October 5, 2024
Republic News India Gujarati
લાઈફસ્ટાઇલ

નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન અને ફેશન ટ્રેન્ડસ સાથે ૨૯ અ ને ૩૦ માર્ચે મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

On 29th & 30th March at Hotel Marriott Hi Life Exhibition Season's trendiest fashion showcase is back

સુરત તા. ૨૭ માર્ચ ૨૦૨૩ : આ વર્ષનું નવીનતમ બ્રાઇડલ વેર કલેકશન્સ અને ફેશન ટ્રેન્ડસ સાથે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન ૨૯ અને ૩૦ માર્ચ, ૨૦૨૩ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરતમાં ફરી એક વખત પાછુ આવી રહ્યું છે. હાઈલાઈફ એક્ઝિબિશનમાં તમે તમારી મનપસંદ અને ઈચ્છા મુજબની દરેક વસ્તુની ખરીદી કરી શકો છો. અહીં બ્રાઈડલ વેર, ડિઝાઈનર એપેરલ્સ, જ્વેલરી, ફેશન એસેસરીઝ અને હોમ એસેસરીઝથી લઈને ફર્નિશિંગ કોન્સેપ્ટ્સ, કલાકૃતિઓ અને ડેકોર ખાસ આકર્ષણ છે. આ સિઝનમાં હાઈલાઈફ એક્ઝિબિશન તમારા શોપિંગ અનુભવને ફરી એકવાર સમૃદ્ધ બનાવવા માટે એક નવો ટ્રેન્ડ શરૂ કરવા માટે તૈયાર છે

ઇવેન્ટના આયોજક એબી ડોમિનીકે જણાવાયું હતું, “આ બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં અમે ખાસ બ્રાઇડલ ફેશન કલેકશન્સ રજૂ કરીશું. અમારા આ એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં પર્સનલ સ્ટાઇલિંગ તથા લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીના ચાહકો ઉપસ્થિત રહેશે. આ શો દ્વારા અમે ઈચ્છીએ છે કે સુરતના ફેશન ચાહકો પણ ગ્લોબલ માર્કેટ્સ અને ભારતીય બજારોમાં પ્રચલિત સમકાલીન, રોમાંચક અને આધુનિક બ્રાઇડલ ડિઝાઈન્સનો અનુભવ લે. આ શોકેસથી અમે ફરી એથનિક તથા ફેશન પરિધાન, હોમ ડેકોર તથા ગિફ્ટિંગ આઈડિયાસ સુરતીઓના ઘરઆંગણે લઈને આવ્યા છીએ. આથી હું સુરતના ફેશન લવર્સને શુભેચ્છા પાઠવું છું કે તે આગામી પ્રસંગો માટે ક્લાસી અને ટ્રેન્ડી બની રહે. મને ખાતરી છે કે હાઈ લાઈફ એક્ઝિબિશન તેઓને ભારતના અતિ સુંદર ક્રિએશનનો લાભ આપશે તથા અમારા આ એક્ઝિબિશનમાં દેશભરમાંથી ૧૫૦ થી વધુ ડિઝાઈનર્સ તેમના ક્રિએશન પ્રદર્શિત કરશે.” તો આવો અને બ્રાઇડલ લાઈફ સ્ટાઈલ, ફેશન અને હૌટે કુટેરે શો હાઈ લાઈફ ફેશન એક્ઝિબિશનનું ૨૯ અને ૩૦ માર્ચ, ૨૦૨૩ દરમિયાન મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે મજા માણો.


Related posts

નિલોફર શેખ – કુબ્રાની ક્રોશેટ્રીના સ્થાપક અને માલિક. ક્રોશેટ આર્ટિસ્ટ અને ક્રોશેટ ટ્યુટર.

Rupesh Dharmik

હાઈલાઇફ બ્રાઇડ્સ, ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા બ્રાઇડલ સ્પ્લેન્ડરનું પ્રદર્શન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૨૧ અને ૨૨ સપ્ટેમ્બર ના રોજ યોજાશે

Rupesh Dharmik

સુરતમાં આઠ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

Rupesh Dharmik

સુરતમાં છ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

Rupesh Dharmik

સુરતમાં નવ દિવસીય નેશનલ સિલ્ક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે

Rupesh Dharmik

હાઈલાઇફ બ્રાઇડ્સ, ભારતની સૌથી મોટી ફેશન એક્ઝિબિશન કંપની હાઈલાઇફ એક્ઝિબિશન દ્વારા બેન્ચમાર્ક બ્રાઇડલ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૨૫ અને ૨૬ જુન ના રોજ યોજાશે

Rupesh Dharmik

Leave a Comment