Republic News India Gujarati
લાઈફસ્ટાઇલસુરત

નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન અને ફેશન ટ્રેન્ડસ સાથે ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

On 03rd & 04th February at Hotel Marriott Hi Life Exhibition Season's trendiest fashion showcase is back

સુરત: આ વર્ષનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરતમાં ફરી એક વખત પાછુ આવી રહ્યું છે. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે. આ સિઝનમાં હાઈલાઈફ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, ‘ આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ લે. આ શોકેસથી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છું કે તે આગામી પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશનનો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૧૫૦ થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.’ તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૦૩ અને ૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે મજા માણો.


Related posts

નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન અને ફેશન ટ્રેન્ડસ સાથે ૨૯ અ ને ૩૦ માર્ચે મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય ટેક્ષ્ટાઇલ્સ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ‘સિટમે– ર૦ર૩’નો શુભારંભ 

Rupesh Dharmik

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ‘આઇપીઓપ્રિન્યોર્સ’ વિષે કાર્યક્રમનું આયોજન

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સમાપન, ૧૮ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

Rupesh Dharmik

વાસ્તુ ડેરી પરિવાર દ્વારા રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નીકળી

Rupesh Dharmik

Leave a Comment