Republic News India Gujarati
એન્ટરટેઇન્મેન્ટ

ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ

Shemaroomi's sting in the Gujarati OTT platform segment 'Yamraj Calling' series became the most viewed webseries

‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે.

રાજકોટ: 18 નવેમ્બરે શેમારૂમી એપ પર રિલીઝ થયેલી દેવેન ભોજાણી અને નીલમ પંચાલ સ્ટારર વેબસિરીઝ ‘યમરાજ કોલિંગ’ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે નવો ઈતિહાસ રચી રહી છે. મળતી માહિતી પ્રમાણે ‘યમરાજ કોલિંગ’ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ બની છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ‘યમરાજ કોલિંગ’ના જબરજસ્ત વખાણ કરી રહ્યા છે. આ ક્લીન ફેમિલી એન્ટરટેઈનમેન્ટ કોમેડી ડ્રામા લોકોને હસાવે પણ છે, અને આંખોના ખૂણાં ભીના પણ કરે છે.

એક મધ્યમ વર્ગના, પોતાના પરિવારના દરેક સભ્યોના સપના પૂરા કરવા દોડાદોડ કરતા પતિ, પિતા અને પુત્રની વાત દરેક દર્શકોને પોતાની વાત લાગી રહી છે. એટલે જ દર્શકોએ આ વેબસિરીઝને રિલીઝ થતાંની સાથે જ અપનાવી લીધી. ‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે. તો દર્શકોના પ્રતિભાવ છે કે એક સુંદર મેસેજને હાસ્યમાં વણીને સહેલાઈથી અમારા સુધી પહોંચાડાયો છે, જે જોઈને કદાચ ઘણા લોકોની જીવન જીવવાની રીત બદલાશે.

વર્ષોથી ગુજરાતીઓની નાડ પારખીને તેમને ગમતું, તેમની ભાષામાં મનોરંજન પીરસતા શેમારૂ એન્ટરટેઈનમેન્ટે ‘યમરાજ કોલિંગ’થી ઓટીટી ક્ષેત્રે પણ પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી દીધી છે. ‘યમરાજ કોલિંગ’ને ચારે તરફથી મળતા વખાણ એ વાતની સાબિતી છે કે ગુજરાતી દર્શકોને શું ગમે છે, અને તેઓ કયું કન્ટેન્ટ સ્વીકારશે તે સમજવામાં શેમારૂ અગ્રેસર છે.

અત્યાર સુધી નાટકો, ગીતો અને ફિલ્મી ક્ષેત્રે અગ્રેસર રહ્યા બાદ આ બદલાતા સમયના વહેણમાં ડિજિટલ ક્ષેત્રે પણ શેમારૂ સૌથી આગળ છે. બોલીવુડની જેમ હવે જ્યારે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી રહ્યો છે, ત્યારે શેમારૂમી પણ પોતાના દર્શકોને ઘરે બેઠા જ બેસ્ટ કન્ટેન્ટ મળી રહે તેવા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. જેમાંથી એક ‘યમરાજ કોલિંગ’ને દર્શકોએ જબરજસ્ત રીતે સ્વીકારી લીધી છે. દર્શકોને શેમારૂમી એપ પર રિલીઝ થયેલા બીજા પ્રોજેક્ટ્સ પૂરી પાની, ધૂઆંધાર, સ્વાગતમ્ સહિતની તમામ ગુજરાતી ફિલ્મો, નાટકો, વેબસિરીઝ પસંદ આવી રહી છે. દર્શકો હવે વધુ ઉત્સાહથી શેમારૂમી પર રજૂ થનારી નવી ફિલ્મો કે વેબસિરીઝ, નાટકોની ઉત્સાહથી રાહ જોઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ‘યમરાજ કોલિંગ’ વેબસિરીઝને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સૌથી પહેલા ડિરેક્ટર ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરી છે. ટેલિવિઝનના લોકપ્રિય કલાકાર ‘ગટુ’ ઉર્ફે દેવેન ભોજાણીએ આ વેબસિરીઝથી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યો છે. તો નેશનલ એવોર્ડ વિનર એક્ટ્રેસ નીલમ પંચાલે પણ પોતાની એક્ટિંગનો જાદુ પાથર્યો છે. આ ત્રિપુટીએ ‘યમરાજ કોલિંગ’માં જબરજસ્ત કમાલ કરી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી મનોરંજન ક્ષેત્રે શેમારૂમી સૌથી વધુ અને નવું કન્ટેન્ટ ધરાવતું પ્લેટફોર્મ છે. શેમારૂમી પર દર અઠવાડિયે એક નવી મુવી કે વેબસિરીઝ અથવા નાટક રિલીઝ થઈ રહ્યા છે. 500થી વધુ ગુજરાતી નાટકો, ફિલ્મો, વેબસિરીઝ ધરાવતું આ વિશ્વનું એકમાત્ર પ્લેટફોર્મ છે. આનંદની વાત એ છે કે વિશ્વના કોઈ પણ ખૂણેથી તમે પોતાની ભાષાનું મનોરંજન શેમારૂમી પર માણી શકો છો.


Related posts

ગોવામાં મેજેસ્ટિક પ્રાઈડના સફળતાના 15 વર્ષ પૂર્ણ થવા બદલ બોલીવુડ તેમજ ક્રિકેટના જાણીતા સ્ટારોએ ભવ્ય ઉજવણી કરી

Rupesh Dharmik

મેજેસ્ટીક માઈલસ્ટોનની ઉજવણી – મેજેસ્ટીક પ્રાઈડના 15 વર્ષ, ગોવા

Rupesh Dharmik

નિર્માતા, દિગ્દર્શક, અભિનેત્રી યામિની સ્વામીની ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ’ 28 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થશે

Rupesh Dharmik

‘ગોસ્વામી શ્રી કૌશલ’ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે કહ્યું ‘હાર્ટ એટેક નથી આવ્યો’

Rupesh Dharmik

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

Rupesh Dharmik

ચીતા યજ્ઞેશ શેટ્ટી સંગીતકાર દિલીપ સેન દ્વારા ’12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021′ થી સન્માનિત

Rupesh Dharmik

Leave a Comment