Republic News India Gujarati
ઓટોમોબાઇલ્સ

ગ્રુપ લેન્ડમાર્કે ફોક્સક્સવેગનની શ્રેણીની સૌથી લાંબી, નવી વર્ટસ કારનાં 165 યુનિટની વર્ષના સૌથી લાંબા દિવસે ડિલિવરી કરીને વિક્રમ સર્જ્યો

Group Landmark creates record with deliveries of all-new Volkswagen Virtus; delivers 165 units of the longest car in the segment on the longest day of the year

  • ગ્રુપ લેન્ડમાર્કે સેડાન સેગમેન્ટની સૌથી લાંબી કાર VW Virtus ની વર્ષના સૌથી લાંબા દિવસે ડીલીવરી આપી
  • ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં એક જ દિવસમાં (24 કલાકની સાયકલમાં) સેડાનની ડિલિવરી આપીને આ વિક્રમ સ્થાપવામાં આવ્યો છે.
  • વર્ટસ બે ટર્બો પેટ્રોલ એન્જીન1.0L TSL અને 1.5L TSL ના વિકલ્પ ઉપરાંત સલામતિ, આરામ અને સુગમતાનાં વિવિધ નવાં ફિચર્સ સાથે ઓફર કરવામાં આવી છે

અમદાવાદ, 21 જૂન, 2022: આ મહિનાની શરૂઆતમાં ભારતમાં રૂ.11.22 લાખ (એક્સ શોરૂમ)ના ભાવે ઓફર કરાયેલી નવી ફોક્સવેગન વર્ટસની ડીલીવરી ગ્રુપ લેન્ડમાર્કે ભારતમાં ગુજરાત અને દિલ્હી એનસીઆરના ફોક્સવેગન શો-રૂમમાંથી આપવાનો પ્રારંભ કર્યો છે. ગ્રુપ લેન્ડમાર્કે વર્ટર્સની રિટેઈલ મજલની શરૂઆત વર્ટસ સેડાનની ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં 165 યુનિટની ડીલીવરી આપીને કરી છે. ગ્રુપ લેન્ડમાર્કનો પ્રથમ ફોક્સવેગન શોરૂમ વર્ષ 2008માં શરૂ થયો તે પછી અત્યાર સુધીમાં કુલ 33,000થી વધુ VW કારની ડીલીવરી કરીને ગ્રુપ લેન્ડમાર્કની સિધ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. મેડ ઈન ઈન્ડિયા ફોક્સવેગન સેડાનની આ વર્ષની શરૂઆતમાં જાહેરાત કરવામાં આવી હતી અને ગયા મહિને તેનું પ્રિ-બુકીંગ શરૂ થયું હતું. ફોક્સવેગનના જર્મની એન્જીનિયરીંગની મજબૂતી ધરાવતી વર્ટસ MQB A0 IN પ્લેટફોર્મ આધારિત કાર છે અને તેમાં 95 ટકા સ્થાનિક ઉત્પાદનનું સ્તર હાંસલ કરવામાં આવ્યુ છે.

ભારતમાં ફોક્સવેગનની નવી વર્ટસ કારની ડીલીવરીના પ્રારંભ પ્રસંગે ગ્રુપ લેન્ડમાર્કના ચેરમેન અને સ્થાપક શ્રી સંજય ઠક્કરે જણાવ્યું હતું કે “ગ્રુપ લેન્ડમાર્કના વ્યાપક નેટવર્કનું પીઠબળ અને અદ્દભૂત દેખાવની ખાત્રી આપતી ફોક્સવેગનની આ નવી સેડાન ભારતમાં ધૂમ મચાવી ચૂકી છે. 1998થી ગ્રુપ લેન્ડમાર્ક તેના ગ્રાહકોને પ્રથમ દરજ્જાની સર્વિસીસ અને ખરીદીનો ઉમદા અનુભવ પૂરો પાડતી રહી છે. ગ્રુપ લેન્ડમાર્કના ફોક્સવેગનના દેશભરના શોરૂમમાં નવા યુગના ગ્રાહકોની માંગને સફળતાપૂર્વક સંતોષ આપીને ચોકસાઈ અંગેના તેમના ઉચ્ચ ધોરણો જાળવી રાખશે.”

ગ્રુપ લેન્ડમાર્કના મેનેજીંગ ડિરેક્ટર ગરિમા મિશ્રાએ જણાવ્યું હતું કે “ફોક્સવેગન વર્ટસને ડોક્ટરો તેમજ કોર્પોરેટ ક્ષેત્રના મધ્યમથી માંડીને ઉચ્ચ સ્તરના મેનેજમેન્ટ એકઝિક્યુટિવ અને ઉદ્યોગસાહસિકોમાં અભૂતપૂર્વ પ્રતિભાવ સાંપડ્યો છે. અમે એક જ દિવસમાં સેડાનના 165 યુનિટ ડીલીવર કરી ચૂક્યા છીએ તે અમારી પાર ક્ષમતા દર્શાવે છે.”

નવી ‘બીગ બાય ડિઝાઈન’ ફોક્સવેગન વર્ટસ તેની 4,561 મિ.મી.ની લંબાઈ સાથે મુસાફરોને આરામ અને સુગમતા પૂરી પાડે છે. ભારતમાં તે 4,561 મીમીની લંબાઈ ધરાવતી પ્રિમિયમ મીડસાઈઝ સેગમેન્ટમાં સૌથી લાંબી કાર છે. આ સેડાન તેના સેગમેન્ટમાં ઉત્તમ કેબિનની સાથે સાથે 521 લીટરની બુટ સ્પેસ પૂરી પાડે છે.

