Republic News India Gujarati
ફૂડ

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે


  • ગુજરાતી ફૂડ ઉપરાંત પંજાબી, ચાઈનીઝ અને સાઉથ ઇન્ડિયન ફૂડની વિશાળ વેરાયટી પણ હવે શરૂ : ફરવા ગયેલા ગુજરાતીઓની જમવાની ચિંતા હવે નહિ રહે, અહીં જેવું જ પ્યોર વેજ અને હાઇજેનિક ટેસ્ટી ફૂડ મળી રહેશે
  • રેસ્ટોરેન્ટના સંચાલક એવા રાજકોટના ઉમેશભાઈ લાગણીભેર ભોજન કરાવે છે, ઉપરાંત હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ એટલે ટનાટન… આ રેસ્ટોરેન્ટ વર્લ્ડ ફેમસ વોકિંગ સ્ટ્રીટ નજીક આવેલું છે. હવે આ રેસ્ટોરેન્ટ 24×7 ખુલ્લું રહેશે. ઉપરાંત ત્યાં ગુજરાતીની સાથે પંજાબી,ચાઈનીઝ, સાઉથ ઇન્ડિયન અને જૈન ફૂડ પણ મળી રહેશે.

આ રેસ્ટોરેન્ટનું સંચાલન ઉમેશભાઈ સાંભળે છે. જેઓ માય હોલીડે મૂળ ટુર એન્ડ ટ્રાવેલ્સ- થાઇલેન્ડના માલિક છે અને રાજકોટના છે. અગાઉ આ રેસ્ટોરેન્ટ બપોરે 12થી રાત્રીના 12 વાગ્યા સુધી જ ખુલ્લું રહેતું હતું અને ગુજરાતી જ જમવાનું મળતું હતું. પણ ગુજરાતીઓની લાગણીને માન આપી હવે તેઓએ રેસ્ટોરેન્ટ 24 ×7 ખુલ્લું મૂક્યું છે. ઉપરાંત તેઓએ ટેસ્ટી ફૂડની વિશાળ વેરાયટી પણ ઉપલબ્ધ કરી છે. જેથી ત્યાં ફરવા જતા ગુજરાતીઓ ગમે ત્યારે ભોજનનો આનંદ માણી શકે. ઉમેશભાઈ અહીં રેસ્ટોરેન્ટમાં હાઇજિન, શુદ્ધતા અને સ્વાદનું સંપૂર્ણ પણે ધ્યાન રાખી ગ્રાહકોને લાગણીસભર ભોજન કરાવે છે. તેઓ દ્વારા ઓર્ડર ઉપર ફૂડ ડિલિવરી પણ કરી આપવામાં આવે છે.

વધુમાં ઉમેશભાઈ છેક ગુજરાતથી પરદેશમાં આવતા પ્રવાસીઓને મદદરૂપ થવા માટે પોતે જ હોટેલ બુકીંગ, એરપોર્ટ ટ્રાન્સફર, સાઇટ સીઇંગ, કોરલ આઇલેન્ડ ટુર સહિતની સેવા પણ આપે છે. ઉપરાંત તેઓ વર્ષોથી ત્યાં જ સ્થાયી થયા હોય, ગુજરાતીઓને જરૂર પડે ત્યાં મદદરૂપ પણ થાય છે. તો એક વખત ટનાટન ઇન્ડિયન રેસ્ટોરેન્ટની મહેમાનગતિ જરૂર માણજો.

ગુજરાતી મેનુ

સેવ ટમેટા સબ્ઝી, ગાંઠિયા સબ્ઝી, ડુંગળી સબ્ઝી, ડુંગળી ગાંઠિયા સબ્ઝી, મૂંગ મસાલા સબ્ઝી, દેશી ચણા, ઓળો, ભરેલા રીંગણા, ભીંડી મસાલા, રીંગણા બટાકા, રસાવાળા બટાકા, લસણીયા બટાકા, મિક્સ વેજીટેબલ, દહીં તિખારી, આલુ પાલક, સૂકી ભાજી,આલુ જીરા….

પંજાબી મેનુ

પનીર લબાબદાર, પનીર કડાઈ, પનીર તુફાની, પનીર ટિક્કા મસાલા, પનીર ભુર્જી, પનીર મટર, કાજુ પનીર, હરા ભરા કબાબ, વેજ કડાઈ, વેજ તુફાની, કાજુ કરી, પાલક પનીર, સ્વીટ કોર્ન પનીર, પનીર ચણા મસાલા…

રોટલી

તંદૂરી રોટી, નાન, કુલચા, લચ્છા પરાઠા, ફુલકા રોટી, તવા રોટલી, સ્વામિનારાયણ રોટલી, બાજરાનો રોટલો, ભાખરી, મેથી થેપલા, પરોઠા, પુરી….

સાઉથ ઇન્ડિયન

ઈડલી સાંભાર, મેંદુ વડા, મસાલા ઢોસા, મૈસુર મસાલા, સાદા ઢોસા, ચીઝ ઢોસા, રવા મસાલા ઢોસા, ટામેટા ઉત્તપમ, ડુંગળી ઉત્તપમ…

નાસ્તો

ઈડલી સાંભાર, મેંદુ વડા, ફાફડા ગાઠીયા, જલેબી, મેથીના ભજીયા,

ડુંગળીના ભજીયા, પનીર પકોડા, બટાકા વડા, આલુ પરાઠા, તવા પરાઠા, થેપલા, દહીં, લસણ ચટણી, બટાકા પૌવા, ભજીયા, ઇદડા, બ્રેડ પકોડા, પુરી સુકીભાજી, છોલે ભટુરે…

સ્વીટ

ગુલાબ જાંબુ, ગાજરનો હલવો, ડ્રાયફ્રુટ્સ શીરો, મોહનથાળ, કેરીનો ૨સ, રસગુલ્લા…

ડ્રિન્ક્સ

ચા, કોફી, લસ્સી- મીઠી/ખારી, મેંગો લસ્સી, સોફ્ટ ડ્રિંક્સ, લેમન સોડા…

ટનાટન ઇન્ડિયન રેસ્ટોરન્ટ

વોકિંગ સ્ટ્રીટ પાસે,

સાઉથ પટ્ટાયા, થાઇલેન્ડ

+66969622030

+66944490501

ગુગલમેપ

maps.app.goo.gl/yGGjzgQaFKXCobqk7  


Related posts

હલ્દીરામ રેસ્ટોરન્ટે સુરતના મધ્યમાં તેનું વિસ્તરણ કરશે

Rupesh Dharmik

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ આરોગ્યપ્રદ ફુડ પ્રોડક્ટ્સની શ્રેણી રજૂ કરી

Rupesh Dharmik

સુરતી યુવાનની સર્જનશીલતાએ હોમ કુકને બનાવ્યા આત્મનિર્ભર

Rupesh Dharmik

Leave a Comment