નાણાં મંત્રી દ્વારા રજૂ કરાયેલું બજેટ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટની દૃષ્ટિએ આવકારદાયક : ચેમ્બર
સંરક્ષણ ક્ષેત્રે આર એન્ડ ડી ઓપન કરવાથી સુરતના મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે: ચેમ્બર પ્રમુખ આશીષ ગુજરાતી કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપરની સાડા સાત ટકા કસ્ટમ ડયૂટી ઘટાડીને પાંચ ટકા કરાઇ, તદુપરાંત સ્ટોન ડાયમંડના આયાત ઉપરની ૧ર ટકા કસ્ટમ ડયૂટીને હટાવી દેવામાં આવતા નાના કારખાનેદારોને લાભ થશે સુરત: ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવાર, તા .૧ ફેબ્રુઆરી ર૦રર ના રોજ વર્ષ ર૦રર–ર૩ નું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીની દૃષ્ટિએ એકંદરે સારું ગણાવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, નાણાં મંત્રી દ્વારા બજેટમાં ડિજીટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે, જે આવકારદાયક બાબત છે. તેમણે સંરક્ષણ ક્ષેત્રે સંરક્ષણ પ્રાપ્તિનો ૬૮ ટકા મૂડી રોકાણ દેશની સ્થાનિક કંપનીઓ માટે રહેશે તેવી બજેટમાં જાહેરાત કરી છે. આથી આ ક્ષેત્રે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓપન કરવાથી સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મેન મેઇડ ફાયબર અને ટેકનીકલ ટેકસટાઇલને ઘણો મોટો ફાયદો થશે. આ ઉપરાંત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે મેન મેઇડ ફાયબર માટેની બેઝીક રો – મટિરિયલ એમ.ઇ.જી.પી.ટી.એ. ઉપર કસ્ટમ ડયૂટી ઘટાડી છે, જે આવકારદાયક છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડના આયાત ઉપર સાડા સાત ટકાની કસ્ટમ ડયૂટી ઘટાડીને અઢી ટકા કરવાની ઇન્ડસ્ટ્રી દ્વારા માંગ કરવામાં...

