Republic News India Gujarati
બિઝનેસસુરત

‘સીટેક્ષ’માં બે દિવસમાં ૧૭ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી, એકઝીબીટર્સને ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીમાં ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ 

With more than 17 thousand buyers visiting in two days the exhibitors generated good inquiries in Textile Machinery and Ancillaries in Sitex 2023

દેશના વિવિધ રાજ્યો ઉપરાંત બાંગ્લાદેશ, બેલ્જીયમ, જાપાન અને જર્મનીથી બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તા. ૭, ૮ અને ૯ જાન્યુઆરી ર૦ર૩ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૩’ એકઝીબીશન યોજાયું છે. આ પ્રદર્શનમાં બે દિવસ દરમ્યાન માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશોમાંથી પણ બાયર્સે મુલાકાત લીધી હતી. જેને કારણે એકઝીબીટર્સને સારી ઇન્કવાયરી જનરેટ થઇ છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ– ર૦ર૩ એકઝીબીશનમાં ગુજરાતના વિવિધ શહેરો તથા દેશના વિવિધ રાજ્યોમાંથી બાયર્સ ટેક્ષ્ટાઇલ મશીનરી નિહાળવા આવી રહયાં છે. ભારત ઉપરાંત આંતર રાષ્ટ્રીય કક્ષાએ બાંગ્લાદેશ, બેલ્જીયમ, જાપાન, જર્મનીથી ઇન્ટરશેનલ બાયર્સે સીટેક્ષની વિઝીટ કરી હતી. આ ઉપરાંત તામિલનાડુથી પંદર જણાનું ડેલીગેશન સીટેક્ષ પ્રદર્શનની મુલાકાતે આવ્યું હતું.

આજે રવિવાર હોવાથી ટેક્ષ્ટાઇલ વેપારીઓએ પણ સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. દેશના વિવિધ ખૂણેથી આવેલા બાયર્સો સાથે એકઝીબીટર્સોએ વન ટુ વન મિટીંગો કરી હતી. જેને કારણે ટેક્ષ્ટાઇલ મશીનરીની સાથે સાથે ટેક્ષ્ટાઇલની એન્સલરી માટે પણ ઘણી બધી ઇન્કવાયરી જનરેટ થઇ છેે.

બે દિવસમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે જમ્મુ, નવી દિલ્હી, ઇરોડ, ગુડગાંવ, ગ્વાલિયર, હૈદરાબાદ, ઇચ્છલકરંજી, ઇન્દોર, જાલંધર, જેતપુર, જોધપુર, કાંચિપુરમ (તામિલનાડુ), કોલ્હાપુર, લુધિયાણા, કેરલા, કર્ણાટકા, આંધ્ર પ્રદેશ, માલેગાંવ, મુંબઇ, મુઝફફરપુર, અજમેર, અમેઠી, બેંગ્લોર, ભીલાડ, ભિવંડી, બોઇસર, બુલઢાણા, ચેન્નાઇ, કોઇમ્બતુર, ઇરોડ, નોઇડા, પાલઘર, પાણીપત, રાયપુર, સાલેમ (તામિલનાડુ), તિરૂપુર, વારાણસી, વાઇધન (મધ્ય પ્રદેશ) અને વારંગલથી બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા.

ગઇકાલે પ્રથમ દિવસે ૬૮૬૧ બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે ૧૦૪૧૭ જેટલા બાયર્સ નવી ટેકનોલોજી સાથેની મશીનરી નિહાળવા માટે પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન કુલ ૧૭ર૭૮ બાયર્સે સીટેક્ષ– ર૦ર૩ એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સીટેક્ષ પ્રદર્શનમાં રેપીયર જેકાર્ડ મશીન – ૪ર૦ સેન્ટીમીટર, વિશ્વનું સૌથી લાંબુ લુમ તથા એરજેટ ડબલ પન્ના, ૪૦૦ આરપીએમ – ર૬૮૮ હૂક ઇલેકટ્રોનિક જેકાર્ડ – મેક ઇન ઇન્ડિયા, એમ્બ્રોઇડરી અને જેકાર્ડ ફેબ્રિક ઉપર ડિજીટલ પ્રિન્ટીંગ કરવા માટે ઉપયોગી પોઝીશન પ્રિન્ટીંગ મશીન, પપ૦ આરપીએમ – રેપીયર જેકાર્ડ – વિસ્કોસ માટે વિશ્વમાં સૌથી ઝડપી હાઈસ્પીડ લુમ, ૧૧૦૦ આરપીએમવાળું એરજેટ – જાપાનીઝ ટેકનોલોજી, મલ્ટી ફીડર સકર્યુલર નિટિંગ મશીન, એમ્બ્રોઇડરી એન્ડ બ્રીડીંગ મશીન, એરજેટ – જ્યોર્જેટ 2700 x 2700 tpm યાર્ન અને સુપર હાઇસ્પીડ ટીએફઓ જેવી મશીનરી આકર્ષણનું કેન્દ્ર બની છે.


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

Leave a Comment