Republic News India Gujarati
સુરત

વાસ્તુ ડેરી પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નીકળી

National flag honor rally was taken out by Vastu Dairy family

સુરત (ગુજરાત): પ્રજાસ્તાક પર્વના શુભ અવસર પર વાસ્તુ ઘી પરિવાર દ્વારા રાષ્ટ્રઘ્વજ સન્માન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન બાદ રાષ્ટ્રધ્વજને નહિ રજળવા દેવા એવી થીમ સાથે આ રેલી યોજાઇ હતી. જેમાં લોકો રાષ્ટ્રધ્વજનું સન્માન કરીએ, રાષ્ટ્રધ્વજને રસ્તામાં રજળતા ન છોડીએ,રસ્તા પર રજળતા રાષ્ટ્રધ્વજને ઊંચકી દેશભક્તિ બતાવીએ, આપણો રાષ્ટ્રધ્વજ આપણું ગૌરવ, દેશનું ગૌરવ રાષ્ટ્રધ્વજને જ્યાં ત્યાં ન ફેંકો, તિરંગાની આન બાન શાન સાચવીએ, જો જો રાષ્ટ્રધ્વજ તમારા પગતળે ના કચડાય, તિરંગો વાહનના ટાયર નીચે ના ચગદાય એ આપણી સૌની જવાબદારી  અને નૈતિક ફરજ વગેરે જેવા બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ થયો હતો. મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને દેશના રાષ્ટ્રધ્વજ પ્રત્યેની પોતાની લાગણી દર્શાવી હતી.

આ રેલી શ્રી રાધે ડેરી ફાર્મ સરથાણા જકાતનાકા થી વીર શહીદ સ્મૃતિ સ્મારક નેચર પાર્ક સરથાણા પહોંચી હતી.રાધે ડેરી ફાર્મના સ્થાપક ભૂપત સુખડીયાએ આ અંગે જણાવ્યુ હતું કે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપવી એ આપણી દેશ પ્રત્યેની ફરજ અને લાગણી છે. પણ એ પછી એ તિરંગાનું સન્માન કરવું એ પણ આપણી ફરજ અને જવાબદારી છે. ધ્વજ વંદન બાદ જ્યાં ત્યાં ફેંકવામાં આવતા તિરંગા બાબતે લોકોમાં અવેરનેસ આવે એ હેતુથી તિરંગા સન્માન રેલી કાઢવામાં આવી હતી. અને બીજા દિવસે રસ્તા પર એકલતા ઝંડા અમારા ગ્રુપ દ્વારા એકત્ર પણ કરવામાં આવશે.


Related posts

સુરતમાં, GM મોડ્યુલર શાંતિથી રોજિંદા જગ્યાઓને અસાધારણ અનુભવોમાં પરિવર્તિત કરી રહ્યું છે

Rupesh Dharmik

વડીલ વંદના ૪: માનવીતા અને ભક્તિના ભવ્ય ઉમંગ સાથે ૩૫૦૦ વડીલોના ચરણોમાં વંદન

Rupesh Dharmik

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

Leave a Comment