સુરત (ગુજરાત): સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ફરી ધૂમ મચાવવા માટે તૈયાર છે. અહીં તમે આકર્ષક અને ડિઝાઈનર કલેકશનના શોપિંગનો અનુભવ કરશો. હાઈલાઈફ એક્ઝિબિશન 9 અને 10...
પૃથ્વી ઉપર સૌ પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ ભગવાન ગણેશજીનું કરવામાં આવ્યું હતું. સુરત, ગુજરાત: એક અંદાજ અનુસાર દેશમાં દર વર્ષે ૨ લાખ વ્યક્તિઓને કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય...
સુરતના કાપડ ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ફનફ્રીડમ સંસ્થા સાથે મળીને ફેબ્રુઆરી– ર૦રરમાં દુબઇ ખાતે ત્રિદિવસીય એક્ષ્પોનું આયોજન કરાશે, ઇન્ટરનેશનલ ફેશન શો પણ યોજાશે : આશીષ ગુજરાતી સુરત,ગુજરાત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ફનફ્રીડમ સંસ્થા દ્વારા સંયુકતપણે આગામી તા. ૧૯, ર૦ અને ર૧ ફેબ્રુઆરી ર૦રર દરમ્યાન દુબઇ ખાતે ત્રણ દિવસ માટે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સંદર્ભે બુધવાર, તા. ૧૯ જાન્યુઆરી, ર૦રરના રોજ મેરીયોટ સુરત ખાતે સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગકારો સાથે આ એક્ષ્પો માટે લોન્ચીંગ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, દુબઇની ખરીદ શકિત વધારે છે અને યુરોપિયન દેશોની સાથે બિઝનેસ કરવા માટેનું તે પ્રવેશ દ્વાર છે. દુબઇથી સમગ્ર વિશ્વભરમાં વેપાર થાય છે. સુરતના ઉદ્યોગકારોએ ટેક્ષટાઇલ સેકટરમાં આયાતની સામે નિર્યાત વધારે કરી છે. આથી સુરતના ફેબ્રિક અને ગારમેન્ટના ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય ખરીદદારો મળી રહે તેમજ તેઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં બિઝનેસ કરી શકે તે હેતુથી ચેમ્બર દ્વારા દુબઇ ખાતે ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇમાં ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’ થકી સુરતના કાપડ ઉદ્યોગકારોને ચાર પ્રકારના બાયર્સ મળી રહેશે. જેમાં જૂની બિઝનેસ કંપની સાથે સંકળાયેલા ઉદ્યોગકારો, નવી સ્થાપિત થયેલી કંપનીઓ, નવો બિઝનેસ શરૂ કરવા માગતા ઉદ્યોગ સાહસિકો અને બાંગ્લાદેશ તથા અન્ય દેશોના ટ્રેડર્સનો સમાવેશ થાય છે. વિવિધ દેશોના ખરીદદારો તથા એજન્ટ્સ આ એકઝીબીશનમાં આવશે. આથી એકઝીબીટર્સને કોર્પોરેટ ક્રાઉડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ, ફેશન લવર્સ પાસેથી પણ બિઝનેસ મળી રહેશે. ફનફ્રીડમ સંસ્થાના સ્તુતી ગંગવારે જણાવ્યું હતું કે, ‘ઇન્ડીયન ટેક્ષટાઇલ એક્ષ્પો’માં બે હજારથી વધુ બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. આ એક્ષ્પોમાં ઇન્ટરનેશનલ ફેશન...
સુરત (ગુજરાત): ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આયોજિત 72માં વન મહોત્સવમાં સુરતના પર્યાવરણવાદી ગ્રીનમેન વિરલ દેસાઈનું પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી વિજયભાઈ...
સુરત, ગુજરાત: 15 ઓગસ્ટના દિવસે દેશના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે ઉંભેળ ગામમાં શિરાઝ ગાંધી આર્ટ ફાઉન્ડેશન દ્વારા અનોખા આર્ટ કેમ્પનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું....