાર મતદાન કરનાર ૧૮ વર્ષીય સલોની કોન્ડાળકર અડાજણના અલ્પેશનગરમાં રહે છે. તે કે.પી.કોમર્સ કોલેજમાં બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. મતદાન કર્યા બાદ ખુશીભર્યો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આપણો એક-એક મત અતિ કિંમતી છે. જેને વેડફવાને બદલે લોકશાહીને મજબૂત કરવામાં ઉપયોગ કરીએ તે જ યથાયોગ્ય છે. ખાસ તો, દેશનું ભવિષ્ય એવા યુવા મતદારોએ લોકશાહીની ગરિમા ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવું જ જોઈએ.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment