Republic News India Gujarati
ઓટોમોબાઇલ્સ

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

Grand opening of 'Surat International Auto Expo- 2014' at Sarasana by Chamber of Commerce

  • પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં રૂપિયા ૪.પ૦ લાખથી લઇને રૂપિયા ૪.પ૦ કરોડની કાર અને રૂપિયા ૪૦ હજારથી લઇને રૂપિયા ૪૦ લાખ સુધીની મોટરસાયકલનું પ્રદર્શન
  • ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન આપીએ છીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત દક્ષિણ ગુજરાતમાં ઓટોમોબાઈલનું પ્રોડકશન શરૂ થાય તો ભારતને વિશ્વમાં પ્રથમ હરોળની ત્રણ અર્થવ્યવસ્થામાં લઇ જઇ શકીશું : ચેમ્બર પ્રમુખ રમેશ વઘાસિયા
  • ઓટોમોબાઈલમાં સૌથી વધુ તકો ઈલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રે છે, એક ઈલેકટ્રીક વ્હીકલ બનાવવા માટે ૪,૦૦૦ જેટલા સાધનોની જરૂર હોય છે અને તેના થકી લાખો લોકોને નોકરી મળી શકે છે : iACEના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ
  • ઓટોમોબાઈલ સેકટરનું ભવિષ્ય સ્પીડ અને કમ્ફર્ટ પૂરતું જ મર્યાદિત નથી પણ તે સસ્ટેનેબિલીટી અને સુરક્ષા પર પણ આધારિત છે, આ ઈન્ડસ્ટ્રીમાં મેન્યુફેકચરીંગ અને ડીલરશિપ ક્ષેત્રે ઈનોવેશન અને આંત્રપ્રિન્યોર્સની ભૂમિ સુરતનું મહત્વનું યોગદાન રહયું છે : કાર એન્ડ બાઈક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરા 
  • ઓટો એક્ષ્પોમાં વોલ્વો કંપનીની XC 40 Recharge કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું, જ્યારે હયુન્ડાઇની Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વર્ષે ઓટો એક્ષ્પોની છઠ્ઠુી એડીશન રજૂ કરાઇ છે, જેનો ભવ્ય શુભારંભ થયો છે. આ ઓટો એક્ષ્પોમાં વોલ્વો કંપનીની XC 40 Recharge કારનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે Hyundai Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે.

ઓટો એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, એસઆઇઇસીસી ડોમ, સરસાણા, સુરત ખાતે યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવ અને કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરાએ વિશેષ મહેમાનો તરીકે સ્થાન શોભાવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ સર્વેને આવકાર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં દરેક નાગરિકનો પરચેઝીંગ પાવર વધશે અને તેની સાથે સપ્લાય અને ટ્રેડ વધશે ત્યારે દેશનો ઝડપી વિકાસ થશે. આપણે, ઓટો એક્ષ્પોના માધ્યમથી જીડીપીમાં યોગદાન આપીએ છીએ ત્યારે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓટોમોબાઈલનું પ્રોડકશન અને મેન્યુફેકચરીંગ શરૂ થાય તો ભારતને વિશ્વમાં પ્રથમ હરોળની ત્રણ અર્થવ્યવસ્થામાં લઇ જઇ શકીશું. આ દિશામાં પ્રયાસ કરીશું ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું દેશને વર્ષ ર૦ર૭ સુધીમાં પ ટ્રિલિયન યુએસ ડોલર ઇકોનોમી બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

ચેમ્બર ઓફ કોમર્સે સુરતથી એક્ષ્પોર્ટ વધારવા માટે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત વિઝન હાથ ધર્યુ છે ત્યારે એવી હકીકતો સામે આવી રહી છે કે વિશ્વના જુદા–જુદા દેશો ભારતના એક્ષ્પોર્ટ પોટેન્શિયલ વિશે સંપૂર્ણપણે જાણતા નથી. દુનિયાનું ત્રીજું સૌથી મોટું માર્કેટ ભારતનું છે. ટુ વ્હીલરના વેચાણમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. ઓટોમોબાઇલ સેકટર ભારતની જીડીપીમાં ૭ ટકા યોગદાન આપે છે, જેની સાથે સીધી રીતે ૪ કરોડ લોકો જોડાયેલા છે.

તેમણે જણાવ્યું હતું કે, ભારતમાં બનતી ૭૦ ટકા પેસેન્જર કારની કંપનીઓ ફોરેન અધિકૃત છે, જેને મેક ઇન ઇન્ડિયા કરવાની જરૂર છે. ભારતમાં ૧૦૦૦ લોકો વચ્ચે રર કાર છે. આ આંકડો અમેરિકા અને ચાઇનામાં અનુક્રમે ૯૮૦ અને ૧૬૪ છે. ભારતમાં ઇલેકટ્રીક વ્હીકલના ૭૦થી ૯૦ ટકા સાધનો ચાઇનાથી ઇમ્પોર્ટ થાય છે ત્યારે ભારતમાં ઓટોમોબાઇલ સેકટરને ખૂબ જ આગળ લઇ જવાની સંભાવનાઓ છે.

