Republic News India Gujarati
ગુજરાત

શ્રી પરષોત્તમ રૂપાલાએ એ આઈવીએફ કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં આઈવીએફ ટેકનીકથી પ્રથમવાર બન્ની ભેંસના બચ્ચાએ જન્મ લીધો

Mr. Parshottam Rupala visited the IVF Center

શ્રી રૂપાલાએ આઈવીએફ ટેકનીક દ્વારા ગાય-ભેંસના બચ્ચાઓને જન્મ આપવાની રીત અને તેનાથી આવકની ભરપૂર સંભાવનાઓ પર ચર્ચા કરી

મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ આજે પૂણેના જે કે ટ્ર્સ્ટ બોવાજેનિક્સની મુલાકાત લીધી. આ આઈવીએફ કેન્દ્રમાં દેશમાં પ્રથમવાર આઈવીએફ ટેકનીકથી બન્ની ભેંસના બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે.

આ પ્રસંગે શ્રી રૂપાલાએ કહ્યું, “મને એ પ્રત્યક્ષ નિહાળવાનો અનુભવ પ્રાપ્ત કરવાની તક મળી હતી, જ્યારે ડો. વિજયપત સિંહાનિયા સેન્ટર ઓફ એક્સલન્સ ઓફ આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજીસ ઈન લાઈવસ્ટોકમાં સાહિવાલ જાતિની ગાયમાંથી અંડાણુ લેવામાં આવ્યા હતા.”

શ્રી રૂપાલાએ હર્ષ વ્યક્ત કર્યો અને કહ્યું, “મને ‘સમધી’ અને ‘ગૌરી’ સાહિવાલ ગાયોને મળવાનો મોકો મળ્યો હતો, જેમણે 100 અને 125 વાછરડાંને જન્મ આપ્યો હતો. પ્રત્યેક વાછરડાને એક લાખ રૂપિયામાં વેચવામાં આવ્યું. આ રીતે, મને જણાવાયું કે આ બંને ગાયોએ જે કે બોવાજેનિક્સને એક વર્ષમાં લગભગ એક કરોડ રૂપિયાની આવક કરાવી આપી છે.”

તેમણે આઈવીએફ ટેકનીક દ્વારા ગાય-ભેંસના બચ્ચાઓને જન્મ આપવાની રીત અને તેનાથી થનારી આવકની ભરપૂર સંભાવનાઓને રેખાંકિત કરી.

જે કે બોવાજેનિક્સ, જે કે ટ્ર્સ્ટની પહેલ છે. ટ્રસ્ટે જાતિમાં ઉન્નત ગાયો અને ભેંસોની સંખ્યા વધારવા માટે આઈવીએફ અને ઈટી ટેકનીકની શરૂઆત કરી છે. આ માટે સ્વદેશી જાતિની ગાયો અને ભેંસોને પસંદ કરવા પર ધ્યાન આપવામાં આવે છે.


Related posts

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Rupesh Dharmik

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિની આહલેક જગાવનાર ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાને SGCCI ગોલ્ડન જ્યુબિલી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા “લાઈફ ટાઇમ એચીવમેન્ટ” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા

Rupesh Dharmik

વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર ૨૧ મહિલાઓનું સન્માન

Rupesh Dharmik

ભારતના કેન્દ્રિય મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે ચેમ્બરના ત્રિદિવસીય ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પો– ર૦ર૩નું ઉદ્‌ઘાટન થયું

Rupesh Dharmik

Leave a Comment