Republic News India Gujarati
ઓટોમોબાઇલ્સ

ટોયોટા કિર્લોસ્કર મોટરે તહેવારની સીઝનમાં પગારદાર ગ્રાહકો માટે સ્પેશિયલ ઓફર જાહેર કરી


હવે ગ્રાહકો ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી લીવ ટ્રાવેલ સ્કીમ સાથે સ્પેશિયલ કેશ પેકેજ અને ઓફરનો લાભ લઇ શકશે

ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ પગારદાર ગ્રાહકો માટે વિશેષ ઓફર્સની જાહેરાત કરી છે, જેનાથી સરકારી અને ખાનગી સંસ્થાઓ બંન્નેના કર્મચારીઓને લાભ થશે. ટોયોટાની સ્પેશિયલ ઓફર્સ સરળ ખરીદી અને ધિરાણના અનુભવ દ્વારા સપનાની ટોયોટા કાર ખરીદવાની તક ઉપર કેન્દ્રિત છે, જેનાથી ગ્રાહકો તેમના અને પરિવાર માટે સુરક્ષિત પ્રવાસ કરી શકશે. વધુમાં આ સ્કીમનો લાભ લેવામાં રસ ધરાવતા ગ્રાહકો ટોયોટાની વિશેષ 3 મન્થ ઇએમઆઇ હોલિડે ઓફર પણ પ્રાપ્ત કરી શકશે. 

તાજેતરમાં સરકારે જાહેર કરેલાં કેશ પેકેજ સ્કીમથી કર્મચારીઓ લીવ એન્કેશમેન્ટ અને એલટીએ/એલટીસી ફેર સહિત એલટીસી/એલટીએ જેટલું કેશ રિમ્બર્સમેન્ટ ક્લેમ કરી શકશે તેમજ 12 ટકા અથવા વધુ જીએસટી ગુડ્સ અને સર્વિસિસ ઉપર વધુ રકમ ખર્ચવા ઉપર એલટીસી/એલટીએ ઉપર ઉપલબ્ધ પ્રવર્તમાન ઇન્કમ ટેક્સમાં રાહત પણ મેળવી શકશે. 

પગારદાર ગ્રાહકો સ્પેશિયલ ટોયોટા ફેસ્ટિવ ઓફર્સને તાજેતરમાં નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ કાર પેકેજ સાથે જોડી શકશે, જેથી ખરીદીનું પ્રારંભિક ભારણ હળવું થશે અને કાર ખરીદી સરળ બનશે. સરકારી કર્મચારીઓના કિસ્સામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સથી તેમને રૂ. 10,000ના વ્યાજ-મુક્ત એડવાન્સ મેળવવામાં મદદ મળશે. ગ્રાહકો આ રકમનો ઉપયોગ ઓલ ન્યુ ટોયોટા અર્બન ક્રુઝ અને અન્ય બી સેગમેન્ટ મોડલ્સ જેમકે ટોયોટા ગ્લાન્ઝા, ટોયોટા યારિસ સહિતના ટોયોટા વાહનોની વિશાળ શ્રેણી માટે બુકિંગ પેમેન્ટ્સ માટે કરી શકશે. 

એક્સક્લુઝિવ ઓફર ઉપરાંત ગ્રાહકો વિવિધ ફાઇનાન્સ પાર્ટનર્સ દ્વારા ફ્લેક્સિબલ ઇએમઆઇ ઓપ્શન્સ પણ મેળવી શકે છે. ફ્લેક્સિબલ ઇએમઆઇ વિકલ્પો આકર્ષક લાભો સાથે ઉપલબ્ધ છે, જેમકે વ્યાજનો નીચો દર અને સાત વર્ષ સુધીની લોન મુદ્દત (શરતોને આધીન). 

