ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અગાઉ બહાર પડાયેલા નોટિફિકેશન અનુસાર (REG/01/2022/HR) તેના પ્રથમ ક્રમાંકમાં પ્રોફેસરના પદ માટે આવેદન માંગવામાં આવ્યા હતા એમાં જે ચાર વિષયના પદો માટે જે ભરતી માટે આવેદન નોટીફિકેશનમાં હતા એમાં law, criminology, criminal science, criminal justice જેવા પદો હતા. જેમાં પદો માટેની સંખ્યા ફક્ત બે જ હતી. જો કે, ઉમેદવારોને વધુ જ પદોની અપેક્ષા હોય છે. પરંતુ એમાં ચોંકવનારી વાત એ છે કે, નોટિફિકેશન 1માં જે વિષયો પર પ્રોફેસરના આવેદન પર ભરતીમાં criminal science અને criminal justice જેવા વિષયો સૂત્રોનું માનીએ તો લગભગ કોઈ સંસ્થા કે વિશ્વવિદ્યાલયમાં જોવા નથી મળ્યું. જેથી નિપૂણ પ્રોફેસરો આ બે વિષયોમાં કેવી રીતે મળી શકે છે. જો કે, આ પદો માટે નોટિફિકેશન પણ જારી થઈ ગયું હતું અને એ પણ બે પદો માટે જ હતું જો કે, અન્ય પદો માટે સંખ્યા 2થી વધુ હોય છે. નિયમ પ્રમાણે વેતન સાતમાં પગારપંચ પ્રમાણે 57,700 છે પરંતુ ભરતીમાં 56,100 દર્શાવવામાં આવ્યું હતું. બની શકે છે ઓછા પગાર વેતનથી ઉમેદવારોને ભરતીમાં ઓછો રસ પડે શું એ કારણ હોઈ શકે છે ખરું?
મીડિયા અહેવાલો અને સૂત્રોના અનુસાર, શરુઆતમાં આ બે પદો માટે ભરતી માટે કોઈ ઉમેદવાર પ્રાપ્ત ન થયા. કેમ કે, ભરતી માટે આવેદકો યોગ્ય નિયમો અનુસાર ખરા ઉતરી શક્યા નહીં. પરંતુ સૂત્રો મુજબ અન્ય બે પ્રોફેસરની એસોસિએટ પ્રોફેસર માટે ભરતી કરી લેવામાં આવી હોવાની વાત પણ વહેતી થઈ છે. ભરતી જાહેરાત (REG 01/2022/ HR) તારીખ 22/12/2022 અનુસાર આ બે આવેદકોએ જે આવેદન કર્યું તેમને પ્રોફેસર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર રેગ્યુલર ભરતી માટે સૂચના અપાઈ હતી. એસોસિએટ પ્રોફેસર ના પદો માટે આવેદન આમંત્રિત જ કરાયા નથી જેથી બે પ્રોફેસરની ભરતીને લઈને પણ સવાલો ઉભા થયા છે.
જો કે, સૂત્રો તરફની પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ 2023માં પણ ભરતી જાહેર કરાઈ હતી. નોટિફિકેશન તારીખ 13, 2023 મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર તસાથે સાથે એસોસિએટ પ્રોફેસર નોન ટીચિંગ સ્ટાફ માટે પણ ભરતીની જાહેરાત થઈ હતી. સૂત્રો મુજબ 2023માં કોન્ટ્રાક્ટ પર જાહેરાત કરાઈ હતી, પરંતુ સૂત્રોનું માનીએ તો આ બે પ્રોફેસેરની રેગ્યુલર ભરતી થઈ છે, જો રેગ્યુલર ભરતી થઈ છે તો આ કઈ રીતે? તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. શું અગાઉ કોઈ આ બે પદો માટે ભરતીની જાહેરાત થઈ હતી? તેમ અનેક સવાલો ઉભા થયા છે.
હવે આ જ સંસ્થાની ભરતી સંદર્ભ સંખ્યા 21/2024 તારીખ 18.9.2024ના રોજ સિક્યુરિટી સ્ટડીજ વિષય હેતુ કોન્ટ્રાક્ટ ધોરણે આસિસ્ટન્ટ પ્રોફેસરની નિયુક્તિ માટે આવેદન મંગાવાયા હતા. આ જ સંદર્ભ અંતર્ગત ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને મેથ્સ વિષય ભણાવવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આવેદન મંગાવાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર જેના માટે 23 ડીસેમ્બર 2024ના રોજ ઈન્ટરવ્યૂ માટે સર્ટિફિકેટ લઈને આવવા જણાવવામાં આવ્યું હતું અને બીજા દિવસે તેની તારીખ નક્કી કરાઈ હતી. આટલા ઓછા સમયમાં યુનિવર્સિટીમાં દૂરના લોકો માટે તત્કા બીજા દિવસે હાજર રહેવું શક્ય શું શકય છે? એ પણ ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન ઉપસ્થિત રહેવા માટે સૂચન હતું. તેમ અન્ય મીડિયા અહેવાલોથી પણ જાણવા મળ્યું હતું. જેથી ઓછા સમયમાં અન્ય લોકો માટે મુશ્કેલ હોવાથી તેને લઈને પણ સવાલો ઉભા થયા છે. શું આ બાબતે વધુ સમય આપવો જોઈતો નહતો? તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.
વધુમાં સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર અરજીઓની તપાસની ઔપચારીકતા પૂરી કર્યા પછી ઈમેલ દ્વારા 25 ડિસેમ્બર 2024 બપોરના 12 વાગે ઈન્ટરવ્યૂની માહિતી મોકલાઈ હતી. અરજદારને નાતાલની રજાના દિવસે ઈન્ટરવ્યૂ માટે બીજા દિવસે 26 તારીખના રોજ કેવી રીતે આ ઈમેલ કરાયો. જેમાં સમય પણ સવારે વહેલા 9.30 નો લખાયો હતો. જેથી આ તારીખથી મેલ ગયો હોવાથી પણ ભરતીમાં આ પ્રકારે ઉતાવળ શા માટે તેને લઈને પણ શંકા ઉપજાવે છે. આમ આ પ્રકારે ઉતાવળીએ ભરતીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.