Republic News India Gujarati
એજ્યુકેશન

ગ્લોબલ સિટીઝન સ્કોલરશીપ હેઠળ સિંગાપોરમાં અભ્યાસ માટે વર્ષ 2023-24 માટે વિદ્યાર્થીઓને આમંત્રણ

Global Citizen Scholarship opens its 2023-24 cycle for studying in Singapore

  • ગ્રેડ 11 અને 12 માં અભ્યાસ કરવા માટે બે વર્ષ માટે શાળા ફી પર 100% માફી ઉપરાંત સ્કોલરને પણ ફ્રિ આવાસ, મુસાફરી ખર્ચ, પોકેટ મની અને વધુ જેવા લાભો મેળવે છે, જે વિદ્યાર્થી દીઠ આશરે S$90,000 જેટલી થાય છે.
  • અત્યાર સુધીમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ (GCS) દ્વારા શિષ્યવૃત્તિનો લાભ મેળવ્યો છે
  • આ વર્ષે વિદ્યાર્થીઓ 24મી ડિસેમ્બર 2022 અથવા 21મી જાન્યુઆરી 2023 અથવા 25મી માર્ચ 2023ના રોજ પરીક્ષા આપી શકશે.
  • શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18મી માર્ચ છે.

ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ(GIIS) એ વર્ષ 2023-24 માટે તેની પ્રતિષ્ઠિત ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ (GCS)  માટે અરજીઓ આમંત્રિત કરી છે – એક શિષ્યવૃત્તિ જે ગુણવત્તાયુક્ત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને સિંગાપોરમાં તેમના ઉચ્ચ શાળાનું શિક્ષણ પૂર્ણ કરવાની તક આપે છે.

આ શિષ્યવૃત્તિ સમગ્ર દેશમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકાઇ છે,પછી ભલે તેઓ તેમના શહેર, સ્કુલ્સ, બોર્ડ વગેરે કાંઇ પણ હોય.આ પ્લેટફોર્મ ઘણા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ માટે એક સ્વપ્ન સાકાર કરશે સાથે સિંગાપોરમાં રહેવા અને અભ્યાસ કરવાની તક મળશે જેના માટે તેમને સંપૂર્ણ ભંડોળ પૂરું પાડવામાં આવશે અને ઘણી વખત પ્રતિષ્ઠિત આઇવી લીગ સ્કુલમાં તેમના યુનિવર્સિટીના વર્ષોને આગળ ધપાવવા માટે પણ મદદ કરે છે.

સિંગાપોર GIISના એકેડેમિક ડાયરેક્ટર શ્રી પ્રમોદ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે “GCS એ દેશભરના હોશિયાર વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શાળાનું શિક્ષણ મેળવવામાં મદદ કરવા માટે એક પહેલ છે, તેમાં વધુમાં ઉમેર્યું કે “ગયા વર્ષે, GIIS સિંગાપોર કેમ્પસ માટે 17 વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી અને અત્યાર સુધીમાં 100 થી વધુ વિદ્યાર્થીઓએ આ શિષ્યવૃત્તિ દ્વારા લાભ મેળવ્યો છે. શિષ્યવૃત્તિ એ માત્ર વિશ્વ-સ્તરની સંસ્થામાં અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે એટલું જ નહિ પરંતુ તે ગ્રેડ 12 પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ માટે અગ્રણી વૈશ્વિક યુનિવર્સિટીઓના દ્વાર ખોલવામાં પણ મદદ કરશે.

ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપએ એક પ્રકારની તક છે જે વિદ્યાર્થીઓને 2008 થી સિંગાપોરના GIIS સ્માર્ટ કેમ્પસમાં 11 અને 12 ગ્રેડને આગળ ધપાવવા સક્ષમ બનાવે છે. શિષ્યવૃત્તિ સિંગાપોરમાં અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ માટે ટ્યુશન અને બોર્ડિંગ પર 100% માફી આપે છે. ફ્લેગશિપ કેમ્પસ જેને ભવિષ્યની શાળા તરીકે બિરદાવવામાં આવ્યું છે. કેમ્પસમાં નેક્સ્ટ-જેન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ વાતાવરણ પુરૂ પાડે છે, અને શ્રેષ્ઠ વિદ્યાર્થી શિક્ષણ પરિણામો માટે ડેટા એનાલિટિક્સ પર ભાર મૂકે છે તે બાબત નેશનલ જિયોગ્રાફિક ચેનલ દ્વારા નવેમ્બરમાં રિલીઝ થયેલી ડોક્યુમેન્ટરીમાં ભવિષ્યની શાળા તરીકે દર્શાવવામાં આવ્યું છે.

