Republic News India Gujarati
સુરત

ચેમ્બર દ્વારા સરસાણા ખાતે યોજાયેલા ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનું સમાપન, ૧૮ હજારથી વધુ લોકોએ મુલાકાત લીધી

Concluding Food & Agritech Expo organized by Chamber at Sarasana, more than 18 thousand people visited

પ્રદર્શનમાં બીટુબી સેગ્મેન્ટના સ્ટોલધારકોને પ૦ થી ૧ર૦૦ સુધીની બીટુબી ઇન્કવાયરી જનરેટ થઇજ્યારે બીટુસીમાં રિટેઇલ કાઉન્ટરમાં સારામાં સારો બિઝનેસ મળ્યો : ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર તથા એમએસએમઇ કમિશ્નરેટ, ગુજરાત રાજ્ય, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ અને નેશનલ એસસી–એસટી હબના સહયોગથી તા. રપ/૦ર/ર૦ર૩ થી ર૭/૦ર/ર૦ર૩ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩’નું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું. જેનું આજરોજ સમાપન થયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં બીટુબી સેગ્મેન્ટમાં સ્ટોલધારકોને પ૦ થી ૧ર૦૦ સુધીની બીટુબી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. જ્યારે બીટુસીમાં રિટેઇલ કાઉન્ટરમાં સારામાં સારો બિઝનેસ મળ્યો હતો. શહેરીજનોના મળેલા જબરજસ્ત પ્રતિસાદને પગલે દરેક સ્ટોલધારકને ધાર્યા કરતા પણ વધુનો બિઝનેસ મળતા તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા, આથી આગામી વર્ષે યોજાનારા ફૂડ એન્ડ એગ્રી ટેક એક્ષ્પો– ર૦ર૪ માં તેઓએ અત્યારથી જ એડવાન્સ બુકીંગ માટે તૈયારી દર્શાવી હતી.

ભારત સરકાર દ્વારા મિલેટ્‌સને પ્રોત્સાહન આપવામાં આવી રહયું છે, આથી આ પ્રદર્શનમાં મિલેટ્‌સમાં જે કુદરતી ખેત પેદાશોનો સમાવેશ કરાયો છે તેમાંથી મોટા ભાગના ખેત પેદાશોનું પ્રદર્શન કરાયું હતું. ઓર્ગેનિક ચોખા, નાગલી, આખા અડદ, અડદની દાળ, ભગર, ખરસાણી, બાજરી, જુવાર અને રાગી વિગેરેનું સીધું વેચાણ પ્રદર્શનમાં થયું હતું. પ્રદર્શનની મુલાકાત લેનારા મોટા ભાગના શહેરીજનોનો ઝૂકાવ ઓર્ગેનિક ફૂડ તરફ જોવા મળ્યો હતો.

નમકીન અને બેકરીની આઇટમોમાં ખાણીપીણીની ચીજવસ્તુઓની મોટાપાયે ખરીદી નીકળતા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. પ્રદર્શનમાં સ્ટોલધારકો દ્વારા બાય વન ગેટ વન ફ્રી તથા ૧૦ ટકાથી લઇને પ૦ ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવતા ત્રણ દિવસ દરમિયાન લોકોની ભારે ભીડ જામી હતી. સુરત તથા ગુજરાતમાંથી જ નહીં પણ મહારાષ્ટ્રના મુંબઇ ખાતેથી પણ લોકોએ પ્રદર્શનનો લાભ લઇ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી હતી. જેને કારણે ત્રણ દિવસ દરમિયાન ૧૮ર૦૦ લોકોએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

પહેલો દિવસ–  રપ૦૦

બીજો દિવસ–  ૮ર૦૦

ત્રીજો દિવસ–  ૭પ૦૦

થાઇ પેવેલિયનમાં થાઇલેન્ડના ઘણા એકઝીબીટર્સને સારો બિઝનેસ મળ્યો હતો. થાઇ એકઝીબીટર્સ દ્વારા ફૂડ પ્રોડકટ, હેન્ડીક્રાફટ, કોસ્મેટીક આઇટમ વિગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓને બીટુબી ધોરણે પણ બિઝનેસ મળ્યો હતો અને કેટલાક એકઝીબીટર્સને થાઇલેન્ડની મોટી કંપનીઓ માટે સુરતમાંથી ડિસ્ટ્રીબ્યુટર તથા ડીલર પણ મળ્યા હતા.

ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩ ના ચેરમેન કે. બી. પિપલીયાએ જણાવ્યું હતું કે એકઝીબીશનમાં ભાગ લેનારા પાર્ટીસિપેટ્‌સને રિટેઇલમાં સારી ઓફરને કારણે ઘણો લાભ થયો છે. કંપનીઓને ફ્રેન્ચાઇજી અને ડીલર્સ માટેની ઇન્કવાયરી જનરેટ થઈ હતી. સાથે જ ડિલરોને વિવિધ કંપનીઓ તરફથી સીધી ઓફર થઇ હતી. પાણીને પીવાલાયક અને ખેતીલાયક બનાવનારી કંપનીને ઇન્ડસ્ટ્રી તેમજ કૃષિ ક્ષેત્રની સાથે સંકળાયેલા સાહસિકો તરફથી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

સરકારી તેમજ ખાનગી બેંકોને ઉદ્યોગ સાહસિકો તેમજ શહેરીજનો તરફથી લોન માટે સારી લીડ મળી હતી. આ ઉપરાંત આ પ્રદર્શનમાં પોલીહાઉસ/નેટહાઉસમાં સોઈલલેસ કલ્ચર (હાઇડ્રોપોનિકસ પદ્ધતિ) માટે ઘણી ઇન્કવાયરી જનરેટ થઇ હતી. ખાસ કરીને શહેરીજનોએ હાઇડ્રોપોનિકસ પદ્ધતિથી કીચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન અને ફાર્મ હાઉસ ખાતે ગાર્ડન બનાવવા માટે ઘણી ઈન્કવાયરી જનરેટ થઇ હતી.


Related posts

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે વાસ્તુ ટ્રસ્ટ દ્વારા રામ મંદિર 11,111  દિયા કીટ નું વિતરણ શરુ કરવામાં આવ્યું

Rupesh Dharmik

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Rupesh Dharmik

સુરતના વેસુમાં આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા રામલીલા મંડપની સ્વસ્તિક પૂજન

Rupesh Dharmik

ફેશનેબલ સુરતવાસીઓ લેટેસ્ટ ફેશન ઓફર જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

Leave a Comment