ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટી ગુજરાતના દહેજમાં કંપનીના પ્લાન્ટમાં દીપક ગ્રુપના કર્મચારીઓને તાલીમ આપશે
વડોદરા (ગુજરાત): ટેક્નોલજીના યુગમાં અને સ્પર્ધાત્મકત્તાના સમયમાં હવે માત્ર ઉચ્ચ અભ્યાસ જ આવશ્યક નથી પરંતુ તેની સાથે રોજગાર મુદ્દે તાલીમ જરૂરી બની છે. આવા સંજોગોમાં દેશની પ્રથમ અને અગ્રણી સ્કિલ યુનિવર્સિટી ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU)એ હાલમાં એક નવા જ કોર્સની શરૂઆત કરી છે જેના ભાગરૂપે યુનિવર્સિટી સૌ પ્રથમ ગુજરાતના દહેજમાં દીપક ગ્રુપના કર્મચારીઓ માટે સ્કીલ્સ એન્હાન્સમેન્ટ ટ્રેનિંગ શરૂ કરી છે. આ કાર્યક્રમ જાળવણી,ઔદ્યોગિક સલામતી, ક્વોલિટી મેનેજમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ એક્ટ અને સ્પેસિફિક યોગ્યતા જેમકે મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન સંબંધિત વિશિષ્ટ ડોમેન કૌશલ્યોમાં વિચાર અને એપ્લિકેશનો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઓનસાઇટ તાલીમ એ TLSUના સેન્ટર ફોર ઇન્ડસ્ટ્રી એન્ડ નોલેજ પાર્ટનરશીપ (CIKP)નો એક ભાગ છે અને તે ડિપાર્ટમેન્ટ ઓફ મેકાટ્રોનિક્સના સહયોગથી હાથ ધરવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીઝ અનુભવ ધરાવતા પચીસ ઉમેદવારોને પ્રથમ બેચમાં જાળવણી ક્ષેત્રે તાલીમ આપવામાં આવશે.
આ કાર્યક્રમ દીપક ગ્રૂપની સ્કિલ ડેવલપમેન્ટ પહેલનો એક ભાગ છે જે કંપનીના CHROઅનિલ દીક્ષિત દ્વારા કંપનીના સ્ટાફની ક્ષમતા નિર્માણ અને અપસ્કિલિંગ માટે કલ્પના કરવામાં આવી હતી. આ પ્રસંગે TLSUના પ્રોવોસ્ટ અને CIKP ના સંયોજક પ્રો. ડો. અવની ઉમટએ જણાવ્યું કે કૌશલ્યના ક્ષેત્રમાં પાયાના શિક્ષણના મહત્વ અને ઉદ્યોગો માટે પહેલાથી તૈયાર મોડલના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો છે.
ભાગલેનારાઓને શીખવાની તકનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરતાં પ્રોફેસર ડૉ ઉમટએ જણાવ્યું હતું કે તે કર્મચારીઓને ઉદ્યોગમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓની સમકક્ષ રહેવામાં મદદ કરશે. દીપક ગ્રૂપ દ્વારા અપસ્કિલિંગ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં મહેશ ફડકે,વરિષ્ઠ જનરલ મેનેજર (HR)ટેલેન્ટ અને ડૉ. રાજીવ કુરુલકર સિનિયર મેનેજર (HR)ના નેતૃત્વ હેઠળ કંપનીના કર્મચારીઓને તેમની કુશળતા વધારવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.
તાલીમના ઉદઘાટન સત્ર દરમિયાન ગુજરાતના દહેજમાં કંપનીના પ્લાન્ટમાં,સાઇટ હેડ જીતેન્દ્ર મોદી અને ભગીરથ જાડેજાએ માત્ર કર્મચારીઓ માટે જ નહીં પરંતુ સંસ્થા માટે પણ આવા કાર્યક્રમોના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ઉદ્ઘાટન સત્રમાં દીપક ગ્રૂપના અન્ય કેટલાક પ્રતિનિધિઓ અને TLSUના ફેકલ્ટી સભ્યો હાજર હતા