વડોદરા (ગુજરાત): શહેરમાં તરસાલી ખાતે ઉપસ્થિત ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટી ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU) એ નેશનલ એજ્યુકેશન પોલિસી-2020 અંતર્ગત સર્વગ્રાહી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સ્કીલ્સની શ્રેણી શરૂ કરી છે. શાળા કક્ષાએ જાગૃતિ કાર્યક્રમો (TLSU SAP)પણ શરૂ કરાયા છે. છેલ્લા 10 દિવસથી TLSU ટીમે 12+ શાળાઓમાં 800 થી વધુ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક જોડ્યા છે. TLSU SAP મુખ્યત્વે ઉચ્ચ શિક્ષણના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમાં સ્કીલ્સ આધારિત શિક્ષણ રહે અને કારકિર્દીની પ્રગતિ, ઉચ્ચ શિક્ષણની તકો જેવા અભ્યાસક્રમ (ઉદ્યોગની જરૂરિયાત મુજબ)ના શીખવવામાં આવે છે.
NEP 2020 સાથે વધુ જોડાયેલ TLSUએ જાન્યુઆરી 2023 માટે પ્રવેશ લેવાનું પણ શરૂ કર્યું છે. સત્ર આ એક અનોખી તક રજૂ કરે છે જેનો લાભ અત્યારના પાસ આઉટ થયેલા ઉમેદવારોને થશે. ITI’s અને NIOS કે જેના પરિણામો ડિસેમ્બર મહિનામાં જાહેર થવાના છે અથવા જેમને ઓક્ટોબર મહિના પછી પરિણામ મળ્યા છે. આવા ઉમેદવારો 6 મહિનાનો સમય બચાવી શકે છે અને તેમની અગાઉની લાયકાત પૂર્ણ કર્યા પછી તરત જ ઉચ્ચ શિક્ષણ માટે રજીસ્ટ્રેશન કરી શકે છે. 10+2 ની સમકક્ષ. B.Sc માટે પ્રવેશ શરૂ થયા છે જેમાં મેકાટ્રોનિક્સ, BBA, BBA સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, B.Com., BCA, B.Sc. મેડિકલ લેબ ટેકનોલોજી, DMLT, B.Sc. હોસ્પિટાલિટી એન્ડ ટૂરીઝમમેનેજમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU) એ ભારતની પ્રથમ સ્કીલ્સ યુનિવર્સિટી છે જે વડોદરા શહેરમાં તરસાલી ખાતે ઉપસ્થિત છે. TLSUએ ભારતની પ્રથમ NAAC માન્યતા પ્રાપ્ત સ્કીલ્સ યુનિવર્સિટી છે જે વિવિધ ડિગ્રી પ્રોગ્રામ્સ રજૂ કરે છે જેમકે કમ્પ્યૂટર એપ્લિકેશન, ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ, માર્કેટિંગ, હોસ્પિટાલિટી અને ટુરિઝમ, મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી અને મેકાટ્રોનિક્સ વગેરે જેવા સેક્ટરમાં સ્કીલ્સ પ્રોગ્રામ્સ છે. ડિગ્રી પ્રોગ્રામ્સમાંથી TLSU વિવિધ ટૂંકા ગાળાના સ્કીલ્સમાં વૃદ્ધિ પણ પ્રદાન કરે છે વિદ્યાર્થીઓ અને વર્કીંગ પ્રોફેશનલ્સ માટેના કાર્યક્રમો પણ ઉપસ્થિત છે.