સુરત (ગુજરાત) ૨૨ નવેમ્બર: યુકો બેન્કના E.D.(કાર્યપાલક નિર્દેશક) (અજય વ્યાસ) સુરતની મુલાકાત લીધી હતી. ૨૨ નવેમ્બર ૨૦૨૧ ના રોજ યુકો બેંકના કાર્યપાલક નિદેશક (Executive Director) સુરતની મુલાકાતે આવ્યા હતાં. સાથે સાથે તેમણે યુકો બેંકના ગ્રાહકો અને સ્ટાફ સાથે મુલાકાત કરી, તેમના પ્રશ્નોનું સમાધાન કર્યુ હતું. યુકો બેન્ક સુરત ઝોનની કામગીરીથી તેઓ પ્રભાવિત થઈને ખુબ જ વખાણ કરી સ્ટાફને મોટીવેશન આપ્યુ હતું.
આ પ્રસંગે યુકો બેંકના ડિરેક્ટર અજય વ્યાસ એ જણાવ્યું કે ઘણા લાંબા સમયથી ચાલી રહેલો RBI નો PCA (પ્રોમ્પ્ટ કરેકટીવ એકશન) જે યુકો બેંક પર લાગુ કરવામાં આવ્યું હતું તે હવે હટાવી લેવા માં આવ્યું છે. જેથી બેંકને ઘણા ફાયદા થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુકો બેંકનો નફો વધે છે અને બેંક ઘણી સારી સ્થિતિમાં છે સપ્ટેમ્બર માસના અંતે ક્વાર્ટરનો નફો લગભગ ૨૦૫ કરોડ નો થયો હતો.
યુકો બેંક એ લોકોની જરૂરતોને ધ્યાન રાખીને ઘણા નવા પ્રોડક્ટ જેમ કે હેલ્થ પ્રોડક્ટ, હોમ(6.50%) અને કાર(7.25%) લૉનની વ્યાજ દરમાં પણ ધટાડો અને સાથે સાથે MSME ક્ષેત્ર (7.20%)માં પણ વ્યાજ દર ન્યુનતમ કરવામાં આવ્યું છે.