Republic News India Gujarati
સુરત

ગરીબ બાળકોને હોટેલમાં જમાડી વાસ્તુ ડેરી દ્વારા વર્લ્ડ ફૂડ ડેની સાર્થક ઉજવણી     

Vastu Dairy celebrates World Food Day with fine dining for slum kids

સુરત (ગુજરાત): વર્લ્ડ ફૂડ ડે પ્રીસેલિબ્રેશન અંતર્ગત વાસ્તુ ડેરી દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા સિટીમાં સ્લમ એરિયાના ગરીબ બાળકોને કતારગામમાં ગજેરા સર્કલ પાસે આવેલી દર્શન હોટેલમાં લઇ જઇ ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોએ હોટેલમાં વિવિધ પકવાનો અને આઈસ્ક્રીમનો સ્વાદ માણ્યો હતો. તમામ બાળકોને હોટેલમાં જમ્યા પછી નોટબૂક અને પેનનું પણ વિતરણ કરતા  ખુશખુશાલ જણાતા હતા.

વાસ્તુ ડેરીના ચેરમેન ભૂપત સુખડીયાએ કહ્યુ કે ફૂડ ડે નિમિત્તે જે બાળકોએ ક્યારેય હોટેલ નથી જોઈ એવા બાળકોને હોટેલમાં લઇ જઈ જમાડવામાં આવ્યા હતા. બાળકોના ચહેરા પરની ખુશી સામે હોટેલ્સનું બિલ પણ નગણ્ય લાગે. આવા કામ માટે નિમિત્ત બનવુ એ પણ પ્રભુની કૃપા છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ જ રીતે ગરીબ બાળકોને હોટેલમાં જમાડીને વર્લ્ડ ફૂડ ડે ની ઉજવણી કરાઇ હતી.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment