Republic News India Gujarati
ગુજરાતસુરત

ગ્રીન મેન વિરલ દેસાઈની વૃક્ષારોપણ ચળવળને વિદેશમાં વસતા ભારતીયોનું સમર્થન


સુરત:સુરતના બિઝનેસમેન અને ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવિદ વિરલ દેસાઈ થોડા દિવસો પહેલા ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’મુવમેન્ટ છેડી હતી, જે અંતર્ગત તેમણે દેશ ઉપરાંત દુનિયાભરમાં વસતા ભારતીયોને ગણેશ ઉત્સવની ઉજાણી દરમિયાન વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. તેમની આ મુહિમને ગુજરાત બુક ઑફ રેકોર્ડના રાજેશ મહેશ્વરીએ પણ વધાવી લીધી હતી અને આ ચળવળને પર્યાવરણના ક્ષેત્રના એક અનોખા રેકોર્ડ તરીકે બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ને નામે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે, જેમાં તેઓ વૃક્ષમાં જ ગણેશજીની સ્થાપના કરીને તેની અર્ચના કરે છે અને ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન પર્યાવરણ જાગૃતિના કાર્યો કરે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે ‘ટ્રી ગણેશા’ની ઉજવણી તેઓ જુદી રીતે કરી રહ્યા છે અને એ અંતર્ગત તેમણે દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોને અરજ કરી છે જો દરેક ભારતીય ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરની પાસે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ  માત્ર એક વૃક્ષ રોપશે તો પણ આપણે બધા ભારતીયો દુનિયાને એ પુરવાર કરી આપીશું કે આ ઉત્સવ દરમિયાન આપણે પર્યાવરણના ક્ષેત્રમાં કેવી મોટી અસર ઊભી કરી શકીએ છીએ.

આ માટે તેમણે તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ‘ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વન’ મુવમેન્ટ છેડી હતી, જેને આપણા દેશની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં વસતા ભારતીયોએ વધાવી લીધી હતી અને તેમણે પણ મોટી સંખ્યામાં આ ચળવળ સાથે જોડાવાની બાંહેધરી આપી હતી. ટ્રી પ્લાન્ટેશનની આ ગ્લોબલ ચળવળમાં જોડાવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રજિસ્ટર કરીને અનેક ભારતીયોએ ગણેશ ઉત્સવ દરમિયાન એક વૃક્ષ રોપવા માટેની તૈયારી દાખવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિરલ દેસાઈએ ભારતીયોને કરેલી આ અપીલમાં દાઉદી વહોરા સમાજના કેટલાક યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.

વૃક્ષારોપણની આ ચળવળ સાથે જોડાવું હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને તમારું નામ રજિસ્ટર્ડ કરાવી શકો છો.

https://forms.gle/1moWV64mURKu1Mtn6


Related posts

માધુરી હાથીની વાંતારા ખાતે સારવાર પૂર્ણ, એક વર્ષથી વધુ સમયની વિશેષ સારવાર અને સ્વસ્થતા બાદ મહારાષ્ટ્ર પરત ફરશે

Rupesh Dharmik

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૨૬ અને ૨૭ માર્ચે હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

Leave a Comment