Republic News India Gujarati
ગુજરાત

તૌકતે વાવાઝોડું (સાઈક્લોન) : શું કરશો, કઈ બાબતોથી દૂર રહેશો ?

Taukatae (Cyclone): What to do, what to stay away from?

ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. આ પરિસ્થિતિમાં આપણે આ સંભવિત કુદરતી આફતથી બચવા માટે ક્યાં અગમચેતીના પગલાં લેવા અને કઈ બાબતોથી દૂર રહેવું જોઈએ તે અંગે જાગૃતિ કેળવવી જોઈએ, જેથી આ આફતથી થનારી અસરોને ખાળી શકાય.

વાવાઝોડા પહેલા આટલું અવશ્ય કરશો:

  • અફવાઓ ધ્યાન ઉપર લેશો નહિ, હાંફળા-ફાંફળા ન થશો અને ડરશો નહિ કે ડર ફેલાવશો નહિ
  • તમારા મોબાઈલ ફોન્સને પૂરતા ચાર્જ કરી રાખશો, શક્ય હોય ત્યાં સુધી એસએમએસ(SMS)થી સંદેશ પાઠવશો
  • આ વાવાઝોડા અંગેની હવામાન ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી મેળવવા માટે સતત રેડિયો સાંભળતા રહો, ટીવી અને અખબારો દ્વારા અપડેટ મેળવતા રહો
  • તમારી કિંમતી ચીજવસ્તુઓ અને દસ્તાવેજોને વોટર પ્રુફ બેગ્સમાં સાચવીને મૂકી દો
  • જીવનોપયોગી ચીજવસ્તુઓની એક કીટ બનાવી રાખો જે અણીના સમયે અને સલામતી માટે કામ લાગે
  • તમારું ઘર મજબૂત અને સલામત હોય તે જરૂરી છે. જો સમારકામની આવશ્યકતા હોય તો તે તત્કાલ કરાવી લો. વળી, કોઈ ધારદાર ચીજવસ્તુઓ છૂટી રાખશો નહિ
  • ઢોરઢાંખરની સલામતી માટે તેમને બાંધલા ન રાખશો, ખીલેથી છુટ્ટા મુકો

વાવાઝોડા વખતે અને વાવાઝોડા બાદ આ બાબતો ધ્યાને લેશો:

ઘરની અંદર :

  • વીજળી અને વીજાણુ ઉપકરણો તથા ગેસની પાઈપલાઈનની મુખ્ય સ્વીચ બંધ રાખો
  • બારી-બારણાઓ બંધ રાખો
  • જો તમારું ઘર/મકાન સલામત ન હોય તો વાવાઝોડું આવે તે પહેલા જ અન્ય સલામત સ્થળે ચાલ્યા જાઓ
  • વાવાઝોડાની અંતિમ (Latest) માહિતી માટે સતત રેડીઓ કે અન્ય વિશ્વસનીય માહિતી સ્ત્રોતથી માહિતી મેળવતા રહો
  • ગરમ-ઉકાળેલું અથવા ક્લોરીનયુક્ત પાણી જ પીવાનો આગ્રહ રાખો
  • વાવાઝોડા અંગેની માત્ર સત્તાવાર માહિતી ઉપર જ વિશ્વાસ રાખો

ઘરની બહાર :

  • તૂટેલા અથવા જર્જરિત મકાનોની આસપાસમાં પ્રવેશશો નહિ કે તેની નજીકમાં ઉભા રહેશો નહિ
  • તૂટેલા વીજતાર કે વીજથાંભલાઓથી સલામત અંતર રાખશો. કોઈ ધારદાર ચીજવસ્તુઓથી પણ દૂર રહેશો
  • સલામત આશ્રયસ્થાન શોધીને ત્યાં શરણ લેશો

માછીમાર/સાગર ખેડુઓ માટે :

  • રેડીયો સેટ વધારાની ચાર્જ કરેલી બેટરી સાથે તૈયાર અને હાથવગી રાખે
  • તમારી બોટ/વહાણ અને તરાપા કોઈ સલામત સ્થળે યોગ્ય રીતે મજબૂતાઈથી બાંધીને રાખો

Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

Leave a Comment