Republic News India Gujarati
એજ્યુકેશનવડોદરા

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો

Greenman Viral Desai interacts at MS University's Bhoomi Fest

વડોદરા, ગુજરાત: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય છે, જેમાં ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ્સ વચ્ચે અનેકવિધ રસપ્રદ સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે. એમ. એસ. યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ વચ્ચે લોકપ્રિય બનેલા આ ફેસ્ટિવલમાં ઉદ્યોગપતિ અને જાણીતા પર્યાવરણવિદ્ વિરલ દેસાઈએ ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી.

આ પ્રસંગે વિરલ દેસાઈએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી તેમને પોતાની મુહીમ ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન’માં જોડાઈ ‘પર્યાવરણ સેનાની’ બનવા અહ્વાન કર્યું હતું. તેમજ તેઓ વ્યક્તિગત ધોરણે પર્યાવરણ સંરક્ષણમાં તેમનું યોગદાન કઈ રીતે આપી શકે એ માટેની તલસ્પર્શી જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ક્લાયમેટ ચેન્જની સમસ્યા વૈશ્વિક રીતે એટલી બધી વકરી છે કે એ સમસ્યાઓ સામે બાથ ભીડવા માટે જનજન સુધી આ આંદોલન પહોંચવું અને જનજનનું જાગૃત થવું અત્યંત જરૂરી છે. મને વિશ્વાસ છે કે એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એ બાબતે જાગૃત થશે અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં નક્કર પગલાં ભરશે.’

કાર્યક્રમ દરમિયાન જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટના હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. બિન્દુ ભટ્ટે વિશેષ રાજીપો વ્યક્ત કર્યો હતો અને વિરલ દેસાઈને ધરપત આપી હતી કે તેમના વિદ્યાર્થીઓ પણ પર્યાવરણ સેનાની બનશે. અંતમાં ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને પર્યાવરણ સંરક્ષણના શપથ લેવડાવીને તેમને ‘પર્યાવરણ સેનાની’ બનાવ્યા હતા અને ડિપાર્ટમેન્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું.


Related posts

RFL એકેડેમી કોડેવર 5.0 નેશનલ ચેમ્પિયનશિપમાં મોટી જીત મેળવી, દુબઈ માટે તૈયારી

Rupesh Dharmik

વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં છઠ્ઠી કોન્વોકેશન સેરેમની યોજાઈ

Rupesh Dharmik

સુરતની રોબોટિક્સ ટીમ લેબ ફ્યુઝન પ્રથમ ટેક ચેલેન્જમાં જીત મેળવી

Rupesh Dharmik

ISGJ – ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કોલેજમાં ડાયમંડ અને જેમોલોજીના સ્નાતકોનો પદવીદાન  સમારોહ યોજાયો

Rupesh Dharmik

GIIS અમદાવાદ સફળ IDEATE 2.0 ઇવેન્ટ માં લોકોને મળી નવીનતા અને સર્જનાત્મકતા પ્રેરણા

Rupesh Dharmik

અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ રોબોટિક કોમ્પીટીશનમાં RFL એકેડમી અમદાવાદની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

Rupesh Dharmik

Leave a Comment