નવા વર્ષની સવાર ફિટનેસની સાથે સુરતીઓએ શરૂ કરી હતી.


સુરત શહેરના મોટા વરાછા વિસ્તાર ખાતે આવેલ પરસોથમ ફાર્મમાં ફીટ પાર્ટી 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાંચ વર્ષના બાળકથી લઈને 65 વર્ષના વૃદ્ધ પણ અહીં જુમતા જોવા મળ્યા હતા આ આયોજનમાં 2000 થી પણ વધુ લોકો જોડાયા હતા.

આયોજક ડોક્ટર આફરીન જસાણી આવડિયા એ જણાવ્યું હતું કે, નવા વર્ષની શરૂઆતમાં ફિટનેસ ને ધ્યાનમાં રાખીને સહયોગ ફિઝિયોથેરાપી અને વી.આર ડિજિટલ મીડિયા દ્વારા ફીટ પાર્ટી 2023 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સહયોગ ની ટીમ દ્વારા એરોબિક ની મજા લોકોને કરાવી હતી, યોગ ગરબા,  જુમ્બા નું પણ સમાવેશ કરવામાં આવ્યું હતું સાથે રમતગમત અને સ્વાસ્થ્ય જીવન માટે મહત્વની માહિતી પણ લોકોને પૂરી પાડવામાં આવી હતી

ફીટ પાર્ટી 2023 ના આયોજનમાં મુખ્ય મહેમાન તરીકે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રખ્યાત નિતીન જાની(ખજૂર), પારુ અને ગુરુ, જયદીપ પટેલ અને પોપટભાઈ આહીર પોતાની હાજરી નોંધાવી હતી અને લોકોને ફીટ રહેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *