Republic News India Gujarati
ગુજરાત

સિંગાપોરના હાઇકમિશનર ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત

Chief Minister Shri Vijaybhai Rupani meets High Commissioner of Singapore High Level Delegation

  • ગિફટ સિટીને સિંગાપોર-દુબઇની તર્જ પર વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ અને ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવા મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા
  • ગુજરાતે દેશભરમાં સૌથી વધુ એફ.ડી.આઇ. મેળવવામાં સિદ્ધિ મેળવી છે-સિંગાપોર FDI ક્ષેત્રે ગુજરાતમાં રોકાણ કરનારૂં બીજું મોટું રાષ્ટ્ર છે:-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
  • ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની શરૂઆતથી સિંગાપોરની આનુષાંગિક કંપનીઝ શરૂ કરવામાં નવું બળ મળશે:-સિંગાપોરના હાઇકમિશનર શ્રીયુત સિમોન વોંગ
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મુલાકાત સિંગાપોરના હાઇકમિશનર શ્રીયુત સિમોન વોંગ અને ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે ગાંધીનગરમાં લીધી હતી.

આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ એપ્રિલ-ર૦ર૧ માસના અંતમાં ગુજરાતના ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જની કચેરી કાર્યરત કરવાના અંતિમ તબક્કાની તૈયારીઓ માટે ગુજરાત આવેલું છે.

સિંગાપોરના હાઇકમિશનરશ્રીએ તેમની આ કચેરીનો પ્રારંભ કરાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ભાવભર્યુ નિમંત્રણ આપ્યું હતું તેનો મુખ્યમંત્રીશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો હતો

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથેની વાતચીતમાં સિંગાપોર અને દુબઇની તર્જ પર ગિફટ સિટીને વર્લ્ડ કલાસ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન ફોર ફાયનાન્સિયલ એન્ડ ટેકનોલોજી કંપનીઝની સ્થાપના માટે વિકસીત કરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ભારતમાં સૌથી વધુ વિદેશી મૂડીરોકાણ મેળવનારા રાજ્યોમાં અગ્રેસર છે. એટલું જ નહિ, ગુજરાતના FDI ઇનફલોમાં સિંગાપોર બીજો ક્રમ ધરાવતું રાષ્ટ્ર છે.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં ચર્ચા-વિચારણા દરમ્યાન સિંગાપોર હાઇકમિશનર શ્રીયુત સિમોન વોંગે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગિફટ સિટીમાં સિંગાપોર સ્ટોક એકસચેન્જ શરૂ થવાના પરિણામે સિંગાપોરના અન્ય આનુષાંગિક (સબસીડીયરી) એકમોને પણ નવું બળ મળશે.

શ્રીયુત સિમોને સિંગાપોરની કંપનીઝ-ઊદ્યોગ એકમોના રોકાણોની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ગત નાણાંકીય વર્ષમાં સિંગાપોર દ્વારા ૧ યુ.એસ. બિલિયન ડોલર્સનું FDI રાજ્યમાં કરવામાં આવેલું છે.

સિંગાપોરની કેટલીક ખ્યાતનામ-પ્રતિષ્ઠિત કંપનીઝ જેમાં રીન્યુએબલ એનર્જી સેકટરમાં ગ્લોબલ લિડર એવી સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ કચ્છમાં રિન્યુએબલ (વિન્ડ) એનર્જીનો પ્રોજેકટ કમિશન્ડ કર્યો છે તેની પણ વિગતો આપી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથેની વાતચીતમાં સિંગાપોર હાઇકમિશનરે એમ પણ જણાવ્યું કે સિંગાપોરની વિવિધ કંપનીઝ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ, હાઉસીંગ, ફિશરીઝ અને ફાયનાન્સીયલ સર્વિસીસ સેકટરમાં પણ રોકાણો માટે ઉત્સુક છે.

શ્રીયુત સિમોને સિંગાપોર-ગુજરાત વચ્ચે બિઝનેસ ડેલિગેશનની મુલાકાત માટે પણ ઉત્સાહ દાખવ્યો હતો.

આ હેતુસર સિંગાપોરના મિનીસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોમર્સ તેમના ડેલિગેશનનું નેતૃત્વ કરશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રી સાથેની આ મુલાકાત-બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી અને ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા તેમજ ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટર શ્રીમતી નિલમ રાની પણ ઉપસ્થિત રહ્યા હતા.


Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

Leave a Comment