વેકસીન (રસી) આવતા આવશે, COVID-19 પ્રોટેક્શન લોશન આવી ગયું
સુરત: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઈઆઈટી)માં શરૂ કરાયેલા સ્ટાર્ટઅપે વાજબી કિંમતે કોવિડ-19 સામે રક્ષણ આપતુ લોશન તૈયાર કર્યું છે, તેમ અધિકારીઓએ જણાવ્યું હતુ.
સંસ્થાના ડિરેક્ટર વી રામગોપાલ રાવે શુક્રવારે એન્ટીવાયલ કીટના ભાગ એવા ઉત્પાદનોનું અનાવરણ કર્યું હતુ. આ ઉત્પાદનો તૈયાર કરવામાં બે સ્ટાર્ટઅપ્સમાંથી એક સ્ટાર્ટઅપ ક્લેન્સ્ટા છે, જ્યારે બીજું ઇ-ટેક્સ છે.
આ કીટમાં નોવેલ કોવિડ-19 પ્રોટેક્શન લોશન, હેન્ડ સેનિટાઇઝર, ઈ-ટેક્સ કવચ એન્ટિવાયરલ ટી-શર્ટ અને કવચ માસ્કનો સમાવેશ થાય છે.
આઈઆઈટી દિલ્હી ખાતેના ટેક્સટાઇલ અને ફાઇબર એન્જિનીયરીંગ વિભાગના શ્રી બિપીન કુમારે જણાવ્યું કે ‘ક્લેન્સ્ટા’ નામના સ્ટાર્ટઅપ દ્વારા રજૂ કરાયેલ કોવિડ-19 પ્રોટેક્શન લોશન 24 કલાક સુધી એન્ટિવાયરલ અને એન્ટિસેપ્ટિક ગુણધર્મો સાથે વાયરસ સામે 99.9 ટકા સુરક્ષા આપે છે.
કોવિડ-19 પ્રોટેક્શન લોશન બ્રાંડ નામ હેઠળ લોંચ કરાયેલ ક્લેન્સ્ટા પ્રોટેક્શન લોશન એન્ટિવાયરલ અને એન્ટિસેપ્ટિક ગુણોની સાથે 24 કલાક સુધી 99.9% વાયરસ સામે સુરક્ષા આપે છે. આ ઉત્પાદન પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્યને નુક્શાન પહોંચાડ્યા વિના બેક્ટિરીયલ, વાયરલ અને ફંગલ ઇન્ફેક્શનને રોકવા માટે તેના પ્રકારની પ્રથમ પીએપી ટેક્નોલોજી (પ્રોલોન્ગ્ડ એન્ટિવાઇરલ ટેક્નોલોજી) સાથે એન્જિનિયરીંગ રસાયણશાસ્ત્રની રચનામાં સફળતાની પ્રગતિ છે. અદ્યતન હેન્ડ સેનિટાઇઝરને અનેકગણા વાયરસ સામે અસરકારક સુરક્ષા પ્રદાન કરવા માટે આલ્કોહોલને જાળવી રાખતા સમયમાં વધારો કરવા સાથે તૈયાર કરવામાં આવ્યું છે.
આ ઉત્પાદનનો ઉપયોગ હાથ અને ચહેરા સહિત શરીરના ખુલ્લા રહેતા ભાગ પર પણ કરી શકાય છે. આ ઉત્પાદન વપરાશકર્તાઓને લગભગ 24 કલાક સુધી ખલેલ પહોંચાડ્યા વિના વાયરસ સામે સુરક્ષિત રાખે છે, ઉપરાંત આલ્કોહાલ આધારિત સેનિટાઇઝરના વારંવારના ઉપયોગને ઘટાડે છે અને દિવસમાં અનેકવાર હાથ ધોવાની પ્રક્રિયામાં રાહત આપે છે. આઈઆઈટી દિલ્હી દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ક્લેન્સ્ટા લોશનની એન્ટિવાયલ અસરકારકતાને જુદાજુદા સમયાંતરે હાથ ધરવામાં આવી હતી અને અમેરિકન સોસાયટી ફૉર ટેસ્ટિંગ એન્ડ મટિરીયલ્સ પ્રમાણે વાયરસ સામેની સુરક્ષામાં તે 99.95% અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.