Republic News India Gujarati
ગુજરાતબિઝનેસસુરત

‘પ્રોબ્લેમ્સ ઓફ જીએસટી’ વિષય ઉપર સેશનનું આયોજન


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૬ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ ‘પ્રોબ્લેમ્સ ઓફ જીએસટી’વિષય ઉપર કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT), નવી દિલ્હીના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલ સાથે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ઉદ્યોગ – ધંધાને જીએસટી સંબંધિત પડી રહેલી તકલીફો તથા તેના નિરાકરણ માટે ચાલી રહેલા પ્રયાસો વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સર્વેને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, જ્યારથી જીએસટી લાગુ થયો ત્યારથી જીએસટી કાયદામાં રહેલી ત્રુટીઓ અને વેપારીઓને સતાવી રહેલી મુશ્કેલીઓના નિવારણ માટે ચેમ્બર દ્વારા સતત પ્રયાસ કરવામાં આવ્યા હતા. ચેમ્બરે વિવિધ વ્યાપારીક સંગઠનો સાથે મળીને દરેક સ્તરે રજૂઆતો કરી હતી.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ, નવી દિલ્હીના નેશનલ સેક્રેટરી જનરલ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, લોકડાઉન વખતે વડાપ્રધાન સાથે થયેલી મુલાકાત દરમ્યાન દેશમાં સપ્લાય ચેઇન કયારેય બંધ ન થાય તેની તકેદારી રાખવા માટે વડાપ્રધાને તેમને સૂચન કર્યું હતું. આથી લોકડાઉનના ૭ર દિવસના સમયગાળા દરમ્યાન તેઓ સતત પ્રધાનમંત્રી કાર્યાલય તથા કોમર્સ મિનિસ્ટર પીયુષ ગોયલ સાથે સંપર્કમાં રહયા હતા અને લોકડાઉન દરમ્યાન જે કઇ અડચણો ઉભી થતી હતી તેના નિવારણ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જીએસટીની પૃષ્ઠભુમિ રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે, ૧૯૯૭માં ડો. રાજા ચિલ્લૈયાના નેજા હેઠળ કમિટી બની હતી અને આ કમિટીએ ભારત સરકારને વેટ લાગુ કરવાની ભલામણ કરી હતી. સાથે જ કમિટી દ્વારા વેટ પછી જીએસટી લાગુ કરવાની ભલામણ તે જ સમયે કરવામાં આવી હતી. જીએસટી કાયદો લાગુ થવા પહેલા પ્રવીણ ખંડેલવાલે કુલ ૧૮ હજાર પેપર નાણાં મંત્રાલયમાં જમા કરાવ્યા હતા અને ત્યારબાદ જીએસટી લાગુ થયો હતો. જીએસટીનો કાયદો, ગુડ અને સિમ્પલ ટેક્ષ સાબિત થશે તેમ સરકારનું ધ્યેય હતું. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં આ કાયદામાં અસંખ્ય સુધારા આવી ગયા. જેથી કરીને જીએસટી એ ગુડ અને સિમ્પલ ટેક્ષની જગ્યાએ વધુ પેચીદો ટેક્ષ થઇ ગયો છે. વેપારીઓને ઇઝ ઓફ ડુઈંગની જગ્યાએ વેપાર કરવો અઘરો થઇ ગયો છે.

તદુપરાંત આ કાયદામાં તા. રર ડિસેમ્બર ર૦ર૦ના રોજ ભારત સરકાર દ્વારા ઉમેરો કરવામાં આવેલી કલમ ૮૬ બી અન્વયે દર મહિને રૂપિયા પ૦ લાખ તથા તેથી વધુનું ટર્નઓવર કરનાર વેપારીએ ૧ ટકો જીએસટી ટેક્ષ રોકડમાં જમા કરાવવાનો રહેશે. આને કારણે જે વેપારીઓનું ઇનપુટ ટેક્ષ ક્રેડીટ બેલેન્સ હોય તો તેને પણ જમા કરવાનું આવશે કે કેમ? અથવા ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચરવાળાએ શું કરવું ? વિગેરે વિસંગતતાને કારણે કાયદો હજી પેચીદો બની જશે.

તેમણે વધુમાં કહયું કે, જીએસટી કાયદાના રિવ્યૂ માટે ભારત સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારામણ સાથે આગામી મહિનામાં મિટીંગ થનાર છે. જેમાં તેમના તરફથી મહત્વના સૂચનો રજૂ કરવામાં આવશે. આ સૂચનો મેળવવા માટે તથા વેપારીઓને પડતી મુશ્કેલીઓને સમજવા માટે તેઓ સુરત આવ્યા હતા.

સેમિનારમાં ઉદ્યોગકારો દ્વારા તેમની સમક્ષ નીચે મુજબના સૂચનો અને પ્રશ્નો રજૂ કરાયા હતા.

– જીએસટી કાયદા હેઠળ નવું રજીસ્ટ્રેશન કરતી વખતે રજીસ્ટ્રેશનની પદ્ધતિ વધુ પેચીદી થઇ ગઇ છે, જેના કારણે ભ્રષ્ટાચારનો અવકાશ રહે છે.
– ક્રેડીટ બ્લોકીંગનો કાયદો પણ પેચીદો છે. એકવાર બ્લોક થાય પછી અનબ્લોક થતી નથી. તેના કારણે વેપારીને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે છે.
– ઇ–વે બીલ અંતર્ગત કડક કાર્યવાહી કરવાની જોગવાઇ છે તે હળવી થવી જોઇએ.
– જીએસટીઆર ૯માં સેલ્ફ એસેસમેન્ટની સુવિધા મળવી જોઇએ.
– જીએસટી રિટર્નમાં સુધારો કરવા માટે મંજુરી મળવી જોઇએ.
– રૂલ ૩૬ (૪) નાબૂદ થવો જોઇએ.
– આઇટીસી ૦૪ નાબૂદ થવી જોઇએ.
– જીએસટીના કોઇપણ કાયદામાં પ્રિન્સીપલ ઓફ નેચરલ જસ્ટીસનું પ્રોવિઝન હોવું જોઇએ.

સેમિનારનું સંચાલન ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ કર્યું હતું. CAIT, ગુજરાત ચેપ્ટરના પ્રમુખ તેમજ મ્બરની રીટેલ ટ્રેડ કમિટીના ચેરમેન પ્રમોદ ભગતે વકતા પ્રવીણ ખંડેલવાલનો પરિચય આપ્યો હતો. અંતે ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન સીએ મુકુંદ ચૌહાણે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.


Related posts

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

આવાસ યોજના: ભારતનું પ્રથમ સંપૂર્ણ રીતે લાઇસેન્સ પ્રાપ્ત ઓનલાઇન રિયલ એસ્ટેટ પ્લેટફોર્મ

Rupesh Dharmik

હવે Book My Farm એપથી આપના વીકએન્ડ પ્લાનના રાજા બનો: ઘર બેઠા બુક કરો ફાર્મહાઉસ, કે વિલા, પાર્ટી,  હોલિડે બધુજ હવે એક છત નીચે 

Rupesh Dharmik

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

Leave a Comment