જિલ્લા કલેક્ટીરશ્રી આર.આર.રાવલના સંવેદનશીલ નિર્ણયથી ૧૦ વર્ષના પીડિત બાળકને મળી મોટી રાહત
વલસાડઃ વલસાડ જિલ્લાની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિળટલ ખાતે આર્યન રાકેશભાઈ કનોજીયા, ઉંમર વર્ષ ૧૦, રહેવાસી અબ્રામા વલસાડની સારવાર ૮૫ હજારના મોંઘા હિમોફિલિયાના ફેક્ટપર ૭ ના એક ઇન્જેોકશન એવા કુલ ૪ ઇન્જે્કશન મળી કુલ રૂ. ૩.૪૦ લાખના ઇન્જેોકશન મફતમાં પૂરા પાડીને સારવાર કરવામાં આવી છે.
આ કિસ્સા૪માં વિગતવાર જણાવીએ તો આર્યનનું સિવિલ હોસ્પિરટલ વલસાડ ખાતે હિમોફિલિયાના દર્દી તરીકે નિદાન થયું હતું. ત્યાંર બાદ તે રેગ્યુનલર સારવાર માટે અત્રે આવે છે. પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે લક્ષણો જણાતાં સુરત અને ત્યાાર બાદ કે.એમ.હોસ્પિદટલ મુંબઇ ખાતે તપાસ કરતાં તેનું નિદાન થયું હતું. આર્યનને લોહી બંધ ન થવાની તકલીફ વધુ હોવાથી તે અવાર-નવાર ફેકટર-૮ લેવા માટે વલસાડ સિવિલ હોસ્પિયટલ ખાતે આવતો હતો. અને તેની ફેકટર-૮ ની જરૂરિયાત પણ વધતી જતી હોય તે મહિનામાં આશરે ત્રણ વખત હોસ્પિમટલ ખાતે સારવાર માટે દાખલ થતો હતો. જેથી વલસાડ સિવિલ હોસ્પિતટલના બાળરોગ વિભાગના એચ.ઓ.ડી. ડો. નિલમ શાહ અને તેની ટીમે તેને ઇન્હીુબીટર ટેસ્ટન કરવા માટે જણાવ્યુંો હતું. કારણ કે તે ફેકટર ૮ થી રેજીસ્ટા થઇ ગયો હતો. સુરત હિમોફિલિયા સોસાયટીની મદદથી ગત દિવાળીની આસપાસ ઇન્હીુબીટર ટેસ્ટન કરાવતા તેના રિપોર્ટ મુજબ તેને ફેક્ટજર-૭ની જરૂરિયાત જણાઇ હતી. તે સમયે તેનો દાંત નીકળી જતા ખૂબ જ લોહી નીકળતું હોવાથી તેને સુરત ખાતે ફેક્ટ ર ૭ સુરત હિમોફિલિયા સોસાયટીની મદદથી મેળવ્યું હતું. સુરત હિમિોફિલિયા સોસાયટી તરફથી ફેક્ટખર ૭ વલસાડ સિવિલ હોસ્પિિટલ ખાતેથી મળી રહે તે માટે તબીબી અધિક્ષકને રજુઆત આવી હતી. જે સંદર્ભે તબીબી અધિક્ષક વલસાડ દ્વારા વલસાડ સિવિલ હોસ્પિયટલ ખાતે આ સુવિધા ઉપલબ્ધક કરાવવા માટે વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર.આર.રાવલને વિનંતી કરવામાં આવતાં સંવેદનશીલ કલેક્ટસરશ્રી રાવલ દ્વારા એક પળનો પણ વિલંબ કર્યા વિના તાત્કા્લિક આ બાળકની અત્રે જ સારવાર હાથ ધરવા અને સારવાર ખર્ચના રોજના ૮૫ હજાર રૂપિયાના એક એવા ચાર ઇન્જેાકશનના કુલ રૂ.૩.૪૦લાખના ખર્ચની મંજુરી આપવામાં આવી હતી. આ પીડિત બાળક અને તેના પરિવારને મોટી રાહત મળી છે. આટલા મોંઘા ઇન્જે૩કશનની સારવાર મફતમાં સિવિલ હોસ્પિ ટલ ખાતે પૂરા પાડવામાં આવતાં હિમોફિલિયાના દર્દીઓમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. આમ, વલસાડ સિવિલ હોસ્પિપટલની સરાહનીય કામગીરી તેમજ વલસાડ કલેક્ટઓરના સંવેદનશીલ નિર્ણયથી ૧૦ વર્ષના પીડિત બાળકને મોટી રાહત મળી છે.