Republic News India Gujarati
બિઝનેસ

ગોલ્ડી સોલાર ઓલમ્પિક વિજેતા ભારતીય ખેલાડીઓના ઘરોને સોલરાઇઝ કરશે


સુરત, ગુજરાત, 06 ઓગસ્ટ, 2024: ભારતમાં ગુણવત્તા પ્રત્યે સૌથી સચેટ બ્રાન્ડ ગોલ્ડી સોલારે ભારતના ઓલમ્પિક મેડાલિસ્ટને સન્માનિત કરવા એક વિશિષ્ટ પહેલની જાહેરાત કરી છે. પેરિસ ઓલમ્પિક 2024માં નોંધપાત્ર સફળતા હાંસલ કરનાર ભારતીય ખેલાડીઓના સન્માનમાં ગોલ્ડી સોલાર ભારતના દરેક ઓલમ્પિક વિજેતા ખેલાડીના ઘરને સોલરાઇઝ કરશે, જેથી તેમના અને પરિવારજનો માટે ઉજ્જવળ અને વધુ ટકાઉ ભાવિ સુનિશ્ચિત કરી શકાય.

આ પહેલ દ્વારા ગોલ્ડી સોલારનો ઉદ્દેશ્ય વૈશ્વિક મંચ ઉપર વિજય મેળવીને દેશને ગૌરવ અપાવનાર ખેલાડીઓની ઉજવણી કરવાનો છે. ખેલાડીઓ પ્રત્યે આદર વ્યક્ત કરતાં ગોલ્ડી સોલાર આ ખેલાડીઓને અદ્યતન સોલર પેનલ સિસ્ટમથી સજ્જ કરશે, જેનાથી તેમને સ્વચ્છ ઉર્જા મળશે તથા આગામી વર્ષોમાં વીજળી બીલોમાં નોંધપાત્ર ઘટાડો થશે.

ગોલ્ડી સોલારના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન ઇશ્વર ધોળકીયાએ જણાવ્યું હતું કે, અમે આપણા ખેલાડીઓ ઉપર ખૂબજ ગર્વ છે કે જેમણે પોતાની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાની સાથે-સાથે આપણા દેશને ગૌરવ અપાવ્યું છે. તેમને સોલર એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરીને અમે આપણા દેશની સફળતામાં તેમના યોગદાનને સપોર્ટ કરીએ છીએ. આ પહેલ સ્વચ્છ અને હરિયાળા ભારત પ્રત્યેની અમારી કટીબદ્ધતાને અનુરૂપ છે તેમજ તમામ નાગરિકોને સપોર્ટ કરવાની અમારી અમારી કટીબદ્ધતા દર્શાવે છે ભલે કે ખેલાડીઓ હોય, આપણા સંરક્ષણ દળોના સદસ્ય હોય કે પછી કલાકારો હોય. આપણે નેટ ઝિરો લક્ષ્ય તરફ આગળ વધી રહ્યાં છીએ ત્યારે આપણને બધાને પ્રેરણા આપનાર લોકો સાથે અમે આ સફરનો ગહિસ્સો બનવામાં ગર્વ કરીએ છીએ.

ગોલ્ડી સોલારની પહેલ ટકાઉ ભવિષ્ય અને ભારતને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરતાં લોકોને સપોર્ટ કરવાની તેની અતૂટ કટીબદ્ધતા દર્શાવે છે. સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપીને ગોલ્ડી સોલાર દેશના નેટ ઝિરો લક્ષ્યની પ્રગતિમાં અને હરિયાળા રાષ્ટ્રની રચનામાં નોંધપાત્ર ભૂમિકા નિભાવી રહ્યું છે. આ પહેલ સમાજમાં યોગદાન આપવા અને વ્યવસાયના ક્ષેત્રોની બહારના લોકોના જીવનમાં અર્થપૂર્ણ તફાવત લાવવાના કંપનીના સિદ્ધાંતો પર પણ ભાર મૂકે છે.

ગોલ્ડી સોલારે ડિસેમ્બર 2024માં ઉત્તરકાશીમાં 17 દિવસ સુધી ફસાયેલા 41 વ્યક્તિઓના ઘરોને સોલરાઇઝ કર્યાં હતાં. ગોલ્ડી સોલાર વંચિત સમુદાયોને મદદ કરવા અને તેમની સુખાકારીમાં વધારો કરવા માટે કટીબદ્ધ છે. સમુદાયોના ઉત્કર્ષનેલક્ષ્યમાંરાખતાંકંપની લાંબા સમયથી તેની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર)પહેલ દ્વારા કાર્યરત છે. શિક્ષણ,કૌશલ્ય વિકાસ અને ટકાઉ જીવન પર ધ્યાન કેન્દ્રિત કરતા વિવિધ કાર્યક્રમો દ્વારાગોલ્ડી સોલારે સમગ્ર ભારતમાં અસંખ્ય લોકોને સશક્ત કર્યાં છે.


Related posts

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

Rupesh Dharmik

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

Rupesh Dharmik

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

Leave a Comment