ગ્રેડ 11 અને 12 માં અભ્યાસ કરવા માટે બે વર્ષ માટે શાળા ફી પર 100% માફી ઉપરાંત, સ્કોલરને પણ ફ્રિ આવાસ, મુસાફરી ખર્ચ, પોકેટ મની અને વધુ જેવા લાભો મેળવે છે, જે વિદ્યાર્થી દીઠ આશરે S$90,000 જેટલી થાય છે. બે વર્ષના અંતે વિદ્યાર્થીઓને વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે પસંદ કરવા અને અરજી કરવા માટે પણ સલાહ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને તેમના સાતત્યપૂર્ણ શૈક્ષણિક પ્રદર્શન અને બોર્ડ 10ના પરિણામોના આધારે લેખિત પરીક્ષા માટે પસંદ કરવામાં આવે છે અને ઓનલાઈન અને રૂબરૂ ઈન્ટરવ્યુ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે. અરજદારોએ દેશના જુદા જુદા ભાગોમાં આયોજિત લેખિત પરીક્ષાનો પ્રયાસ કરવો પડશે. આ વર્ષે વિદ્યાર્થીઓ 24મી ડિસેમ્બર 2022 અથવા 21મી જાન્યુઆરી 2023 અથવા 25મી માર્ચ 2023ના રોજ પરીક્ષા આપી શકશે.

શિષ્યવૃત્તિ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18મી માર્ચ છે.

પસંદ કરેલા સ્કોલર પાસે CBSE માર્ગને અનુસરવાનો અથવા તેમના ઉચ્ચ શાળાના વર્ષોને અનુસરવા માટે આંતરરાષ્ટ્રીય સ્નાતક જેવા આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.

ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ વિશે:

ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ (GCS) એ ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ (GIIS) દ્વારા અત્યંત લાયક વિદ્યાર્થીઓને રજૂ કરવામાં આવતી પ્રતિષ્ઠિત અને સંપૂર્ણ ભંડોળવાળી શિષ્યવૃત્તિ છે. 2008માં શરૂ કરાયેલ આ પહેલે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 100 થી વધુ વિદ્યાર્થીઓને GIIS ના વિવિધ કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય શિક્ષણ મેળવવા અને તેમના સ્વપ્નને સાકાર કરવામાં મદદ કરી છે. પ્રતિષ્ઠિત ગ્લોબલ સિટીઝન સ્કોલરશિપ (GCS) માટે પસંદજી પામેલ વિદ્યાર્થીઓને અપ્રતિમ તક અને શીખવાનો અનુભવ પ્રદાન કરે છે.

આ સ્કોલરશિપનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ભવિષ્યના વૈશ્વિક નાગરિક તરીકે ઉછેરવાનો અને તેમને વિશ્વભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં વધુ સારી રીતે પ્રવેશ આપવાનો છે. શિષ્યવૃત્તિ કોઈપણ કેમ્પસમાં ગ્રેડ 11 અને 12 પૂર્ણ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે મુસાફરી ખર્ચ સાથે બે વર્ષ માટે શિક્ષણ, રહેઠાણનો ખર્ચ ભંડોળ પૂરું પાડે છે.

2020થી આ યોજનામાં વધુ કેમ્પસ ઉમેરવામાં આવ્યા છે, જેનો ઉદ્દેશ્ય સ્પેક્ટ્રમને વિસ્તૃત કરવા અને વિદ્યાર્થીઓને આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિનો લાભ મેળવવામાં મદદ કરવાનો છે. આ સાથે, વિદ્યાર્થીઓ સિંગાપોર અને ભારતમાં અભ્યાસ માટે તેમના કેમ્પસને પસંદ કરી શકે છે, આનાથી ઉમેદવારોને તેમના ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી વૃદ્ધિ થાય.

વધુ માહિતી માટે, મુલાકાત લો: https://singapore.globalindianschool.org/scholarships/global-citizen-scholarship


Related posts

RFL એકેડેમી કોડેવર 5.0 નેશનલ ચેમ્પિયનશિપમાં મોટી જીત મેળવી, દુબઈ માટે તૈયારી

Rupesh Dharmik

વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં છઠ્ઠી કોન્વોકેશન સેરેમની યોજાઈ

Rupesh Dharmik

સુરતની રોબોટિક્સ ટીમ લેબ ફ્યુઝન પ્રથમ ટેક ચેલેન્જમાં જીત મેળવી

Rupesh Dharmik

ISGJ – ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કોલેજમાં ડાયમંડ અને જેમોલોજીના સ્નાતકોનો પદવીદાન  સમારોહ યોજાયો

Rupesh Dharmik

GIIS અમદાવાદ સફળ IDEATE 2.0 ઇવેન્ટ માં લોકોને મળી નવીનતા અને સર્જનાત્મકતા પ્રેરણા

Rupesh Dharmik

અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ રોબોટિક કોમ્પીટીશનમાં RFL એકેડમી અમદાવાદની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

Rupesh Dharmik

Leave a Comment