October 5, 2024
Republic News India Gujarati
હેલ્થ એન્ડ બ્યૂટી

શેલ્બી હોસ્પિટલ્સના ડો. વિક્રમ શાહને હેલ્થકેર પર્સનાલિટી ઓફ ધ યરનો એવોર્ડ

Dr. Vikram Shah of Shalby Hospitals receives the ‘Healthcare Personality of the Year Award 2023’

સુરત: ભારતની 15 હોસ્પિટલોની શૃંખલા ધરાવતી શેલ્બી હોસ્પિટલ્સના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. વિક્રમ શાહને હાલમાં આયોજિત થયેલ FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ સમારોહમાં ‘હેલ્થકેર પર્સનાલિટી ઑફ ધ યર એવોર્ડ 2023’થી સન્માનિત કરવામાં આવ્યા હતાં. 2023 હોટેલ લે મેરીડિયન, નવી દિલ્હી ખાતે આયોજિત આ સમારંભમાં ફિલ્મ જગતમાંથી શ્રીમતી શર્મિલા ટાગોરે ‘મુખ્ય મહેમાન’ તરીકે હાજરી આપી હતી.

આ એવોર્ડ ડો. વિક્રમ શાહને શ્રી સી કે મિશ્રા (ભૂતપૂર્વ સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય, ભારત સરકાર)ના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. સાથેજ ડો. હર્ષ મહાજન અધ્યક્ષ, FICCI આરોગ્ય પણ ઉપસ્થિત હતા.

આ એવોર્ડ ડૉ. વિક્રમ શાહના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન અને અન્ય માટે અનુકરણીય કાર્યને બદલ સન્માનીય વ્યક્તિ છે.  તેઓ વિશ્વ વિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન અને ઉદ્યોગસાહસિક છે જેમણે 1,25,000 થી વધુ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઓ કરી છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. તેમણે OS નીડલ અને ઝીરો ટેકનીકની પણ શોધ કરી છે, જેણે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં ક્રાંતિ લાવી છે.  ડૉ. વિક્રમ શાહ અને શેલ્બી હૉસ્પિટલ્સને હેલ્થકેરમાં તેમની શ્રેષ્ઠતા માટે પચાસથી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુમાં ડો. શાહે આ સન્માન માટે FICCIનો આભાર વ્યક્ત કર્યો અને તેને શેલ્બી હોસ્પિટલ્સમાં તેમની ટીમને આ એવોર્ડ સમર્પિત કર્યો હતો.  તેમણે કહ્યું, “હું FICCI તરફથી આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરીને આનંદ અનુભવું છું.  આ પુરસ્કાર ભારતભરના લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે શેલ્બી હોસ્પિટલ્સમાં દરરોજ અમે જે મહેનત અને સમર્પણ મૂકીએ છીએ તેનું પ્રમાણ છે.  હું ભારતના દરેક ખૂણે-ખૂણે પહોંચવા અને દરેક માટે આરોગ્યસંભાળ સુલભ અને સસ્તું બનાવવાની ઈચ્છા રાખું છું.”

શેલ્બી હોસ્પિટલો વિશે :- 

ભારતની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલોની અગ્રણી સાંકળ છે જે વિવિધ તબીબી વિશેષતાઓમાં વ્યાપક સેવાઓ પૂરી પાડે છે.  ડો. વિક્રમ શાહ દ્વારા 1994માં અમદાવાદ, ગુજરાતમાં સ્થપાયેલી, શેલ્બી હોસ્પિટલ્સ સમગ્ર ભારતમાં 6 થી વધુ રાજ્યોમાં 2000 થી વધુ બેડ અને 3000 થી વધુ તબીબી નિષ્ણાત સાથે 15 હોસ્પિટલો બની ગઈ છે.  શેલ્બી હોસ્પિટલ્સમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, ઓર્થોપેડિક્સ, ન્યુરોલોજી, કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રોએન્ટેરોલોજી, ENT, ડેન્ટલ કેર અને કોસ્મેટિક સર્જરી સહિતના વિભાગના નિષ્ણાત તબીબ સારવાર કરી રહ્યા છે.


Related posts

આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે દીનદયાલ પોર્ટના સહયોગથી એક મોટું અભિયાન “ટીબી મુક્ત ભુજ (કચ્છ)” શરૂ કર્યું

Rupesh Dharmik

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

Leave a Comment