અનોખી પહેલ અંગે પ્રતિક્રિયા આપતાં ટોયોટા કિર્લોસ્કર મોટરના સેલ્સ અને સર્વિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, તહેવારોની સીઝન એવો સમય છે કે જેમાં ઘણાં ગ્રાહકો નવી કાર ખરીદવા જેવાં મોટા નિર્ણયો લેતાં હોય છે. આ સમયે તેઓ એવી સ્કીમ પણ ઇચ્છતા હોય છે જે તેમને ફ્લેક્સિબિલિટી અને પેમેન્ટમાં સરળતા પ્રદાન કરે તથા સ્પેશિયલ ઓફર તેમને પ્રાઇઝ એડવાન્ટેજ ઓફર કરે. ટોયોટા ખાતે અમે ખરીદદારોના વિવિધ સેગમેન્ટ્સને આકર્ષક ઓફર્સ સાથે તેમને ખરીદીના મોટા નિર્ણય કરવામાં મદદરૂપ બનીએ છીએ. હાલના સમયમાં સુરક્ષિત ટ્રાવેલ વિકલ્પોની જરૂરિયાત સાથે આ સ્પેશિયલ ઓફર એ પ્રકારે તૈયાર કરાઇ છે કે જેનાથી પગારદાર ગ્રાહકોની પરિવહન સંબંધિત આવશ્યકતાઓને પૂર્ણ કરી શકાય અને તેઓ ટોયોટા ખરીદવાની તેમની ઇચ્છા પૂર્ણ કરી શકે. વાહનોની તમામ શ્રેણી ઉપર ઓફર આપવામાં આવી છે, જેથી ગ્રાહકો તાજેતરમાં લોન્ચ કરાયેલી ટોયોટાની અર્બન ક્રુઝર સહિતના વાહનની પસંદગી કરી શકે. સરકારની અનોખી પહેલ સુરક્ષિત અને ટ્રેન્ડી ટ્રાવેલિંગ ઇચ્છતા ગ્રાહકો માટે સારી તક છે. અમારા તરફથી નવી ઓફર દ્વારા ટોયોટા પરિવારમાં વધુ ગ્રાહકોનું સ્વાગત કરવા અમે સજ્જ છીએ. 

તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારત સરકારનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે જેણે બજારમાં પોઝિટિવ સેન્ટીમેન્ટને બળ આપવા સાથે વપરાશને વેગ આપવા પહેલ કરી છે.

*Amount may vary depending on the location, region & model

Overview of TKM:

Company name

Toyota Kirloskar Motor Private Limited

Equity participation

TMC: 89%, Kirloskar Systems Limited (Mr. Vikram S. Kirloskar): 11%

Number of employees

Approx. 6,500

Land area

Approx. 432 acres (approx.1,700,000 m2)

Building area

74,000 m2

Total Installed Production capacity

Up to 3,10,000 units

 

Overview of TKM 1st Plant:

Established

October 1997 (start of production: December 1999)

Location

Bidadi

Products

Innova, Fortuner manufactured in India.
Vellfire imported as CBU

Installed Production capacity

Up to 1,00,000 units

 

Overview of TKM 2nd Plant:

Start of Production

December 2010

Location

On the site of Toyota Kirloskar Motor Private Limited, Bidadi

Products

Toyota Yaris, Camry Hybrid

Installed Production capacity

Up to 2,10,000 units

 


Related posts

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

ભારતમાં નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી લૉન્ચ થઈ: આકર્ષક ડિઝાઇન અને રંગ સાથે રજૂ થયેલી નવી એક્સક્લૂઝીવ સિટ્રોન કારમાં ગ્રાહકને રોમાંચક અનુભવ અને સંપૂર્ણ આરામ મળશે

Rupesh Dharmik

ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં સ્થાન મેળવ્યું

Rupesh Dharmik

સિટ્રોન ઍ મેડ-ઇન-ઇન્ડિયા નવી સી૩ કાર લોન્ચ કરી

Rupesh Dharmik

સિટ્રોને સુરતમાં “લા મેસન સિટ્રોન” ફિઝિટલ શોરૂમ લોંચ કર્યો, નવી સી3ના પ્રી-બુકિંગનો હવે પ્રારંભ

Rupesh Dharmik

ગ્રુપ લેન્ડમાર્કે ફોક્સક્સવેગનની શ્રેણીની સૌથી લાંબી, નવી વર્ટસ કારનાં 165 યુનિટની વર્ષના સૌથી લાંબા દિવસે ડિલિવરી કરીને વિક્રમ સર્જ્યો

Rupesh Dharmik

Leave a Comment