Republic News India Gujarati
બિઝનેસહેલ્થ એન્ડ બ્યૂટી

હવે કોરોનાથી બચાવશે કોરોના કિલર ડિવાઈસ


Now Corona's killer device will save you from Corona

·       પૂણેના ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુશન્સ પ્રા.લિ.નો આવિષ્કાર

·       આઈસીએમઆર પ્રમાણિત ડિવાઈસ સુરતમાં લોન્ચ

સુરત :કોરોના વાયરસથી સુરક્ષા મેળવવા માટે હવે કોરોના કિલર ડિવાઈસ આપણી વચ્ચે છે. પૂણેના ઇન્ડોટેક ઇન્ડસ્ટ્રિયલ સોલ્યુસન્સ પ્રા.લિ.એ આ ડિવાઈસનું આવિષ્કાર કર્યું છે, જેને આઈસીએમઆરએ પણ પ્રમાણિત કર્યું છે. હવે આ ડિવાઈસ સુરતમાં પણ ઉપલબ્ધ છે.

સુરતમાં ડિવાઈસ લોન્ચિંગના અવસર પર કંપનીના અધિકારી સમીરભાઈએ જણાવ્યું કે પૂણેના ઉદ્યમી ભાઉસાહેબ જંજિરેએ આ આવિષ્કાર કર્યો છે અને આ રીતે આ દેશનું પહેલું ડિવાઈસ બન્યું છે, જે કોરોના સહિતના વાયરસ અને બેક્ટેરિયાને હવામાં જ મારી નાંખે છે.

આ એક ઇલેક્ટ્રોનિક ડિવાઈસ છે, જે આઈનાઈજેશન ઉત્પન્ન કરે છે અને પછી હવા દ્વારા સર્ક્યુલેટ થઈને આવરણમાં જે વાયરસ અને બેક્ટેરિયા હોય છે તેને મારી દે છે. કોરોના વાયરસને પણ આ ડિવાઈસ નાશ કરી દે છે. આને કોઈ પણ બંધ પરિસરમાં ઉપયોગ કરી શકાય છે. ઘર, હોસ્પિટલ, સ્કૂલ, ગાડી, હવાઈ જહાજ, પ્રયોગશાળા, ક્વોરેન્ટાઈન સેન્ટર, કારખાના, મંદિર વગેરે જગ્યાઓ પર આનો ઉપયોગ કરી શકાય છે.

ડિવાઈસને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ પણ પ્રમાણિત કર્યું છે. પૂણેની નાયડુ હોસ્પિટલે પણ ડિવાઈસને સફળ હોવાનું જણાવતા પ્રમાણપત્ર આપ્યું છે. કંપની હાલ રોજ 200 ડિવાઈસનું નિર્માણ કરી રહી છે અને આગામી દિવસોમાં રોજ 700ડિવાઈસ નિર્માણ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેનાથી દેશભરમાં આને પહોંચાડી શકાય.

 

આ રીતે કાર્ય કરે છે ડિવાઈસ:

કોરોના કિલર ડિવાઈસ 230 વોલ્ટ, સિંગલ ફેજ ઇલેક્ટ્રિક સપ્લાય પર કાર્ય કરે છે. આ પ્લગ અને પ્લે ડિવાઈસ છે, તેમાં અન્ય કોઈ રસાયણની જરૂરત નથી પડતી અને વીજળીનો પણ ઓછો ખર્ચ થાય છે. કોરોના કિલર જ્યાં રાખવામાં આવે છે તેની આસપાસની હવામાં ઉપસ્થિત સકારાત્મક અને નકારાત્મક આયામોના મિશ્રણમાં ફરે છે. આયનોના એગ્જોસ્ટ મિશ્રણ ઉપકરણની અંદર હાજર એગ્જોસ્ટ ફેનના  દ્વારા આસપાસની હવામાં ફેલાય છે. જ્યારે આ પ્રક્રિયાશીલ આયન વાયરસના સંપર્કમાં આવે છે, ત્યારે આ કોરોના વાયરસના આરએનએના સંપર્કમાં આવે છે અને કોરોના વાયરસના બાહ્ય અંગને તોડી દે છે. કોરોના વાયરસને નિષ્ક્રિય કરવાના આયનોની આ કાર્યક્ષમતા પૂણેની આઈસીએમઆર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા પ્રમાણિત છે.


Related posts

એરલાઇનના વિકાસને આધાર આપવા નવી મુંબઈ આં.રાષ્ટ્રીય એરપોર્ટમાં હવે ‘TajSATS ફ્લાઇટ કિચન’

Rupesh Dharmik

ભાદરવી પૂનમ મેળામાં આધુનિક વેક્યૂમ સેનિટેશન આધારિત વોશરૂમ સુવિધા

Rupesh Dharmik

એએસજી આઈ હોસ્પિટલ, સુરત દ્વારા સ્ક્વિન્ટ (ત્રાંસી આંખ/ભેંગાપણું) અને સમયસર નિષ્ણાત સારવારના મહત્વ અંગે જાગૃતિ

Rupesh Dharmik

એક રૂમથી શરૂ થયેલી સુગંધની સફર હવે 10 રાજ્યો સુધી, Sagar Perfumeનું વિસ્તરણ સતત જારી

Rupesh Dharmik

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

Rupesh Dharmik

AI-સક્ષમ માર્કેટિંગ લીડર્સની આગામી પેઢી તૈયાર કરવા માટે MICA અને Komerz વચ્ચે ભાગીદારી

Rupesh Dharmik

Leave a Comment