વધુમાં તેમણે કહયું કે, સુરત શહેર એ ગુજરાતમાં ઓટોમોબાઇલ માટે પ્રથમ ક્રમે આવે છે. ગુજરાત સરકારે ઇલેકટ્રીક વ્હીકલ માટે પોલિસી બનાવી છે. જેમાં ફોર વ્હીલર માટે ર૦ હજાર, થ્રી વ્હીલર માટે ૭૦ હજાર અને ટુ વ્હીલર માટે ૧ લાખ ૧૦ હજાર મળી કુલ ર લાખ ઇલેકટ્રીક વ્હીકલનો ટારગેટ આપવામાં આવ્યો છે. સરકારે રિન્યુએબલ એનર્જીમાં ગ્રીન હાઇડ્રોજનને પ્રાથમિકતા આપી છે ત્યારે લોકોએ પોલ્યુશન નહીં કરતા વાહનોને પસંદ કરી પોલિસીમાં સહયોગ આપવો જોઇએ.

ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ (iACE)ના એકઝીકયુટીવ ડાયરેકટર ઇ. રાજીવે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને મારૂતી સુઝુકી ઈન્ડિયા લિમિટેડના જોઈન્ટ વેન્ચર તરીકે iACEની ગુજરાત રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી)એ ગુજરાતને મેન્યુફેકચરીંગ હબ બનાવવાની વાત કરી હતી. તેને સાર્થક કરવા માટે ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એકસલન્સ દેશની શાળાઓમાં ઓટો એજ્યુકેશનથી લઇને મેન્યુફેકચરીંગ સુધી વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે, જેના પાછળનો મુખ્ય હેતુ દેશની અર્થવ્યવસ્થામાં ઓટો–મોબાઈલ સેકટરનો ફાળો વધારવાનો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઓટો–મોબાઈલમાં સૌથી વધુ તકો ઈલેકટ્રીક વ્હીકલ ક્ષેત્રે છે. કારણ કે, એક ઈલેકટ્રીક વ્હીકલ બનાવવા માટે ૪,૦૦૦ જેટલા સાધનોની જરૂર હોય છે. જેમાં દરેક સાધન માટે એક સારી કંપની બનાવવામાં આવે તો પણ ૪,૦૦૦થી વધુ કંપનીઓની સ્થાપના થઈ શકે તેમ છે અને તેનાથી નિર્માણ થનાર રોજગાર થકી લાખો લોકોને નોકરી મળી શકે છે. ભારતમાં વ્હીકલનો ઉપયોગ ૧પ વર્ષ સુધીનો જ હોય છે, તેના પછી તેના સ્ક્રેપિંગના બિઝનેસમાં પણ ઉદ્યોગકારો માટે અનેક તકો રહેલી છે.

કાર એન્ડ બાઇક ઇન્ડિયાના એડીટર ગિરીશ કારકેરાએ જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ સેકટરનું ભવિષ્ય સ્પીડ અને કમ્ફર્ટ પુરતુ જ મર્યાદિત નથી પણ તે સસ્ટેનેબિલીટી અને સુરક્ષા પર પણ આધારિત છે. હાલમાં હાઈડ્રોએન્જિન્સ અને ઓટોનોમિઝ ટેકનોલોજી ઓટોમોબાઈલ સેકટરમાં સેન્ટર સ્ટેજ પર છે. આ ઈન્ડસ્ટ્રીમાં મેન્યુફેકચરીંગ અને ડીલરશિપ ક્ષેત્રે ઈનોવેશન અને આંત્રપ્રિન્યોર્સની ભૂમિ સુરતનું મહત્વનું યોગદાન રહ્યું છે.

ઓટો એક્ષ્પોના ચેરમેન મેહુલ દેસાઇએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે. આ એક્ષ્પોમાં રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર અને રૂપિયા ૪૦ હજારથી લઇને રૂપિયા ૪૦ લાખ સુધીની મોટર સાયકલનું પ્રદર્શન થઇ રહયું છે. પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો કમ્પોનન્ટ્‌સ, એસેસરીઝ, વર્કશોપ ટુલ્સ એન્ડ ઇકવીપમેન્ટ્‌સ તથા તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં દેશ – વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેઓના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીઝની ૭૦થી વધુ બ્રાન્ડ્‌સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલા, સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪ના કો–ચેરમેનો કનુભાઇ મોદી અને પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ પ્રમુખો, એકઝીબીટર્સ અને ઓટોમોબાઇલ સેકટરની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહયા હતા.


Related posts

ભારતમાં નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી લૉન્ચ થઈ: આકર્ષક ડિઝાઇન અને રંગ સાથે રજૂ થયેલી નવી એક્સક્લૂઝીવ સિટ્રોન કારમાં ગ્રાહકને રોમાંચક અનુભવ અને સંપૂર્ણ આરામ મળશે

Rupesh Dharmik

ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં સ્થાન મેળવ્યું

Rupesh Dharmik

સિટ્રોન ઍ મેડ-ઇન-ઇન્ડિયા નવી સી૩ કાર લોન્ચ કરી

Rupesh Dharmik

સિટ્રોને સુરતમાં “લા મેસન સિટ્રોન” ફિઝિટલ શોરૂમ લોંચ કર્યો, નવી સી3ના પ્રી-બુકિંગનો હવે પ્રારંભ

Rupesh Dharmik

ગ્રુપ લેન્ડમાર્કે ફોક્સક્સવેગનની શ્રેણીની સૌથી લાંબી, નવી વર્ટસ કારનાં 165 યુનિટની વર્ષના સૌથી લાંબા દિવસે ડિલિવરી કરીને વિક્રમ સર્જ્યો

Rupesh Dharmik

બેન્ક ઓફ બરોડા અને ટોયોટા કિર્લોસ્કર મોટરે સાથે મળીને ગ્રાહકો અને વિતરકો માટે ફાઇનાન્સ વિકલ્પો રજૂ કર્યાં

Rupesh Dharmik

Leave a Comment