Republic News India Gujarati
બિઝનેસસુરત

‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ને બાયર્સનો બહોળો પ્રતિસાદ


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ને બાયર્સનો બહોળો પ્રતિસાદ મળી રહયો છે.

ગઇકાલે ભારત સરકારના વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે સીટેક્ષ એક્ષ્પોનો ભવ્ય શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે જ ૬૧રપ બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી હતી. દરમ્યાન આજ રોજ ૯ હજારથી વધુ બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી હતી. કોવિડ– ૧૯ની વિપરીત પરિસ્થિતિમાં પણ બે દિવસ દરમ્યાન ૧પ હજારથી વધુ બાયર્સે વિઝીટ કરતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળવાની આશા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે લોકડાઉન બાદ ધીરે ધીરે શરૂ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ હવે ગતિ પકડી છે. એવામાં ગુજરાતભરમાં ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એકઝીબીશન પહેલું ફિઝીકલ એકઝીબીશન છે, જેમાં ૧૧૦ વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. આથી દેશના વિવિધ ખૂણામાંથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો નવી અદ્યતન મશીનરીઓની જાણકારી મેળવવા માટે સીટેક્ષની મુલાકાત લઇ રહયાં છે.

સીટેક્ષ પ્રદર્શનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી મશીનરી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે જ સુરતમાં બનેલા ઇન્ડીજિનીયસ નીડલ લૂમ્સ મશીન, ઇન્ડીજિનીયસ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, ટેરી નીટિંગ મશીન અને એક હજાર આરપીએમ પર ચાલતું એરજેટ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ

Rupesh Dharmik

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

Rupesh Dharmik

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

Leave a Comment