Republic News India Gujarati
દક્ષિણ ગુજરાત

બારડોલી, કડોદરા, તરસાડી અને માંડવી નગરપાલિકાની ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે


સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧

સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી માટે આગામી તા.૨૧ અને ૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન મતદાન યોજાશે. તરસાડી, બારડોલી કડોદરા અને તેમજ બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકોની ચૂંટણીમાં કુલ ૧,૦૧,૯૧૬ મતદારો મતદાન કરશે. કુલ ૧૦૫ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાન મથક દીઠ ૯૭૧ મતદારો નોંધાયા છે.

ચાર નગરપાલિકાની ચૂંટણી કામગીરી માટે કુલ ૧૦૫ મતદાન મથકોમાં ૧૦૫ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૩ રિઝર્વ પ્રિસાઈડિંગ ઓફિસરો, ૧૦૫ આસિ.પ્રિસાઈડિંગ અને ૧૩ રિઝર્વ આસિ. પ્રિસાઈડિંગ ઓફિસરો, ૨૨૦ પોલિંગ ઓફિસરો, ૭૭ રિઝર્વ પોલિંગ ઓફિસરો સહિતનો સ્ટાફ ફરજ બજાવશે.


Related posts

મહિલા ટેકનિશિયને ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યું, કહ્યું માતાપિતાએ દીકરીઓ પ્રત્યેનો પોતાનો વલણ બદલવો જોઈએ

Rupesh Dharmik

સાઉથ ગુજરાત ઇવેન્ટ મેનેજમેન્ટ એસોસિયેશને  નવી વહીવટી કમિટીની  જાહેરાત કરી.

Rupesh Dharmik

હિંદુ મોચી સમાજની ૨૭ વર્ષીય પલક તેજસ ચાંપાનેરીના પરિવારે પોતાના સ્વજનના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી

Rupesh Dharmik

મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી

Rupesh Dharmik

ઓલપાડ ખાતે ‘‘ડાંગરની વૈજ્ઞાનિક ખેતી અને પાંક સંરક્ષણ’’ અંગે ખેડુત તાલીમ શિબિર યોજાઈ

Rupesh Dharmik

રૂ.૨૦ કરોડના ખર્ચે બારડોલી અને પલસાણા તાલુકાના ગામોમાં રસ્તાઓ કામોનું ખાતમુહુર્ત કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

Rupesh Dharmik

Leave a Comment