સુરત: સુરતમાં આગામી તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમેનો મળી બિઝનેસ બાબતે ચર્ચાઓ કરશે.
સુરતમાં આગામી તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ક્ષેત્રના બિઝનેસમેનો મળી બિઝનેસ બાબતે ચર્ચાઓ કરશે…આ બે દિવસીય એક્સપો હેપીનેસ બેન્કવેટ હોલ, પુણા કેનાલ રોડ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. સુરતમાં યોજાનાર એક્સ્પો વિષે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી. જેમાં આકાશ વઘાસીયા દ્વારા માહિતી આપતા જણાવાયું હતું કે , આ એક્સ્પોમાં જ્વેલરી , ઓટો મોબાઇલ, ફૂડ પ્રોડક્ટ, ટ્રાવેલિંગ સહિત અલગ અલગ કેટેગરીના બિઝનેસના કુલ 155 જેટલા સ્ટોલ મૂકવામાં આવશે તેમજ આ બિઝનેસ એક્સપોમાં વિઝીટર્સ માટે એન્ટ્રી તદ્દન નિશુલ્ક છે અને જે લોકો પોતાના બિઝનેસનો ગ્રોથ કરવા માંગતા હોય તેમ જ તેમના બિઝનેસ બાબતે કોઈ તકલીફ હોય તેવા લોકો આ એક્સપોની વિઝીટ કરી શકે છે..અહીં લોકોને જુદા જુદા કેટેગરીના બિઝનેસનું નોલેજ પણ મળશે અને નવી તક સાથે રોજગારીનું પણ સર્જન થશે.
આ બે દિવસીય એક્સપોમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે જેમાં જાણીતા બિઝનેસ મેનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સાથે મશહુર સ્ટાર્ટઅપ એન્ડ બિઝનેસ શો શાર્ક ટેન્ક ના પાર્ટિસિપેટ્સ પણ આ ભવ્ય એક્સપોની મુલાકાત લેવાના છે. આ એક્સપોમાં દસ એવા બિઝનેસમેન છે જેઓએ ઝીરો ટુ હીરો સુધીની સફર ખેડી છે આ તમામ બિઝનેસમેનોને એવોર્ડ થી સન્માનિત પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ એક્સપોનું ઉદ્ઘાટન ભારત સરકારના મંત્રી મનસુખ માંડવીયાના હસ્તે વર્ચ્યુઅલી થવાનું છે.