Republic News India Gujarati
હેલ્થ એન્ડ બ્યૂટી

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

A free mega medical camp was organized by RK HIV AIDS Research and Care Center in Kukarmunda taluka of Tapi district.

તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિકલ સેલ, એનિમિયા, ટીબી અને અન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. કુકરમુંડા તાલુકામાં આયોજિત ફ્રી મેડિકલ કેમ્પમાં દર્દીઓને જરૂરી દવાઓ આપીને વિનામૂલ્યે લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરના પ્રમુખ ડૉ. ધર્મેન્દ્ર કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આર્થિક રીતે પછાત અને ટીબીના દર્દીઓને પોષણશ્રમ કીટ અને દિવ્યાંગોને વ્હીલચેર તેમજ આંખની તપાસ અને ચશ્માનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સંસ્થા દ્વારા માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના ખૂણે ખૂણે જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડવાની જવાબદારી નું બીડું લીધું છે. તેના દરેક કામને લોકો તરફથી હંમેશા સારો પ્રતિસાદ મળે છે. તેથી તે લોકસેવાના નવા માર્ગ તરફ આગળ વધી રહ્યો છે.


Related posts

એએસજી આઈ હોસ્પિટલ, સુરત દ્વારા સ્ક્વિન્ટ (ત્રાંસી આંખ/ભેંગાપણું) અને સમયસર નિષ્ણાત સારવારના મહત્વ અંગે જાગૃતિ

Rupesh Dharmik

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

Rupesh Dharmik

Best Orthopedic Doctor in Dindoli – Dr. Abhishek Yadav ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિશ્વાસનું નામ

Rupesh Dharmik

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Rupesh Dharmik

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

Rupesh Dharmik

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

Rupesh Dharmik

Leave a Comment