Republic News India Gujarati
ફૂડબિઝનેસ

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ આરોગ્યપ્રદ ફુડ પ્રોડક્ટ્સની શ્રેણી રજૂ કરી


Mustin India LLP launches healthy range of food products

દરરોજના નાસ્તાને આરોગ્યપ્રદ બનાવવા માટે મસ્ટઇન કટીબદ્ધ

સુરત : મસ્ટઇન ઇન્ડિયા એલએલપીએ સીડ્સ, નટ્સ અને સ્પ્રેડ્સની વિશાળ શ્રેણી સાથે આરોગ્યપ્રદ સ્નેક્સ લોન્ચ કર્યાં છે. આ પ્રોડક્ટ્સ ઉદ્યોગમાં પોતાના પ્રકારની પ્રથમ છે, જે વિવિધ ફ્લેવર્સમાં પીનટ બટર, હેઝલનટ સ્પ્રેડ્સ, ફ્લેવર્ડ નટ્સ (કાજૂ અને બદામ) તથા રો અને રોસ્ટેડ સ્વરૂપે વોટરમેલન, ચિયા, પમ્પકિન અને સનફ્લાવર સીડ્સની વિશાળ શ્રેણી ઓફર કરે છે.

Mustin India LLP launches healthy range of food products

લોકડાઉનમાં મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના પાર્ટનર્સ શશાંક પચેરીવાલ અને રૂત્વિક શાહ આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો શોધતા હતાં, પરંતુ તેમને ખુબજ મર્યાદિત વિકલ્પો મળ્યાં અને તેમાંથી મેક ઇન ઇન્ડિયા ખુબજ ઓછા હતાં, જેને આપણે આંગળીના વેઢે ગણી શકીએ. તેમણે અનુભવ્યું કે આ સેગમેન્ટમાં મોટી ગેપ છે અને બજારની માગ અને કદમાં સતત વધારો થઇ રહ્યો છે. આ સ્થિતિમાં આરોગ્યપ્રદ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી ઓફ કરતી સારી ભારતીય બ્રાન્ડની તત્કાલ જરૂરિયાત છે. તેનાથી પ્રેરાઇને તેમણે મસ્ટઇન ઇન્ડિયા એલએલપીની રચના કરી છે, જે વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તા ઓફર કરે તથા ગ્રાહકો માટે વાજબી કિંમત પણ ધરાવતી હોય.

Mustin India LLP launches healthy range of food products

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપક શશાંક પચેરીવાલએ જણાવ્યું હતું કે, મસ્ટઇનની તમામ પ્રોડક્ટ્સનું ઉત્પાદન ભારતમાં જ થાય છે અને માર્કેટ સેગમેન્ટમાં પહેલેથી ઓફર કરતી પ્રોડક્ટ્સ ઉપર આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું પ્રભુત્વ છે. આ લોન્ચ સાથે મસ્ટઇન ભારતીય પ્રોડક્ટ્સ અને સ્રોતો ઉપર નિર્ભરતા સુનિશ્ચિત કરવા માગે છે. અમે સુનિશ્ચિત કરીશું કે અમારી બ્રાન્ડ સ્થાનિક સ્તરે બનાવેલી પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપે તેમજ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત પહેલમાં યોગદાન આપે.

Mustin India LLP launches healthy range of food products

ઉલ્લેખનીય છે કે મસ્ટઇન આરોગ્યપ્રદ પેકેજ્ડ ફુડ ઓફર કરે છે, જે કોઇપણ સમયે ઉપયોગ માટે આદર્શ હોય છે. ગુજરાતના સુરતમાં મુખ્યાલય ધરાવતું મસ્ટઇન ઇન્ડિયા એલએલપી સમગ્ર ભારતમાં ડિલિવરી કરે છે. સુરતમાં કંપનીની ફેક્ટરીમાં મસ્ટઇન પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે આસપાસના વિસ્તારની મહિલાઓને મુખ્યત્વે રોજગાર પ્રદાન કરે છે અને મહિલા સશક્તિકરણ સુનિશ્ચિત કરે છે. મસ્ટઇન પેકેજિંગ, સેલ્સ, માર્કેટિંગ અને એડમિન ભુમિકા માટે પણ લોકોને રોજગાર પ્રદાન કરીને રોજગારની વિવિધ તકોનું સર્જન કરી રહ્યું છે.

Mustin India LLP launches healthy range of food products

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપક રૂત્વિક શાહે પ્રોડક્ટ રેન્જ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આગામી તહેવારોની સીઝન માટે ગિફ્ટિંગના ઉત્તમ વિકલ્પ તરીકે અમારી પ્રોડક્ટ્સ એકદમ આદર્શ છે. મહામારીને કારણે લોકો તેમના મિત્રો અને પરિવારજનોને મળી શકશે નહીં તેવી સ્થિતિમાં મસ્ટઇનની ઓફરિંગ્સ દ્વારા યુઝર્સ વેબસાઇટ ઉપર ઓર્ડર કરી શકશે, જે તેમના પ્રિયજનોને ડિલિવર કરાશે. મસ્ટઇન દરરોજના નાસ્તાને આરોગ્યપ્રદ બનાવવા માટે સજ્જ છે અને દિવસમાં કોઇપણ સમયે ઉપયોગમાં લઇ શકાય છે. મસ્ટઇન ગ્રાહકોને હંમેશા સરપ્રાઇઝ કરતું રહેશે.

Mustin India LLP launches healthy range of food products
શાહે ઉમેર્યુ હતું કે, અમે વધુ પ્રોડક્ટ લાઇન્સની રજૂઆત સાથે હેલ્ધી સ્નેકિંગ સેગમેન્ટમાં અમારી કામગીરી વિસ્તારવાન યોજના ધરાવીએ છીએ. મસ્ટઇન ડિસ્ટ્રિબ્યુટર્સ અને રિટેઇલર્સની નિમણૂંક દ્વારા પોતાની પહોંચને વધુ વિસ્તૃત કરશે, જેથી દેશભરના મોર્ડન ટ્રેડ, જનરલ ટ્રેડ અને મોમ એન્ડ પોપ સ્ટોર્સમાં પ્રોડક્ટ્સ વેચાણ માટે ઉપલબ્ધ બની રહે. ટૂંક સમયમાં મસ્ટઇન અન્ય પ્રોડક્ટ્સ પણ રજૂઆત કરવા સજ્જ છે.

મસ્ટઇન ઇન્ડિયા એલએલપીના સ્થાપકો સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ નાસ્તાના વિકલ્પો સાથે મેક ઇન ઇન્ડિયા કેમ્પેઇનમાં પણ યોગદાન આપી રહ્યાં છે.

વધુ જાણકારી માટે વિઝિટ કરો : www.mustin.in


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

શું તમે લાલ અને કાળા રંગના થ્રી વ્હીલર ટેમ્પોને શહેરમાં ફરતા જોયા છે

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા ‘નિકાસની તકો’વિષે સેમિનાર યોજાયો, ટેક્ષ્ટાઇલ નિકાસકારોની સફળ ગાથા ઉદ્યોગ સાહસિકો સમક્ષ વર્ણવાઇ

Rupesh Dharmik

Leave a Comment