Republic News India Gujarati
ઓટોમોબાઇલ્સબિઝનેસ

ટોયોટા કિર્લોસ્કર મોટરે સ્પોર્ટી ન્યુ ફોર્ચ્યુનર ટીઆરડી લિમિટેડ એડિશન લોન્ચ કરી


 

·         ભારત માટે ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટ (ટીઆરડી) દ્વારા વિશેષ પ્રકારે ડિઝાઇન કરાઇ

·         આર18 ટીઆરડી એલોય વ્હિલ્સ દ્વારા ફોર્ચ્યુનરનો આકર્ષક દેખાવ

·         360-ડિગ્રી પેનારોમિક વ્યૂ મોનિટર અને હાઇજિન અને સરળ ડ્રાઇવિંગ માટે ઓટો-ફોલ્ડિંગ ઓઆરવીએમ જેવી નવીન વિશેષતાઓ

·         ડ્યુઅલ-ટોન રૂફ દ્વારા પ્રીમિયમ એક્સટિરિયર

·         ઇલ્યુમિનેટેડ સ્કફ પ્લેટ્સ દ્વારા ઇન્ટિરિયર વધુ આકર્ષક

·         તમામ પ્રદેશોમાં ક્ષમતા વધારવા માટે વિશેષ å4 બેજ (4x4)

·         સ્પેશિયલ ટેક્નોલોજી પેકેજ હેઠળ ફંક્શનલ અને ઇન્ટ્યુટિવ એસેસરિઝ

·         ડ્યુઅલ ટોનમાં આકર્ષક પર્લ વ્હાઇટ કલર

·         ફોર્ચ્યુનર ટીઆરડી લિમિટેડ એડિશન વેરિઅન્ટ 4x2 અને 4x4 એટી ડીઝલમાં ઉપલબ્ધ

એક્સ-શોરીમ કિંમત (કેરળને બાદ કરતાં દેશમાં સમાન)

ગ્રેડ

એક્સ-શોરૂમ કિંમત રૂ.

 4×2 એટી ડીઝલ

34,98,000

4×4 એટી ડીઝલ

36,88,000

સુરત : ફોર્ચ્યુનરને કોઇ પરિચયની જરૂર નથી અને આ આઇકોનની સફળતાની ઉજવણી કરતાં ટોયોટા કિર્લોસ્કર મોટર (ટીકેએમ)એ આજે ભારતીય માર્કેટમાં સ્પોર્ટી ન્યુ ફોર્ચ્યુનર ટીઆરડીની મર્યાદિત આવૃત્તિ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ટીકેએમે ફોર્ચ્યુનર ટીઆરડીમાં સ્પોર્ટી અપીલ લાવવા ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટ (ટીઆરડી)ના વારસાનો લાભ લીધો છે. આ મર્યાદિત આવૃત્તિ 4x2 અને 4x4 ઓટોમેટિક ટ્રાન્સમીશન (ડીઝલ) વેરિઅન્ટ્સ ડ્યુઅલ-ટોન સ્ટાઇલિશ એક્સટિરિયર, આકર્ષક ડ્યુઅલ-ટોન ડેશબોર્ડ અને ચારકોલ બ્લેક આર18 ટીઆરડી એલોય વ્હીલ્સમાં ઉપલબ્ધ છે. દેશભરમાં ટોયોટાની ડીલરશીપ ખાતે આજથી બુકિંગ્સ શરૂ છે.

સ્ટાન્ડર્ડ સુપરલેટીવ વિશેષતાઓ ઉપરાંત સ્પોર્ટી ન્યુ ફોર્ચ્યુનર ટીઆરડી સ્પેશિયલ ટેક્નોલોજી પેકેજ હેઠળ ડિજિટલ હાઇ-ટેક ઓપ્ટિકલ એસેસરિઝની ઉત્તમ શ્રેણી ઓફર કરે છે, જેમાં હેડ અપ ડિસ્પ્લે (એચયુડી), ટાયર પ્રેશર મોનિટર (ટીપીએમએસ), ડિજિટલ વિડિયો રેકોર્ડર (ડીવીઆર), વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર અને વેલકપ ડોર લેમ્પ સામેલ છે, જેનાથી તે વધુ આરામદાયકતા અને સ્ટાઇલમાં વધારો કરશે. વધુમાં વ્યક્તિગત સુરક્ષાને ટોચની પ્રાથમિકતા આપતા ભારતમાં ટોયોટા દ્વારા પ્રથમવાર વધુ એક એસેસરિઝ એર આયોનાઇઝર રજૂ કરવામાં આવ્યું છે.

