Republic News India Gujarati

Tag : SGCCI

સુરત

મહિલાઓની સુરક્ષા માટેના વિવિધ કાયદાઓથી મહિલાઓને અવગત કરાવવા માટે જીસીસીઆઇ તથા એસજીસીસીઆઇ દ્વારા વેબિનાર યોજાયો

Rupesh Dharmik
આપણે એવો સમાજ ઉભો કરવાનો છે કે જેમાં મહિલાઓની ગરીમા જળવાવી જોઇએ, એના માટે દિકરીઓને ઉચ્ચ શિક્ષણ એ જ ઉપાય : સુરતના ડીસીપી પન્ના મોમાયા સુરત. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે ગુરૂવાર, તા. ર૭ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે પઃ૦૦ કલાકે ‘મહિલાઓની સુરક્ષા માટેના કાયદાઓ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત શહેરના ઝોન– ૪ ના નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ મહિલાઓને જન્મથી લઇને આજિવન સુધી પોતાની સુરક્ષા માટે બનેલા વિવિધ સ્પેશિયલ તથા જનરલ કાયદાઓ વિશે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. નાયબ પોલીસ કમિશનર પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નોકરીના સ્થળે મહિલાઓનું શોષણ થતું હોય તો  મહિલા પોલીસને ફરિયાદ કરી શકે છે. આ મામલે પોલીસ...
સુરત

ચેમ્બર દ્વારા ૭૩ માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

Rupesh Dharmik
પ્રજાસત્તાક પર્વે સર્વે સભ્યોએ અચૂકપણે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આજે ૭૩ માં પ્રજાસત્તાક દિવસના અવસર...
સુરત

ચેમ્બર દ્વારા બે દિવસીય ‘એથિકલ હેકીંગ’નો વર્કશોપ, સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું

Rupesh Dharmik
બે દિવસીય વર્કશોપમાં પાર્ટીસિપેટ્‌સને એથીકલ હેકીંગની સિલેકટેડ રીતો વિશે ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી અપાઇ, સાથે જ સાયબર ક્રાઇમ, સાયબર સિકયુરિટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ, ગવર્નન્સ અને સાયબર લો...
બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા સુરતના ફેબ્રિક અને ગારમેન્ટ ઉત્પાદકો માટે દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ યોજાશે

Rupesh Dharmik
સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને ફેબ્રુઆરી– ર૦રરમાં દુબઇ ખાતે ત્રિદિવસીય એક્ષ્પોનું આયોજન કરાશે, ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે : આશીષ ગુજરાતી સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્ષ્પોમાં ઇન્ટરનેશનલ ફેશન...
સુરત

કલાયમેટ ચેન્જને કારણે વિશ્વભરમાં ઉદ્‌ભવતી સમસ્યાના નિરાકરણ માટે ગ્રીન બિલ્ડીંગ ટેકનોલોજીથી જ ઇન્ડસ્ટ્રીયલ, રેસીડેન્શીયલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવી હિતાવહ રહેશે : નિષ્ણાત

Rupesh Dharmik
રાજ્યમાં ગ્રીન બિલ્ડિંગ બનાવનાર બિલ્ડરો – ડેવલપરને ટેકસમાં કે FSIમાં ઈન્સેન્ટિવ આપવામાં આવે તો આ ક્ષેત્રમાં ઘણું સારું કામ થઈ શકે તેવી આશા વ્યક્ત કરાઇ...
સુરત

ચેમ્બર દ્વારા શરૂ કરાયેલા ‘ડિજીટલ માર્કેટીંગ માસ્ટર કલાસ’ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ એનાયત કરાયા

Rupesh Dharmik
બિઝનેસમાં ઉપયોગી થાય તે હેતુથી ઉદ્યોગ સાહસિકો – વેપારીઓ તથા નોકરિયાત અને વિદ્યાર્થીઓને કેરિયરમાં આગળ વધારવાની દિશામાં ભણાવવામાં આવ્યા  સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી...
સુરત

ભારત એ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ–અપ, એકેડેમિયા અને પબ્લીક સેકટરના સંકલનથી વિશ્વમાં અગ્રીમ સ્થાને પહોંચી શકશે : સુરક્ષા સચિવ ડો. અજય કુમાર

Rupesh Dharmik
ચેમ્બર દ્વારા સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં એચ.આર. ૪.૦ ઉપર પાંચમી રાષ્ટ્રીય કક્ષાની એચ.આર. કોન્કલેવ– ર૦ર૧ યોજાઇ આઇટીમાં હયુમન રિસોર્સનું ડેવલપમેન્ટ થયું છે, જેને કારણે ભારત આઇટી આઉટ...
સુરત

મુંબઇ ખાતે યોજાનારા CMAI FAB SHOW માં સુરતથી ચેમ્બરનું બિઝનેસ પેવેલિયન ભાગ લેશે

Rupesh Dharmik
સુરત: CMAI દ્વારા આગામી તા. રર થી ર૪ ફેબ્રુઆરી, ર૦રર દરમ્યાન મુંબઈ ખાતે યોજાનાર CMAI FAB SHOW માં CMAI ના  ૪૦૦૦થી વધુ મેમ્બર્સ કે જેઓ ગારમેન્ટ ઈન્ડસ્ટ્રીના ટોપ બ્રાન્ડસ અને ટોપ બાયર્સ છે...
સુરત

રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે કરશો ? તે અંગે ચેમ્બર દ્વારા સેમિનાર યોજાશે

Rupesh Dharmik
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૪ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે...
બિઝનેસસુરત

હવે ઉદ્યોગોને સફળ થવું હશે તો ઇન્ડસ્ટ્રી ૪.૦ નો સહારો લેવો આવશ્યક બની જશે

Rupesh Dharmik
સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. ર૦ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ઇન્ડસ્ટ્રી ૪.૦ વિશે...