સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧
સુરત: રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આગામી તા.૨૮ ફેબ્રુ.ના રોજ સવારના ૭-૦૦ થી સાંજના ૦૬-૦૦ કલાક દરમિયાન તરસાડી, બારડોલી, કડોદરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે.
બારડોલી નગરપાલિકાના ૯ વોર્ડની ૩૬ બેઠક, કડોદરા નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮, માંડવી નગરપાલિકાની ૬ વોર્ડની ૨૪ અને તરસાડી નગરપાલિકાની ૭ વોર્ડની ૨૮ બેઠકો એમ કુલ ૧૧૬ બેઠકો માટે મતગણતરી કેન્દ્રો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં તરસાડી નગરપાલિકા માટે શિશુવિહાર આદર્શ કેળવણી મંડળ-કોસંબા, બારડોલી નગરપાલિકા માટે બી.એ.બી.એસ. હાઇસ્કૂલ, પ્રાર્થના ખંડ, બારડોલી, કડોદરા નગરપાલિકા માટે શ્રીસ્વામિનારાયણ વિશ્વવિદ્યાપીઠ સંકુલનું ગ્રાઉન્ડ, કડોદરા, બીજો માળ, રૂમ નં.૩૫. તેમજ માંડવી નગરપાલિકા માટે ધી માંડવી હાઇસ્કૂલ, માંડવી, હીરાચંદ ભવનનો ઉત્તર તરફના રૂમમાં મતગણતરી થશે.