Republic News India Gujarati
બિઝનેસ

‘સીટેક્ષ– ર૦રર (સીઝન– ર)’ એકઝીબીશનમાં બે દિવસમાં ૧પ હજારથી વધુ બાયર્સે મુલાકાત લીધી

More than 15000 buyers visited the Sitex-2022 (Season-2) exhibition in two days

ગુજરાત ઉપરાંત દેશના વિવિધ શહેરોમાંથી જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે તેમજ સુરત ટેકસમેક ફેડરેશનના સહકારથી તા. ૧ર, ૧૩ અને ૧૪ માર્ચ, ર૦રર દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેકસટાઇલ એક્ષ્પો– ર૦રર (સિઝન ર)’ એકઝીબીશન યોજાયું છે. જેમાં દક્ષિણ ગુજરાત કે ગુજરાતમાંથી જ નહીં પણ દેશભરમાંથી જેન્યુન બાયર્સનો પ્રતિસાદ સાંપડયો છે.

સીટેક્ષ– ર૦રર (સિઝન ર) એકઝીબીશનમાં ગુજરાતના શહેરો ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે નવી દિલ્હી, મુંબઇ, તિરુપુર, પાણીપત, અમૃતસર, વારાણસી, કોલકાતા, ભોપાલ, ચેન્નાઇ, ઇન્દોર, મુઝફફરપુર અને ઉજ્જૈન ખાતેથી બાયર્સ પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. ગઇકાલે પ્રથમ દિવસે ૭ હજાર જેટલા બાયર્સ એકઝીબીશનમાં ટેકસટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા. જ્યારે આજે બીજા દિવસે ૮ હજારથી પણ વધુ બાયર્સ નવી ટેકનોલોજી સાથેની મશીનરી નિહાળવા માટે પ્રદર્શનની મુલાકાતે આવ્યા હતા. આમ બે દિવસ દરમ્યાન ૧પ હજારથી વધુ બાયર્સે સીટેક્ષ– ર૦રર (સિઝન ર) એકઝીબીશનની મુલાકાત લીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સીટેક્ષ પ્રદર્શનમાં વોટરજેટ મશીન, રેપીયર મશીન, એરજેટ મશીન, હાઇ સ્પીડ વોર્પિંગ મશીન, નીડલ લૂમ્સ મશીન, સકર્યુલર નીટિંગ મશીન, વોર્પ નીટિંગ મશીન, પાવર લૂમ્સ, જેકાર્ડ ટેકનોલોજી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવશે.  ટેકનીકલ ટેકસટાઇલની મશીનરીઓ તથા એસેસરીઝ ઉપરાંત સ્પીનિંગ પ્રિપરેશન માટેની મશીનરીઓ, મેન–મેઇડ ફાયબર પ્રોડકશન, સ્પીનિંગ, વાઇન્ડીંગ, ટેકસ્ચ્યુરાઇઝીંગ, ટ્‌વીસ્ટીંગ, ઓકઝીલરી મશીનરી અને એસેસરીઝનો સમાવેશ થાય છે.

તદુપરાંત નીટિંગ એન્ડ હોઝીયરી મશીનરી, ઓન્સીલરી મશીનરી એન્ડ એસેસરીઝ, એમ્બ્રોઇડરી એન્ડ બ્રાન્ડીંગ મશીનરી એન્ડ એસેસરીઝ, ગારમેન્ટ મેકીંગ મશીનરી, અન્ય ટેકસટાઇલ પ્રોસેસિંગ મશીનરી, વેસ્ટ રિડકશન અને પોલ્યુશન પ્રિવેન્શન માટેના ઇકવીપમેન્ટ અને એસેસરીઝ, વોટરજેટ લૂમ્સ અને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ખૂબ જ ઉપયોગી ૧૦૦ ટકા વેસ્ટ વોટર રિસાયકલીંગ સોલ્યુશન માટેની અદ્યતન મશીનરીઓને પ્રદર્શનમાં મુકવામાં આવી છે.


Related posts

જૈનમ બ્રોકિંગ લિમિટેડે “ટ્રેડર્સ મહાકુંભ” થીમ આધારિત ઇન્ડિયન ઓપ્શન કોન્ક્લેવ  5.0 નું 15-16 માર્ચ ના રોજ YPD વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ડુમસ ખાતે આયોજન

Rupesh Dharmik

લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બીગોસ પ્રેઝન્ટ એક્સ્પો કાર્નિવલ 2024 નું આયોજન કરવામાં આવ્યું

Rupesh Dharmik

કર્ણાટક ટુરીઝમને TTF અમદાવાદ 2023માં ડિઝાઇન અને ડેકોરેશન માટે શ્રેષ્ઠ સ્ટેન્ડ એવોર્ડ મળ્યો

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

શું તમે લાલ અને કાળા રંગના થ્રી વ્હીલર ટેમ્પોને શહેરમાં ફરતા જોયા છે

Rupesh Dharmik

ચેમ્બર દ્વારા ‘નિકાસની તકો’વિષે સેમિનાર યોજાયો, ટેક્ષ્ટાઇલ નિકાસકારોની સફળ ગાથા ઉદ્યોગ સાહસિકો સમક્ષ વર્ણવાઇ

Rupesh Dharmik

Leave a Comment