Republic News India Gujarati
બિઝનેસ

ચેમ્બર દ્વારા જીએસટીની જટિલતાઓ અને મુવર સ્કીમ વિશે ટેકસટાઇલ વેપારીઓને માહિતગાર કરાયા

Chamber informs textile traders about GST complexities and mover scheme

ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક એકાઉન્ટ એટેચ કરવાની પ્રક્રિયાથી બચવા માટે વેપારીઓએ સમયસર જીએસટી રિટર્ન ફાઇલ કરવું જ જોઇએ : સીએ મુકુંદ ચૌહાણ 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ અને બમરોલી વિવર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૬ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘જીએસટીની જટીલતાઓ અને મુવર સ્કીમ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકુંદ ચૌહાણે વેપારીઓને જીએસટી કાયદાની જટીલતાઓ તથા મુવર સ્કીમ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.

સીએ મુકુંદ ચૌહાણે વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ એટેચ કરવાની બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા સમયસર જીએસટી રિટર્ન નહીં ભરાય તો ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક એકાઉન્ટને એટેચ કરવામાં આવે છે. આથી વેપારીઓએ આ મામલે સાવચેત રહેવું જોઇએ અને સમયસર જીએસટી રિટર્ન ફાઇલ કરવું જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા જે પણ ઇન્વોઇસ બનાવવામાં આવે છે અને પેમેન્ટ કરવામાં આવે છે તેનો ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધીનો રેકોર્ડ સાચવી રાખવો જોઇએ. જીએસટી ઓડીટ વખતે આ રેકોર્ડ ખૂબ જ કામ લાગે છે. જો આવો રેકોર્ડ રજૂ કરવામાં વેપારીઓ સક્ષમ નહીં થાય તો તેમને જીએસટીની ક્રેડીટ ગુમાવવાનો વારો આવી શકે છે. તેમણે વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી મુવર સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉપરોકત સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે બમરોલી વિવર્સ એસોસીએશનના પ્રમુખ રાકેશ મલેકપુરવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.


Related posts

VerSe Innovation એ પી.આર. રમેશને વિકાસના આગામી તબક્કા પહેલા શાસન મજબૂત બનાવવા માટે સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યો

Rupesh Dharmik

2026 માં કરિયરને નવી દિશા આપનાર ગ્લોબલ ફાઇનાન્સ સર્ટિફિકેશન્સ

Rupesh Dharmik

મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં ઉત્પાદન અને R&D વિસ્તારવા ABB દ્વારા ભારતમાં અંદાજે 75 મિલિયન ડોલરનું રોકાણ

Rupesh Dharmik

વિજય ડેરીએ SGCCI ફૂડ એન્ડ બેવરેજ પ્રદર્શન 2026 માં શુદ્ધતા અને નવીનતાનું પ્રદર્શન કર્યું; B2B અને B2C ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

Leave a Comment