Republic News India Gujarati
ગુજરાતલાઈફસ્ટાઇલસુરત

કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે યોજાયો ફેશન શો


Fashion show held in compliance with the Covid Guide

સુરત :સુરત શહેરમાં આજ રોજ ખુબ જ ભવ્ય બ્યૂટી કંટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.જે મહિલાઓની પ્રતિભા બતાવવા માટે અને જે મહિલાઓ પોતાના સપના પૂર્ણ ના કરી શકી હોય એમના સપના ને નવી પાંખો આપવા માટે જ યોજવામાં આવ્યો હતો. વાઉ વિંગ્સ ફોર ડ્રીમસના શીર્ષક હેઠળ આ આયોજન પ્રીતિ વિશાલ બોકડિયા (જૈન) અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. 

Fashion show held in compliance with the Covid Guide

આખી ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ એન્ડ કોવિડની બધી ગાઈડલાઇન્સનું ધ્યાન રાખીને આ શૉ યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સેલિબ્રિટી સિમરન આહુજા જજની ભૂમિકા ભજવી હતી અને સેલિબ્રિટી અને ઘણી બધી સિરીયલમાં રોલ નિભાવનાર શાન ખન્ના પણ હાજર રહ્યા હતા. 

Fashion show held in compliance with the Covid Guide

શોને મુંબઈના પ્રખ્યાત સેલિબ્રિટી રેમ્પ વોક કોરિયોગ્રફર યશ શેલર કોરિયોગ્રફ કર્યો હતો. જ્યારે ગ્રૂમિંગ સેશન Mrs. Indiaના ફાયનાલિસ્ટ નીરજા કલાવતિયાએ કર્યું હતું. વાઉ મેગા બ્યૂટી પેજન્ટના પાર્ટનર્સ તરીકે પ્રખ્યાત ક્રાઉન ડિઝાઈનર પ્રેમ ગડા (Presha  Creation) હતા. તેમજ ફોટો ચોઈસ સ્ટુડિયોના ફોટોગ્રાફર આશિષ કનોઈવાલા દ્વારા ફોટોગ્રાફી અને ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. 

તેમજ SK ઇન્વેસ્ટમેન્ટ એન્ડ શૉ પાર્ટનર કેતન છાપગર તેમજ સારીકા છાપગરનો પણ સહયોગ છે. તેમજ Surkaivalyam મ્યુઝિક કલાસિસના જોય સર અને તેમની ટીમ પાર્ટનર માંટુ હલદર અને મોન્ટુ મિસ્ત્રી, સચિન ભટ્ટ, યશ ઠોરાત, પ્રકાશ નાહ ટા, મનીષ ભાવસાર તરીકે છે અને તેઓના વિદ્યાર્થીઓ દ્વારા સંગીતની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. 

Fashion show held in compliance with the Covid Guide

કાર્યક્રમમાં મુખ્ય મેહમાન રૂપે મધ્યપ્રદેશના ધિરાજકુમાર અને અંબાણી ગર્ગ, નીતિન બાસોતિયા, નિતેશ દેસાઈ, ડો.શાલિની દર્શન, ડો.જગદીશ વારિયા, કમલેશ ખોડેજા હાજર રહ્યા હતા.


Related posts

સુરતમાં સાત દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન

Rupesh Dharmik

ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

Rupesh Dharmik

નેશનલ સિલ્ક એક્સ્પો બન્યો મહિલાઓની પહેલી પસંદ, તેઓ 18 માર્ચ સુધી ખરીદી કરી શકશે

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૭ અને ૨૮ ફેબ્ર્રુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૯ અને ૩૦ જાન્યુઆરીના રોજ હોટલ સુરત મેરીયટ, અઠવાલાઇન્સ ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

Leave a Comment