વર્ટસમાં વિપુલ પ્રમાણમાં ટેકનોલોજી, મનોરંજન અને કનેક્ટિવીટીના ફીચર્સનો એક ધોરણ તરીકે સમાવેશ કરાયો છે, જેમાં 20.32 સે.મી.ની ડીજીટલ કોકપીટ, 25.65 સે.મી.ની ટચસ્ક્રીન ઈન્ફોટેઈન્મેન્ટ સિસ્ટમ, વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવીટી, ઈલેક્ટ્રીક સનરૂફ અને અદ્દભૂત અવાજ ધરાવતા 8 સ્પીકર્સનો સમન્વય કરાયો છે. સલામતી માટે નવી સેડાનમાં 40થી વધુ એક્ટીવ અને પેસિવ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં 6 એરબેગ, રિવર્સ કેમેરા, ઈલેક્ટ્રીક સ્ટેબીલીટી કન્ટ્રોલ (ઈએસસી), મલ્ટી-કોલાઈઝન બ્રેક, હાઈ-હોલ્ડ કન્ટ્રોલ, સિમલેસલી ઈન્ટીગ્રેટેડ એલઈડી હેડલેમ્પની સાથે સાથે LED DRLs, ISOFIX વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નવી વર્ટસ બે ટર્બોચાર્જડ પેટ્રોલ એન્જીનની પસંદગી સાથે ઓફર કરવામાં આવી છેઃ 1.5 લીટર TSI EVO એન્જીન સાથે એક્ટિવ સિલિન્ડર મેનેજમેન્ટ ટેકનોલોજી (ACT) અને 1.0 લીટર TSI એન્જીનનો સમાવેશ કરાયો છે. 1.0 લીટર મોટર 115 PS (85 kW) નો મહત્તમ પાવર આઉટપુટ આપે છે અને 178 Nmનો મહત્તમ ટોર્ક પૂરો પાડે છે. તો બીજી તરફ 1.5 લીટર મોટર 150 PS (110 Kw)નો આઉટપુટ અને 250 Nm નો ઉચ્ચ ટોર્ક પૂરો પાડે છે. બંને એન્જીનના વિકલ્પો સ્ટાન્ડર્ડ 6 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સ સાથે ઉપલબ્ધ કરાયા છે. વધારાના ટ્રાન્સમિશન ઓપ્શનમાં 6 સ્પીડ ઓટોમેટિક ટોર્ક કન્વર્ટરની સાથે 1.0 લીટર એન્જીન અને 7- સ્પીડ DSG વિકલ્પ સાથે 1.5 લીટર મોટર ટ્રાન્સમિશન અપાયું છે.

નવી ફોક્સવેગન વર્ટસ ડાયનેમિક લાઈન નામના બે ટ્રીમ્સ સાથે ઉપલબ્ધ કરાઈ છે, જે 1.0 લીટર TSI એન્જીન અને પર્ફોર્મન્સ લાઈનના સમન્વય સાથે 1.5 લીટર TSI એન્જીન સાથે ઉપલબ્ધ કરાઈ છે.

આ નવી ફોક્સવેગન વર્ટસ કંપનીના ફોક્સવેગન પોર્ટફોલિયોમાં Taigun SUV સાથે જોડાઈ છે. સપ્ટેમ્બર, 2021માં રજૂઆત કરાયા પછી ટાઈગનને પણ બજારમાં અભૂતપૂર્વ પ્રતિભાવ પ્રાપ્ત થયો છે અને લેન્ડમાર્ક ગ્રુપે આ Taigun SUV કારના અત્યાર સુધીમાં 1850 થી વધુ યુનિટસ વેચ્યા છે.


Related posts

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

ભારતમાં નવી સિટ્રોન સી5 એરક્રોસ એસયુવી લૉન્ચ થઈ: આકર્ષક ડિઝાઇન અને રંગ સાથે રજૂ થયેલી નવી એક્સક્લૂઝીવ સિટ્રોન કારમાં ગ્રાહકને રોમાંચક અનુભવ અને સંપૂર્ણ આરામ મળશે

Rupesh Dharmik

ગુજરાતમાં ગ્રૂપ લેન્ડમાર્ક ફોક્સવેગન ડીલરશીપ્સે વર્ટસની ડિલિવરી માટે ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઍશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ માં સ્થાન મેળવ્યું

Rupesh Dharmik

સિટ્રોન ઍ મેડ-ઇન-ઇન્ડિયા નવી સી૩ કાર લોન્ચ કરી

Rupesh Dharmik

સિટ્રોને સુરતમાં “લા મેસન સિટ્રોન” ફિઝિટલ શોરૂમ લોંચ કર્યો, નવી સી3ના પ્રી-બુકિંગનો હવે પ્રારંભ

Rupesh Dharmik

બેન્ક ઓફ બરોડા અને ટોયોટા કિર્લોસ્કર મોટરે સાથે મળીને ગ્રાહકો અને વિતરકો માટે ફાઇનાન્સ વિકલ્પો રજૂ કર્યાં

Rupesh Dharmik

Leave a Comment