Republic News India Gujarati
સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

સ્મિમેર હોસ્પિટલમાં નેશનલ મેડિકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર ટુંકાગાળામાં ૪૨૦ બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી

as-per-the-guidelines-of-the-national-medical-council-a-permanent-arrangement-of-420-beds-has-been-set-up-at-smimmer-hospital-in-a-short-period-of-time

ચોથા માળે ૫૦ જેટલા આઈ.સી.યુ.બેડ યુધ્ધના ધોરણે તૈયાર કરાયા

હાઉસીંગ વિભાગના કર્મયોગીઓના ‘વ્યથા નહી વ્યવસ્થા’ના અભિગમ અને દિવસ-રાતની મહેનતના કારણે આ શકય બન્યું છે

સુરતઃ કોરોના કહેર વચ્ચે રાજય સરકાર તથા મહાનગરપાલિકાના સંયુકત પ્રયાસોથી કોરોના દર્દીઓ માટે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે ઝડપથી ઓકિસજન બેડ, આઈ.સી.યુ., વેન્ટીલેટર સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા હસ્તકની સ્મિમેર હોસ્પિટલમાં અઠવાડિયાના ટુંકાગાળામાં નેશનલ મેડિકલ કાઉન્સીલ (NMC)ની ગાઈડલાઈન અનુસાર ૪૨૦ જેટલા બેડની સ્થાયી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના હાઉસીંગ વિભાગના ડેપ્યુટી ઈજનેરશ્રીમતિ મેધાવી દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલમાં મલ્ટીલેવલ પાર્કિગ ખાતે કોવિડ હોસ્પિટલમાં હાલ કોરોનાની સારવાર માટે ૬૪૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. નેશનલ મેડીકલ કાઉન્સીલની ગાઈડલાઈન અનુસાર માત્ર અઠવાડિયામાં ગ્રાઉન્ડ ફલોર પર ૧૪૦, પહેલા માળે ૧૪૦, બીજા માળે ૧૪૦ મળી કુલ ૪૨૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, સ્મિમેર મેડીકલ કોલેજમાં હાલમાં ૨૦૦ મેડીકલ સીટો ઉપલબ્ધ છે. ભવિષ્યમાં ૨૫૦ સીટો થાય તો તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રકચર અત્યારથી જ ઉભુ કરવામાં આવ્યું છે. હાલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવશે. પણ ભવિષ્યમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના વોર્ડ માટે પણ ઉપયોગ કરી શકાશે.

મેધાવી દેસાઈએ વધુમાં કહ્યું કે, ચોથા માળે ૫૦ આઈ.સી.યુ.બેડની વ્યવસ્થા યુધ્ધના ધોરણે હાઉસીગ વિભાગના સ્ટાફ દ્વારા સંસાધનોની મર્યાદા વચ્ચે ‘વ્યથા નહી વ્યવસ્થા’નો અભિગમ અપનાવીને દિવસ-રાતની મહેનતના પરિણામે ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.


Related posts

ઓવેરિયન કેન્સરના જોખમી પરિબળો, નિદાન અને સારવાર

Rupesh Dharmik

Best Orthopedic Doctor in Dindoli – Dr. Abhishek Yadav ઘૂંટણ અને કમરના દુખાવા માટે વિશ્વાસનું નામ

Rupesh Dharmik

‘અવાદા ભારત ઉદય યાત્રા’સૂરત પહોંચી, ક્લિન એનર્જી અપનાવવા પાયાના સ્તરે જાગૃકતાનો પ્રસાર કર્યો

Rupesh Dharmik

અમદાવાદમાં બેકપેઇનનો દુખાવો વધી રહ્યો છે: વ્યાના કેર તેને કેવી રીતે બદલી શકે છે ? તેના વિશે જાણો.

Rupesh Dharmik

વોક્હાર્ટ હોસ્પિટલ્સ દ્વારા નર્સિંગ સ્ટાફના યોગદાનને સપ્તાહભર ઉજવણી સાથે અપાયું સન્માન

Rupesh Dharmik

વિરારમાં ‘દૃષ્ટિ આઈ હોસ્પિટલ’ના આધુનિક વિસ્તરણનું ઉદ્ઘાટન; વર્લ્ડ ક્લાસ આંખોની સારવાર હવે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ

Rupesh Dharmik

Leave a Comment