Republic News India Gujarati
એન્ટરટેઇન્મેન્ટગુજરાતસુરત

સુરતમાં સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગના આયોજનને લઈ પેરાઇઝો ક્લબ ખાતે ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ


9 મી થી 12 ફેબ્રુઆરી સુધી યોજાનાર લીગમાં દેશભરમાંથી મોડેલ, એક્ટ્રેસ, બ્લોગર્સ સહિતના કલાકારો ભાગ લેશે

સુરત : સુરતના આંગણે આગમી ફેબ્રુઆરી મહિનામાં દેશભરના મોડેલ, આર્ટિસ્ટ, એક્ટ્રેસ અને બ્લોગર્સનો મેળાવડો જામશે, કારણ કે સુરતના આંગણે સતત બીજા વર્ષે એન. ટાઇગર પ્રોડેકશન અને પીટી ફિલ્મ્સ દ્વારા સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ફેબ્રુઆરીમાં યોજાનાર આ લીગની આજ રોજ દાંડી રોડના પેરાઇઝો ક્લબ ખાતે કોવીડ ગાઇડલાઇન્સની સાથે ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં અનેક કલાકારો અને નામાંકિત લોકોએ ભાગ લીધો હતો.
લીગમાં આયોજક એવા એન. ટાઇગર પ્રોડક્શનના નસલી બેસાનીયા અને પીટી ફિલ્મ્સના પ્રવેશ ઠાકોરે આ અંગે માહિતી આપતા જણાવ્યુ હતું કે આપણા દેશમાં ક્રિકેટની રમત પ્રત્યે ભારે આકર્ષણ છે, ત્યારે ક્રિકેટના બદલતા સ્વરૂપ આ રમતને વધુ રોમાંચક બનાવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મહાનગરોમાં બોક્સ ક્રિકેટ એ ઘેલું લગાડયું છે. ત્યારે સુરત બોક્સ ક્રિકેટને મળી રહેલી સફળતાને જોઈને સતત બીજા વર્ષે સુરત ખાતે સુરત સેલિબ્રિટી બોક્સ ક્રિકેટ લીગનું આયોજન 9 મી ફેબ્રુઆરી થી 12 મી ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે જેમાં કોવીડ ગાઇડલાઇન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ પહેલા આજરોજ લીગની ભવ્ય લોન્ચિંગ સેરેમની યોજાઈ હતી, જેમાં લીગમાં ભાગ લેનાર સહિતની અનેક સેલિબ્રિટી હજાર રહી હતી. લીગ માટે આગામી 10મી જાન્યુઆરીના રોજ ટીમ સિલેકશન યોજાશે. આ ઇવેન્ટમાં દેશભરમાંથી મોડેલ, એક્ટ્રેસ, આર્ટિસ્ટ, બ્લોગર્સ સહિત 150થી વધુ નામાંકિત કલાકારો અને વિશેષ વ્યક્તિઓ ભાગ લેશે. બોક્સ ક્રિકેટ લીગનું સંપૂર્ણ આયોજન દાંડી રોડ ખાતેના પેરાઇઝો ક્લબ ખાતે થશે. આ આયોજનમાં પ્રાયોજક તરીકે જૈન એસ્ટેટ ગ્રુપના જય જૈન છે.


Related posts

માધુરી હાથીની વાંતારા ખાતે સારવાર પૂર્ણ, એક વર્ષથી વધુ સમયની વિશેષ સારવાર અને સ્વસ્થતા બાદ મહારાષ્ટ્ર પરત ફરશે

Rupesh Dharmik

લંડનમાં શૂટ થયેલી ગુજરાતી ફિલ્મ “લાયક નાલાયક”નું ટીઝર, ટ્રેલર, પોસ્ટર અને સંગીત ભવ્ય સમારોહમાં લોન્ચ

Rupesh Dharmik

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

વન સિનેમાઝ, મુકતા A2 સિનેમાઝ દ્વારા સંચાલિત મહેસાણામાં લક્ઝરી મલ્ટિપ્લેક્સનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

Leave a Comment