વર્ષ 2009માં લોન્ચ કરાયેલી ટોયોટા ફોર્ચ્યુનર દેશમાં છેલ્લાં એક દાયકાથી સૌથી વધુ પસંદગીની એસયુવી છે અને તેણે પોતાના સેગમેન્ટમાં સતત નેતૃત્વ જાળવી રાખ્યું છે. પ્રીમિયમ ફીચર્સ, સ્ટાઇલિશ અને ઉબર-કંટ્રોલ ઇન્ટિરિયર્સ, બેસ્ટ-ઇન-ક્લાસ સેફ્ટી અને પાવરફુલ પર્ફોર્મન્સ વર્ષોથી ફોર્ચ્યુનરનો હોલમાર્ક રહ્યાં છે તથા દેશ એસયુવી પ્રત્યે ઉત્સાહ ધરાવતી પેઢીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે.

આ લોન્ચ અંગે પ્રતિક્રિયા આપતા ટીકેએમના સેલ્સ અને સર્વિસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નવીન સોનીએ જણાવ્યું હતું કે, આજે ગ્રાહકો વાહનમાં વધુ પાવર, પર્ફોર્મન્સ, સેફ્ટી અને ડ્રાઇવ એક્સપિરિયન્સ માગે છે. તેઓ લૂક અને ફીલમાં તાજગી ઇચ્છે છે. ગ્રાહક કેન્દ્રિત અભિગમ અને તેમની જરૂરિયાતોને પૂર્ણ કરવાના સમર્પિત જુસ્સા સાથે અમે નવી પ્રોડક્ટ્સ, વેરિઅન્ટ્સ અને એક્સક્લુઝિવ એડિશન્સ વર્ષો દરમિયાન રજૂ કરી છે. ફોર્ચ્યુનર ટીઆરડી લિમિટેડ એડિશન બેજોડ અને સેગમેન્ટ-ફર્સ્ટ વિશેષતાઓ સાથે ગ્રાહકોની માગથી પણ વધુ પ્રદાન કરવાનો વધુ એક પ્રયાસ છે. ફોર્ચ્યુનર ટીઆરડી લિમિટેડ એડિશનમાં એર આયોનાઇઝર ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની મહત્વપૂર્ણ એસેસરી છે, જે હાલના મૂશ્કેલ સમયમાં આપણે જે હવામાં શ્વાસ લઇ રહ્યાં છીએ તેની ચિંતાઓ સાથે સંલગ્ન છે. વધુમાં ફોર્ચ્યુનર ટીઆરડી સાચા અર્થમાં એક્સક્લુઝિવ છે અને મર્યાદિત યુનિટ્સ દેશભરમાં એસયુવીના ચાહકો માટે ઉપલબ્ધ બનાવવામાં આવ્યાં છે.

અમે ભારતમાં ફોર્ચ્યુનરના ચાહકોના આધાર પ્રત્યે આદર વ્યક્તિ કરીએ છીએ કે જેમણે બ્રાન્ડને વિશેષ દરજ્જો આપ્યો છે. અમને આશા છે કે ફોર્ચ્યુનર વધુ ભારતીયોને રોમાંચનો અનુભવ પ્રદાન કરતી રહેશે.


Related posts

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરસાણા ખાતે ‘સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્ષ્પો– ર૦ર૪’નો ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

શું તમે લાલ અને કાળા રંગના થ્રી વ્હીલર ટેમ્પોને શહેરમાં ફરતા જોયા છે

Rupesh Dharmik

Leave a Comment