Republic News India Gujarati
હેલ્થ એન્ડ બ્યૂટી

સિનીયર સિટીઝન તેમજ કોમોર્બિડ દર્દીઓ માટે કોરોના પ્રતિકારક રસીકરણ માટે ઓનલાઈન નોંધણી થઈ શકશે

Senior citizens as well as comorbid patients can register online for corona immunization

સુરત: કોરોના પ્રતિકારક રસીકરણના બીજા તબક્કાના અભિયાન હેઠળ સુરતમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારી, કેન્સર, કિડનીની, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શનથી પીડિત ૪૫ વર્ષથી વધુ અને પ૯ વર્ષ સુધીના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવી રહ્યું છે, સિનીયર સિટીઝન તેમજ કોમોર્બીડ દર્દીઓ માટે રસીકરણની ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા શરૂ છે. જે અંતર્ગત દર્દીઓ સહેલાઈથી નોંધણી કરવી નજીકનું રસીકરણ કેન્દ્ર શોધી રસીકરણનો લાભ લઇ શકશે.
કોવિડ-૧૯ રસીકરણ માટે નોંધણીની પ્રક્રિયા:
૧. નોંધણી કરવા Co-Win એપ, આરોગ્ય સેતુ અથવા cowin.gov.in નો ઉપયોગ કરવો
૨. નોંધણી કરવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો (એક મોબાઈલ નંબર ૪ વખત નોંધણી કરવા ઉપયોગમાં લઇ શકાય છે)
૩. મોબાઈલ નંબર નાખ્યા બાદ આપના મોબાઈલ પર આવેલ OTP નાખી એકાઉન્ટ ક્રિએટ કરવું.
૪. ત્યાર બાદ તમારું નામ, ઉંમર લખવી તથા ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવું.
૫. જો તમારી ઉંમર ૪૫ થી ૫૯ વર્ષની વચ્ચે છે, તો ડોક્ટરનું કોમોર્બીડીટી અંગેનું પ્રમાણપત્ર અપલોડ કરવું
૬. રસીકરણ કેન્દ્ર તથા તારીખ પસંદ કરવી
નાગરિકોને તેમના નજીકના રસીકરણ કેન્દ્રો શોધવા માટે https://www.cowin.gov.in/home નો ઉપયોગ કરી શકશે. આ સાથે નાગરિકો રૂ. ૨૫૦/ માં પ્રાઈવેટ હોસ્પિટલ ખાતે પણ રસીકરણ કરાવી શકાશે.
સરકારી રસીકરણ કેન્દ્રની યાદી, પ્રાઈવેટ હોસ્પિટલની યાદી અને કોમોર્બીડ સર્ટિફિકેટનું ફોર્મેટ જોવા અને ડાઉનલોડ કરવા https://mysurat.in/newsList.htm ઉપર વિઝિટ કરીને જાણકારી મેળવી શકાશે.

Related posts

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

સુરતમાં યુરોલોજીમાં સફળતા: 84-વર્ષીય પુરુષ દર્દી પર સફળ ડ્રગ-કોટેડ બલૂન યુરેથ્રોપ્લાસ્ટી કરવામાં આવી

Rupesh Dharmik

ડિવાઇસ કલોઝર પદ્ધતિ થી દક્ષિણ ગુજરાતમાં સર્વપ્રથમ વખત ડો. સ્નેહલ પટેલ દ્વારા કેથલેબમાં દર્દીની સારવાર કરવામાં આવી

Rupesh Dharmik

મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર

Rupesh Dharmik

Leave a Comment