- ગુજરાતની ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે ‘ઍક જ દિવસમાં ડીલર દ્વારા વેચવામાં આવેલા મહત્તમ સિંગલ મોડલ ફોક્સવેગન વાહનો’ માટે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં રેકોર્ડ નોંધાવ્યો છે
- કંપનીની ડીલરશીપ પર ફોક્સવેગન વર્ટસ ની ડિલિવરી વર્ષના સૌથી લાંબા દિવસથી શરૂ થઈ હતી
- સમગ્ર ગુજરાતમાં 24 કલાકના સમયગાળા દરમિયાન સેડાનની ડિલિવરી સાથે રેકોર્ડ સ્થાપિત થયો હતો
સુરત (ગુજરાત): ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્કની ફોક્સવેગન ડીલરશીપ્સે ભારત અને ઍશિયામાં ઈતિહાસ રચ્યો છે. ‘ડીલર દ્વારા ઍક જ દિવસમાં વેચવામાં આવેલા મહત્તમ સિંગલ મોડલ ફોક્સવેગન વાહનો’ માટે કંપનીનું નામ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ (IBR) અને ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ (ABR) માં નોંધાયું છે. આજે અહીં યોજાયેલા ઍક સમારોહમાં IBR અને ABRના અધિકારીયોઍ ગ્રુપ લેન્ડમાર્કના મેનેજિંગ ડિરેક્ટર ગરિમા મિશ્રાને આ રેકોર્ડ માટે પ્રમાણપત્રો આપ્યાં હતા અને કંપનીનું સન્માન કરવામાં આવ્યું હતું.
ગ્રુપ લેન્ડમાર્કની ફોક્સવેગન ડીલરશીપ્સ દ્વારા ગયા મહિને સમગ્ર ભારતમાં નવી ફોક્સવેગન વર્ટસ ની ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. ડિલિવરીના પ્રથમ દિવસે 21મી જૂને, કંપનીઍ સમગ્ર ગુજરાતમાં સેડાનના 165 યુનીટોની ડિલિવરી કરી હતી અને આ રીતે તેનું નામ ઇતિહાસની બુકમાં નોંધાયું છે. ભારતમાં બનેલી ફોક્સવેગન વર્ટસ સેડાન MQB A0 IN પ્લેટફોર્મ પર આધારિત છે અને તે 95% સુધી સ્થાનિકરણ સાથે તૈયાર કરવામાં આવી છે.
આ શાનદાર અને ભવ્ય સિદ્ધિ અંગે ગ્રૂપ લેન્ડમાર્કના ચેરમેન અને સ્થાપક સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, ‘‘અમે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી આ સન્માન પ્રાપ્ત કરીને ખૂબ જ પ્રસન્ન અને રોમાંચિત છીઍ. આ નવો રેકોર્ડ ઍ માત્ર ગ્રૂપ લેન્ડમાર્કના વિસ્તૃત નેટવર્કનો જ નહીં પણ આનંદદાયક ગ્રાહક બ્રાન્ડના વચનોનો અનુભવ કરે છે અને તેનું વિતરણ કરવા માટે પ્રતિબધ્ધ છે, તેનું પ્રમાણપત્ર છે. આ સિદ્ધિ નવી ફોક્સવેગન સેડાનને ગેટ ગોથી પ્રાપ્ત થયેલી ઉચ્ચસ્તરીય માંગને દર્શાવવા માટે પણ કામ કરે છે.’’ તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘‘જેમ જેમ આપણે આગળ વધીઍ છીઍ તેમ તેમ, અમારા ગ્રાહકો ખાતરી કરી શકે છે કે ગ્રૂપ લેન્ડમાર્ક તેમની કાર-ખરીદીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રીમિયર વન-સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે કાર્યરત રહેશે.’’
ગ્રૂપ લેન્ડમાર્કના મેનેજિંગ ડિરેક્ટર ગરિમા મિશ્રાઍ જણાવ્યું હતું કે, ‘‘અમને વિશ્વાસ હતો કે, બજારમાં ફોક્સવેગન વર્ટસ ગ્રાહકોને ગમશે અને તેની સફળતા નક્કી જ છે, આ સાથે જ સેડાન માટે અમને મળેલા વિશાળ અને જબરજસ્ત પ્રતિસાદથી તે સાબિત પણ થયું છે. ગ્રૂપ લેન્ડમાર્કનું નામ હવે ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયું છે, જે હકીકતમાં ઍક ગૌરવપૂર્ણ સન્માન છે.’’
ફોક્સવેગન વર્ટસ ની લંબાઈ 4,561 mm છે અને તે દેશમાં પ્રીમિયમ મિડસાઈઝ સેગમેન્ટમાં સૌથી લાંબી કાર છે. સેડાન બે ટર્બોચાર્જ્ડ પેટ્રોલ ઍન્જિન ઍક્ટિવ સિલિન્ડર મેનેજમેન્ટ ટેકનોલોજી (ACT) સાથે 1.5-લિટર TSI EVO ઍન્જિન અને 1.0-લિટર TSI ઍન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
1.0-લિટર મોટર બેલ્ટ 115 PS (85 kw) નો મહત્તમ પાવર આઉટપુટ અને 178 Nm નો પીક ટોર્ક આપે છે. જ્યારે 1.5-લિટર મોટર 150 PS (110 kw) નું પીક પાવર આઉટપુટ અને 250 Nm નો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. ફોક્સવેગન સ્ટાન્ડર્ડ તરીકે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે બંને ઍન્જિન વિકલ્પો પ્રદાન કરે છે, જેમાં વધારાના ટ્રાન્સમિશન વિકલ્પોમાં 1.0-લિટર ઍન્જિન-સંચાલિત મોડેલ માટે 6-સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટર અને 1.5-લિટર મોટર દ્વારા સંચાલિત મોડેલ માટે 7-સ્પીડ DSG ટ્રાન્સમિશન વિકલ્પનો સમાવેશ થાય છે.
વધુ વિગત માટે વિઝિટ કરો : www.grouplandmark.in