Republic News India Gujarati
બિઝનેસસુરત

‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ને બાયર્સનો બહોળો પ્રતિસાદ


ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’ને બાયર્સનો બહોળો પ્રતિસાદ મળી રહયો છે.

ગઇકાલે ભારત સરકારના વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે સીટેક્ષ એક્ષ્પોનો ભવ્ય શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે જ ૬૧રપ બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી હતી. દરમ્યાન આજ રોજ ૯ હજારથી વધુ બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી હતી. કોવિડ– ૧૯ની વિપરીત પરિસ્થિતિમાં પણ બે દિવસ દરમ્યાન ૧પ હજારથી વધુ બાયર્સે વિઝીટ કરતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળવાની આશા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે લોકડાઉન બાદ ધીરે ધીરે શરૂ થયેલી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ હવે ગતિ પકડી છે. એવામાં ગુજરાતભરમાં ચેમ્બર દ્વારા આયોજિત સીટેક્ષ એકઝીબીશન પહેલું ફિઝીકલ એકઝીબીશન છે, જેમાં ૧૧૦ વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. આથી દેશના વિવિધ ખૂણામાંથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારો નવી અદ્યતન મશીનરીઓની જાણકારી મેળવવા માટે સીટેક્ષની મુલાકાત લઇ રહયાં છે.

સીટેક્ષ પ્રદર્શનમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી મશીનરી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. સાથે જ સુરતમાં બનેલા ઇન્ડીજિનીયસ નીડલ લૂમ્સ મશીન, ઇન્ડીજિનીયસ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, ટેરી નીટિંગ મશીન અને એક હજાર આરપીએમ પર ચાલતું એરજેટ મશીન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.


Related posts

એક રૂમથી શરૂ થયેલી સુગંધની સફર હવે 10 રાજ્યો સુધી, Sagar Perfumeનું વિસ્તરણ સતત જારી

Rupesh Dharmik

MICA અને IGNCAએ સાંસ્કૃતિક વારસા અને વ્યૂહાત્મક સંચાર વચ્ચે સેતુ રચવા માટે હાથ મિલાવ્યા

Rupesh Dharmik

AI-સક્ષમ માર્કેટિંગ લીડર્સની આગામી પેઢી તૈયાર કરવા માટે MICA અને Komerz વચ્ચે ભાગીદારી

Rupesh Dharmik

જયપુર સ્થિત EV ચાર્જિંગ સ્ટાર્ટઅપ ChargeJet એ એપ-ફ્રી ચાર્જિંગ ફીચર લોન્ચ કર્યું, જેનાથી ડ્રાઇવરો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના તરત જ સ્કેન, ચૂકવણી અને ચાર્જ કરી શકે છે.

Rupesh Dharmik

બ્રિજ ગ્રુપને મળ્યું પ્રતિષ્ઠિત ‘ ગુજરાતના અગ્રણી અને વિશ્વસનીય ડેવલપર’ સન્માન

Rupesh Dharmik

ડેનવરે બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાન સાથે “Denver Intense EDP” લોન્ચ કર્યું

Rupesh Dharmik

Leave a Comment