Republic News India Gujarati
બિઝનેસસુરત

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન


  • સુરત તથા ગુજરાતના અન્ય શહેરના વેપારીઓને દુબઈમાં વેપાર ધંધો કરવા માટેનું લાયસન્સ ઇસ્યુ કરવા માટે સ્ફીરા માથુર (સીનીઅર ગવર્ન્મેન્ટ ઓફિસર ઓફ રાકેઝ) તથા અભિજિત પન્ધારે (ઓફિસર ઓફ રાકેઝ) ખાસ સુરત આવી પહોચ્યા.
  • આ અધિકારીઓ તા. ૧૮ થી ૨૦ સપ્ટેમ્બર ત્રણ દિવસ સુધી સુરતમાં રોકાણ કરશે અને વેપારીઓ સાથે સેમીનાર તથા વન ઓન વન મીટીંગ કરશે.
  • સુરત તથા ગુજરાતના અન્ય શહેરના ૫૦ થી પણ વધુ વેપારીઓને દુબઈમાં વેપાર ધંધો કરવા માટે સુરતમાંથી જ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે.
  • વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટ સાથે જોડાઈ શકે છે.

સુરત. તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૪ : ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તેવા ઉદ્દેશ સાથે દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન (રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટ એ સુરતના મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસી ની ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે નિમણુક કરી છે.

રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડીંગ એલએલસીના ડાયરેક્ટર તથા સુરતના યુવા બીઝનેસમેન વિકુંજ આંબલીયાના જણાવ્યા મુજબ, અમોએ સુરતમાં યોજાયેલ યાર્ન એક્ષ્પોમાં રાકેઝનો સ્ટોલ મુકેલ હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેઝ સ્ટોલની મુલાકાત લીધી હતી. જેથી લોકો આ બાબતે વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોઈ તેઓની વાતને ધ્યાનમાં રાખી આજરોજ અમોએ ઓગસ્ટ મહિનામાં એક નિ:શુલ્ક સેમીનારનું આયોજન પણ કર્યું હતું. જેમાં ગુજરાતના ૨૦૦ થી વધુ વેપારીઓ આ સેમિનારમાં જોડાયા હતા. અને આ સેમિનારમાં દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાની રાકેઝ ગવર્મેન્ટ સાથે કેવી રીતે જોડાઈ શકે છે તે અંગેની માહિતી આપવામાં આવી હતી.

સ્ફીરા માથુર (સીનીઅર ગવર્ન્મેન્ટ ઓફિસર ઓફ રાકેઝ) તથા અભિજિત પન્ધારે (ઓફિસર ઓફ રાકેઝ)ના જણાવ્યા મુજબ, અમો તા. ૧૮ થી ૨૦ સપ્ટેમ્બર સુધી સુરતમાં રોકાણ કરનાર છીએ. જેમાં આજરોજ ૧૮ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬ વાગે ગુજરાતના વેપારીઓ સાથે હોટેલ એમોર ખાતે એક સેમીનારનું આયોજન કરેલ છે તેમાં મુસ્તફા શેખર (ડાયરેક્ટર ઓફ રાકેઝ) પણ લાઈવ કોલથી જોડાશે. ત્યારબાદ ૧૯ અને ૨૦ સપ્ટેમ્બર બે દિવસ દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) માં વેપાર ધંધો કરવા ઈચ્છતા ૫૦ થી પણ વધારે કોમર્શીયલ, એજ્યુકેશનલ, ઈ-કોમર્સ, જનરલ ટ્રેડીંગ, ઈન્ડીવિજ્યુઅલ/ પ્રોફેશનલ, ઇન્ડસ્ટીયલ, મીડિયા વિગેરે જેવા અલગ અલગ ક્ષેત્રના વેપારીઓ સાથે વન ઓન વન મીટીંગ કરી સુરતમાંથી જ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. અમો સાથે વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર સીધા જ રાકેઝ ગવર્મેન્ટ સાથે જોડાઈ શકશે. રાકેઝ ગવર્મેન્ટ દ્વારા વેપારીઓને કો-વર્કિંગ સ્પેસ, વેરહાઉસ, ઓફીસ, લેન્ડ, સલામતી વિગેરે જેવી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે. આ સુવિધાઓ રાકેઝ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલ ૧૦ પ્રકારના પેકેજના આધારે નક્કી કરવામાં આવશે.


Related posts

વિજય ડેરીએ SGCCI ફૂડ એન્ડ બેવરેજ પ્રદર્શન 2026 માં શુદ્ધતા અને નવીનતાનું પ્રદર્શન કર્યું; B2B અને B2C ને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

GreatWhite ઇલેક્ટ્રિકલ દ્વારા સુરતમાં ભવ્ય ઇલેકટ્રીશન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન; 500થી વધુ ઇલેક્ટ્રિશિયન્સની નોંધપાત્ર હાજરી

Rupesh Dharmik

અગસ્ત એન્ટરટેઇનમેન્ટે મુક્તા એ2 સિનેમાઝ દ્વારા સંચાલિત પ્રીમિયમ થ્રી-સ્ક્રીન પ્રોપર્ટી સાથે સુરતનો સૌથી વૈભવી સિનેમા અનુભવ લોન્ચ કર્યો છે

Rupesh Dharmik

Leave a Comment