મુંબઇ: BSE અને NSE લિસ્ટેડ વિકાસ ઇકોટેક લિ., ઇન્ટીગ્રેટેડ-સ્પેશ્યાલીટીપ્રોડક્ટ સોલ્યુશન્સ કંપની, જે વિવિધ પ્રકારની સુપીરીયર ક્વોલીટી, ઇકો ફ્રેન્ડલી રબર-પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ અને એડિટિવ્સનું ઉત્પાદન કરે છે, તે કંપનીના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ દ્વારા આઈડેન્ટીફાઈડબીઝનેસ પ્રપોઝલ માટેબીઝનેસ એકસ્પાન્શન હેતુથીનિમણુક કરેલીએક્સપર્ટ કમિટીદ્વારા દ્વારાતૈયાર કરાયેલ રિપોર્ટને મંજૂરી આપી દીધી હોવાની જાણકારી આપી છે.
તેમજ કંપનીએ ઓર્ગેનિક અને ઇનોર્ગેનીક બંને માધ્યમથી સ્ટીઅરિંગ ગ્રોથ માટે નવા વેન્ચ્યુઅર્સ અથવા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપમાં આગામી 2 વર્ષમાં રૂ.75 કરોડ નું રોકાણ કરવાનું નક્કી કર્યું છે.
વિકાસ ઇકોટેકે તાજેતરમાં જાહેરાત પણ કરી હતી કે હાલમાંCOVID-19 ક્રાઈસીસ હોવા છતાં, કંપનીએ તેના મુખ્ય ઉત્પાદનઇકો-ફ્રેન્ડલી ‘ઓર્ગેનોટિન પીવીસી સ્ટેબિલાઇઝર્સ’ નું એક્સપોર્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (વિશ્વનું સૌથી મોટું ઓર્ગેનોટિન માર્કેટ) માં ચાલુ રાખ્યું છે.
કંપનીએ યુએસએના સૌથી મોટા સ્પેશિયાલિટી કેમિકલ/ઓર્ગેનોટિન સ્ટેબિલાઇઝર ડિસ્ટ્રિબ્યુટર સાથે ટાઈ-અપ કર્યું છે, જેમાં દેશ-ભરમાં વેલ-એસ્ટાબ્લીશ્ડ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક છે. આ US કંપનીએ 2020 માટે કંપની સાથેના તેમના અગાઉના એગ્રીમેન્ટ મુજબ તેના ઓર્ડર આપવાનું ચાલુ રાખ્યું છે અને લોંગ-ટર્મ એસોશીએશન પર નજર છે.
ઓર્ગેનોટિન સ્ટેબિલાઇઝર એ US FDA દ્વારા માન્ય પ્રોડક્ટ છે અને આરોગ્ય માટેના હઝાર્ડસ લીડ-બેઝ્ડ PYC સ્ટેબિલાઇઝર્સના સબસ્ટીટ્યુટ તરીકે સૌથી વધુ માંગ છે. પીવાલાયક પાણીની પાઈપો અને ફિટિંગ માટે મોટાભાગના આંતરરાષ્ટ્રીય કાયદાઓ પ્રમાણે ઓર્ગેનોટિન્સની ભલામણ કરવામાં આવે છે અને ફૂડ કોન્ટેક્ટ એપ્લીકેશન્સ માટે ગ્લોબલ સર્ટીફીકેશ્ન્સ અને મંજૂરીઓ મળી છે. USA એ એર્ગોટિન સ્ટેબિલાઇઝર્સનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક છે – 1980 ના દાયકાના મધ્યમાં લીડ અને અન્ય હાનિકારક રાસાયણિક આધારિત પીવીસી સ્ટેબિલાઇઝર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. FY 2019-20 દરમિયાન USAમાં કંપનીનું એક્સપોર્ટ લગભગ 1,000 MT એટલે કે રૂ.500 મિલિયન જેટલું થયું હતું.
ભારતમાં પણ NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ) ના આદેશ બાદ પીવીસી પાઈપોમાં લીડ આધારિત સ્ટેબિલાઇઝર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેને સિસ્ટમેટીક ફેઝઆઉટ કર્યા પછી ઓર્ગેનોટિન સ્ટેબિલાઇઝર્સની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. COVID-19 લોકડાઉન પછી બીઝનેસ ની શરૂઆતમાં તાજેતરમાં કંપનીને HIL લિમિટેડ (C K બિરલા ગ્રુપ કંપની) પાસેથી ઓર્ડર મળ્યો છે. કંપની અપેક્ષા રાખે છે કે લોકડાઉન પછી ડોમેસ્ટિક સેલ્સ નોંધપાત્ર રીતે વધશે કારણ કે ગ્રાઉન્ડ લેવલે મોટાભાગની ઇન્વેન્ટરી નીચે જઈ રહી છે અને સપ્લાય પાઇપલાઇન તેને ભરવા માટે સખત દબાણ કરી રહી છે.
વિકાસ ઇકોટેક એ ભારતમાં એક માત્ર ઓર્ગેનોટિન ઉત્પાદક છે જેમાં ઇન-હાઉસ R&D ફેસીલીટીઝ છે અને તે વિશ્વભરના સિંગલ ડીજીટ મેન્યુફેકચરરમાંથી એક છે જેની પાસે ટીન મેટલ સ્ટેજથી ફાઈનલ પ્રોડક્ટ સુધીના મેન્યુફેક્ચરિંગ માટે ટેકનોલોજી અને એક્સપર્ટીઝ છે.
વિકાસ ઇકોટેક વૈશ્વિક સ્તરે હાઈ એન્ડ સ્પેશીયાલીટી કેમિકલ્સ પ્લેયર્સ તરીકે ઉભરતા ખેલાડી છે. કંપનીના ઇન્ક્રીમેન્ટલ ઇનોવેશન એન્જિન પ્રોડક્ટ-સોલ્યુશન મિક્સના ઉત્પાદન માટે મદદ કરવા માટે ટેકનોલોજી અને પ્રોસેસીસ બંને પર સુધારો કરે છે જે કંપનીના ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીઝમાં હાયર વેલ્યુ ઓફર કરે છે.
એક ઇન્ટીગ્રેટેડ, મલ્ટિ-સ્પેશિયાલિટી પ્રોડક્ટ સોલ્યુશન્સ કંપની તરીકે, VEL વિવિધ પ્રકારની સુપીરીયર ક્વોલીટી, ઇકો-ફ્રેન્ડલી એવી રબર-પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ અને એડિટિવ્સ પ્રોડ્યુસ કરે છે. કંપનીના રબર-પ્લાસ્ટિક કમ્પાઉન્ડ્સ અને એડિટિવ્સ પ્રોસેસના ક્રીટીકલ અને વેલ્યુ અનેબ્લીંગ ઇન્ગ્રેડીએન્ટ છે જે હાઈ-પરફોર્મન્સ, એન્વાયર્મેન્ટ-ન્યુટ્રલ અને સેફટી-ક્રીટીકલ પ્રોડક્ટ્સના વૈવિધ્યસભર ક્રોસ-સેક્શનના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે.
એગ્રીકલ્ચરથી માંડીને ઓટોમોટિવ્સ, કેબલ્સથી ઇલેક્ટ્રિકલ્સ સુધી, હાઈજીનથી હેલ્થકેર સુધી, પોલિમરથી પેકેજિંગ સુધી, ટેક્સટાઈલથી ફૂટવેર સુધી, VELની પ્રોડક્ટ્સ ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ ની વિવિધ જરૂરિયાતોને પૂરી પાડે છે.