-
કોરોના વોરિયર્સની વેશભૂષામાં માં આદ્યશક્તિની આરતી ઉતારી કોરોના સામેની જંગમાં માનવીનો વિજય થાય તેવી પ્રાર્થના કરી
-
પ્લે કાર્ડ સાથે આપ્યા જાગૃતિના સંદેશાઓ
સુરત. શહેરની જી.ડી. ગોએન્કા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજ રોજ કોરોના વોરિયર્સના માનમાં અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોના વોરિયર્સની વેશભૂષામાં સ્કૂલના સ્ટાફે માં આદ્યશક્તિની આરતી ઉતારી કોરોના સામેની જંગમાં માનવજાતનો વિજય થાય એવી પ્રાર્થના કરી હતી અને આ વખતની નવરાત્રી કોરોના વોરિયર્સને સમર્પિત કરી હતી.
સ્કૂલ ખાતે નવરાત્રીના આરંભ પૂર્વે યોજાયેલ કાર્યક્રમમાં સ્કૂલના સ્ટાફે ડોક્ટર, પોલીસ, નર્સ, સફાઈ કર્મી, અગ્નિ શામક દળ સહિતના કોરોના વોરિયર્સની વેશભૂષા ધારણ કરી માતાજીની પૂજા અર્ચના અને આરતી ઉતારી હતી. અને કોરોના મહામારીથી કેવી રીતે બચી શકાય તે માટે લોકોને જાગૃત કરતા સંદેશાઓ લખેલ પ્લે કાર્ડ પણ દર્શાવ્યા હતા. તમામે આ નોરતા કોરોના વોરિયર્સને સમર્પિત કરી હતી અને કોરોના વોરિયર્સનું બહુમાન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે જી.ડી. ગોએન્કા સ્કૂલ હંમેશા સામાજીક સંદેશાઓ આપવા માટે પ્રયાસરત હોય છે અને દરેક ક્ષેત્ર પોતાની સક્રિય ભૂમિકા અદા કરતી હોય છે. આ વખતે કોરોના મહામારીના કારણે નવરાત્રીના જાહેર આયોજન પર પ્રતિબંધ છે ત્યારે જી.ડી.ગોએન્કા સ્કૂલે પણ સરકારના આ નિર્ણયને વધવ્યો છે અને અનોખા આયોજન દ્વારા કોરોના વોરિયર્સને નવરાત્રી સમર્પિત કરી.